તું મને દંગા થકી તોડી શકીશ ? મારી અંદર એક અમદાવાદ છે
અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
લોગઇન :
એક જણની જિંદગી બરબાદ છે,
એ વિષય બીજાને મન આહલાદ છે.
એ બધું જાહેરમાં બોલી જશે,
આંખ સાથે એ જ તો વિખવાદ છે.
ટેક્ટમાં ના શોધ અકબંધ લાગણી,
આખરે એ અંગુલી અનુવાદ છે.
તું મને દંગા થકી તોડી શકીશ ?
મારી અંદર એક અમદાવાદ છે.
નોટમાંથી કોતરી છુટ્ટા કર્યા,
આજથી ગાંધી ફરી આઝાદ છે.
જિંદગીમાં યાદ રહેશે એક જણ,
તું હવે એ એકમાંથી બાદ છે.
- મહેન્દ્ર પોશિયા
સ મગ્ર દેશમાં CAB (Citizenships Amendment Bill) મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે. આસામમાં પડેલા તણખાએ આખા દેશમાં આગ લગાડી છે. આસામ-બાંગ્લાદેશથી લઇને તેની જ્વાળા છેક અમદાવાદ સુધી પહોંચી છે. દેશની રાજધાની દિલ્હી પણ તેનાથી બાકાત રહી નથી. લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. જો કે અમદાવાદમાં દંગા થાય તેમાં કંઇ નવાઈ જેવું નથી. તોફાનો અને અમદાવાદને જૂનો સંબંધ છે. દંગાથી ક્યારેય અમદાવાદ તૂટયું નથી. અમદાવાદના કોમી દંગા વિશે સૌમ્ય જોશીએ લખેલું નાટક 'દોસ્ત ચોક્કસ અહીં નગર વસતું હતું' જોવા જેવું છે.
ગુજરાતી ભાષામાં કોમી તોફાનો બાબતે આનાથી ઉત્તમ નાટક હજી થયું નથી. લગભગ ૬૦ જેટલા પાત્રો સાથે ભજવાતું આ નાટક જોવું એ ખરેખર અદ્ભુત લહાવો છે. ખેર, અત્યારે મહેન્દ્ર પોશિયાની આ સુંદર ગઝલ વિશે વાત કરીએ. તે યુવાકવિ છે અને તેમની કલમમાંથી તાજગી છલકાય છે. આ ગઝલ વાંચતા આપોઆપ તમને તેનો અંદાજ આવી જશે.
ગુજરાતીમાં એક કહેવત છે, કાગડાને રમત થાય ને દેડકાના પ્રાણ જાય. પહેલા શેરમાં કંઇક આવું જ છે. એક માણસ બરબાદ થાય તેમાં બીજાને આનંદ આવવાની વૃત્તિ આ કાગડા જેવી હોય છે. કાગડાને દેડકાને વારંવાર ચાંચ મારવાની મજા આવે છે, તેને રમત થાય છે, પણ તેની ચાંચથી દેડકાને જીવ ખોવાનો વારો આવે છે. ઘણા માણસ પોતાના પ્રતિસ્પર્ધિને આ જ રીતે કોઈ કારણસર બરબાદ થતા જુએ તો આંતરિક આનંદ લેતા હોય છે. આવા માણસો ઓછા નથી.
હિન્દી ફિલ્મોની ઘણાં ગીતોમાં આંખોથી બોલવાની વાત આવે છે. આ કવિ અહીં જુદી રીતે વાત કરે છે. એકહે છે કે આંખોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે કે તે બધું જાહેરમાં બોલી દે છે. વગર બોલ્યે જ સામેની વ્યક્તિને બધું સમજાવી દે છે, આના લીધે ઘણી વાર ન થવાનું થાય છે. આ ન થવાનું થવામાં ક્યારેય સારું થાય, ક્યારેક ખરાબ પણ થાય. દર વખત આંખથી સમજાય તે બધું સારું જ હોય એવું નથી હોતું.
અત્યારે બધાના હાથમાં ફોન જોવા મળે છે. ફોનમાં લખાતી ટેક્સ માટે કવિએ અહીં સરસ શબ્દ વાપર્યો છે, 'અંગુલિ અનુવાદ !' ફોનમાં ટાઈપ થતા મેસેજમાં લાગણી શોધવાનો પ્રયત્ન કરવો અને હવે તો ટેક્સ પણ નથી રહી. વિવિધ મિમ્સ, ઇમોજિસ ને બીજું ઘણું બધું આવી ગયું છે. અંગુલી અનુવાદથી એકાદ ડગલું આગળ વધી ગઈ છે ઇનબોક્ષની ભાષા.
પછીનો શેર તો અમદાવાદની ખુમારી વ્યક્ત કરે છે. સિટિઝનશિપ બાબતે આખા દેશમાં વિરોધ થઇ રહ્યો છે અને અમદાવાદમાં પણ તોફાન થયાં. ત્યારે આ શેર વધારે પ્રાસંગિક લાગે છે. અમદાવાદને તોફાનની નવાઈ નથી. હાલતા ચાલતા અહીં છમકલાં થતા રહ્યા છે. કવિ અહીં સામેની વ્યક્તિને કહે છે કે તું મને તોફાનોથી નહીં તોડી શકે, કેમકે મારી અંદર અમદાવાદ છે. એવું કહેવા પાછળ આખા અમદાવાદની ખુમારી છે.
આટઆટલા તોફાનમાં અમદાવાદ અકબંધ રહ્યું છે. આપણે ગાંધીની નોટને રાખીએ છીએ, વિચારો નથી રાખતા. કવિ તો અહીં તેને નોટમાંથી કોતરીને મુક્ત કરવા માગે છે. તેનો સંકેત ગાંધીવિચાર તરફ પણ છે. જિંદગીમાં એક જ વ્યક્તિને યાદ રાખવાની હતી અને તે પણ હવે સ્મૃતિમાંથી ડિલિટ થઇ ગઇ છે. અહીં દુ:ખ છે, પણ યાદ ન રાખવાની આંતરિક પીડા નથી. કેમકે તેને જાતે બાદ કરવાની વાત કરે છે. અત્યારે ટોળાં, તોફાનો અને હલ્લાઓ ચાલી રહ્યા છે, લોકોને શાંતિનું આહ્વાન કરતી કવિતાથી લોગ આઉટ કરીએ.
લોગ આઉટ :
જ્જહદ્ધ ર્દ્ધં।ફ ર્ંસ હ્ય્ઊંઝ્ર દ્વફ ઙ્મછઙ્મ્ ર્દ્ધંઝ્રય ્ય,
ઊં। દ્ધસલ્હ્ય્ય શ્ન।ઝ્ર ઊંલ છઙ્મ્, ર્ઝંઝ્રય ્યળ
લ્લ્ ર્ંઝય ઝછઙ્મ ઊંલ ઝ્ર્ દ્ધ્છછદ્બ્ય ર્ંઊંદ્વ્ય,
ઊંયઝય રુ। હ્લઝ ્રદ્વ ેં।ઝછઙ્મ્ ર્ઝંઝ્રય ્ય ળ
- હ્ય્પ્ત્।