'હેલો, સર તમે ગોર્ડન પીઝાથી બોલો છો?'
હોરાઈઝન - ભવેન કચ્છી
આપણી રજેરજની હિલચાલ પર છે સાયબર નજર: ડેટાના સોદાગરો પડછાયાની જેમ સાથે ફરે છે
સર, તમે છેલ્લે જે દવા ખરીદી તે માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહોતો કર્યો અને રોકડનું ટ્રાન્ઝેકશન બેંક સ્ટેટમેન્ટ બતાવતું નથી
'હેલો, તમે ગોર્ડન પીઝાથી બોલો છો?'
'ના સર, આ ગુગલ પીઝા છે'
'શું મેં ખોટો નંબર લગાવ્યો છે ?'
'ના સર, ગોર્ડન પીઝા સ્ટાર્ટ અપ હતું. તેઓએ ધંધાની શરૂઆત સારી કરી હતી. તેને હવે ગુગલે ખરીદી લીધું છે.'
'ઓહ.. ઓકે.. કંઈ વાંધો નહીં. મારે પીઝાનો ઓર્ડર આપવો છે.'
'દર વખતે ઓર્ડર આપો છે તેવો જ પીઝા આ વખતે પણ જોઈએ છે?'
'શું તમે જાણો છો હું કેવો પીઝા પસંદ કરુ છું? સારું, કહો મારે માટે કેવો પીઝા બનાવીને મોકલશો?'
'કોલર આઈડીના તમારા ડેટા સ્ટોરેજ પ્રમાણે છેલ્લા તમારા ૧૬ ઓર્ડર પ્રમાણે તમે ૧૨ સ્લાઈસ, ડબલ ચીઝ, સોસેજ અને થીન ક્રસ્ટ પીઝાનો ઓર્ડર આપ્યો છે.'
'તમને વાંધો ના હોય તો હું તમને એક સલાહ આપું ? તમે આ વખતે ૮ સ્લાઈસ ઇૈર્બાાચ (ઓછી ચરબી અને નમક તત્વ ધરાવતી ચીઝ) અને છિેયેચિ (ઇટાલિયન વાનગીમાં ઉપયોગમાં લેવાતી ભાજી સબ્જી કે જેનાપાંદડા લીલા હોય અને સ્વાદ રાઈ જેવો લાગે) ઉપરાંત ટોમેટો ધરાવતી પીઝાનો ઓર્ડર આપો તો સારું રહેશે.'
'ના. જો જો એવું ન કરતા. મને વેજીટેબલ્સ તો પીઝા પર પસંદ જ નથી અને ચીઝ તો ચીઝ જેવી મોંમાં મુકતા લચ્છાદાર લગાવી જોઇને.'
'પણ હમણા કેટલાક વખતથી તમારું કોલેસ્ટેરોલ ઘણું ઊંચું રહે છે.'
'હા હા ઠીક છે, ઠીક છે ...પણ તમે તે કઈ રીતે જાણો છો?'
'અમારા ગ્રાહકોની રજેરજની અંગત માહિતી અને તેના છેલ્લા છ વર્ષના તબીબી રીપોર્ટ અમારી પાસે છે.'
'ભલે તે બધું તમારી પાસે હોય પણ મારો પીઝા અગાઉ અને દર વખત જેવો જ આપજો. હું કોલેસ્ટેરોલની દવા લઉં છું.મારી ચિંતા ન કરો.'
'અરે અમારા વ્હાલા ગ્રાહક, એમ ગુસ્સે ન થાવ ... તમને એ પણ જણાવી દઉં કે તમે તમારી દવા પણ નિયમિત નથી લેતા એટલે તમને પીઝા અંગે સલાહ આપું છું.'
'કેમ તમે આવું કહો છો .. તમે કઈ રીતે હું દવામાં અનિયમિત છું તેમ કહી શકો.'
'તો ચાલો એ પણ જણાવું કે છેક ચાર મહિના પહેલા તમે ડ્રગસેલ નેટવર્ક પાસેથી ૩૦ ટેબ્લેટ્સનું બોક્ષ ખરીદ્યું હતું તે પછી બેદરકાર બની ગયા લાગો છો.'
'પણ મેં તે પછી બીજા ડ્રગ સ્ટોરમાંથી દવા ખરીદી હતી.'
'માફ કરજો પણ તે તમારા ક્રેડીટ કાર્ડના ટ્રાન્ઝેકશનમાં બતાવતું નથી.'
'મેં રોકડથી તે દવા ખરીદી હતી.'
'...પણ તમારા બેંક સ્ટેટમેન્ટમાં તમે આવી રોકડ ઉપાડી હોય તે દેખાતું નથી.'
'(ગ્રાહકની ઇન્તેજારી વધતી જ જાય છે કે ગજબ દુનિયા આકાર પામી ચુકી છે) ...અરે ભલા માણસ મારી પાસે રોકડના બીજા સ્ત્રોત ન હોય?'
'પણ, તમે જે છેલ્લું ઇન્કમ ટેક્ષ રીટર્ન ભર્યું તેમાં તો કોઈ બીજા સોર્સ નથી.. તેનો અર્થ એમ કે તમે એવા સોર્સમાંથી રોકડ મેળવો છો જે તમે જાહેર નથી કરતા.'
'(હવે ગ્રાહક અકળાઈ જાય છે.) ..જહન્નમ જાય તમારો પીઝા. હવે બહુ થયું. હું તો આ ગુગલ, ફેસબુક, ટવીટર અને વોટ્સએપથી ત્રાસી ગયો છું. આ બધું છોડીને એક એવા ટાપુમાં રહેવા ચાલ્યો જઈશ કે જ્યાં ઈન્ટરનેટ ન હોય અને સેલફોન પણ ન હોય ..અને મારી જાસુસી કરનાર કોઈ ન હોય.'
'મને તમારા પ્રત્યે સહાનુભુતિ છે સર, પણ તમારે તમારા પાસપોર્ટને જેમ બને તેમ ઝડપથી રીન્યુ કરાવવો પડશે... પાંચ અઠવાડિયા પહેલા જ તેની મુદ્દત પૂરી થઇ ગઈ છે. તમે છેલ્લો પ્રવાસ દોઢ વર્ષ પહેલા અમેરિકા કરેલો ત્યારે ૧૮ જુનના રોજ લોસ એન્જલસમાં સાંજે ૭.૪૦ વાગે સાંતા મોનિકા પાસેના પીઝા પોઇન્ટમાં ૧૨ સ્લાઈસનો ડબલ ચીઝ, સોસેજ અને થીન ક્રસ્ટ પીઝાનો જ ઓર્ડર આપ્યો હતો. તે વખતે જો કે તમે ૧૩.૫ ડોલરનું પેમેન્ટ રોકડથી કર્યું હતું.'
'(ગ્રાહક ગુસ્સાથી ફોન ડીસકનેક્ટ કરવા જતો હોય છે ત્યાં જ..) અરે સર, તમે ભલે બીજા કોઈ પાસેથી પીઝા ઓનલાઈન ખરીદો કે રેસ્ટોરામાં જઈને ઓર્ડર આપો. તેઓ પણ તમારા વિશે અમે જે કહ્યું તેના કરતા પણ વધુ જાણતો હશે. આમ પણ તમે તમારા 'બી-૧૦, આમ્રપાલી એપાર્ટમેન્ટ, બેંગ્લોરના ઘેર બેઠા છો તે વિસ્તારમાં ટ્રાફિક બીજી ૪૫ મિનીટ ક્લીયર થાય તેમ નથી. તેથી બહાર જઈ પીઝા ન ખાસો તેવી મારી સલાહ છે. સર ફોન બંધ કરતા પહેલા એ પણ જણાવી દઉં કે તમારા ધર્મપત્ની ઉબરમાં બેસી પણ ગયા છે. તેમણે શું શોપિંગ કર્યું છે તે જાણવું છે?'
ભારે હતાશા સાથે ગ્રાહક ફોન ડીસકનેક્ટ કરે છે. ત્યાં જ થોડી વાર પછી તેના સેલ ફોન પર જીસ્જીનો મારો ચાલે છે. તેણે પીઝા બાબત અને બીજી જે પણ વાતો કરી તેના અનુસંધાનમાં સેવા -બીઝનેસ કરતી એજન્સીઓના મેસેજ હતા.
પીઝા અને તેના જુદા જુદા ટોપિંગ અને ફેટની માહિતી આપતી અડધો ડઝન ફ્રેન્ચાઈઝનો ઓફર્સનો મારો ચાલ્યો. દવામાં ડિસકાઉન્ટથી માંડી હોમ ડીલીવરી અને દવા ક્યારે લેવી, ક્યારે સ્ટોક પૂરો થાય તેની સેવા પૂરી પાડતી એજન્સીઓના મેસેજ આવવા માંડયા. જુદી જુદી બેન્કોના ક્રેડીટ કાર્ડસ ખરીદવાની લાલચ આપતા મેસેજોથી મગજ ફાટવાનું જ બાકી રહ્યું.
પાસપોર્ટ, વિઝા રીન્યુઅલ સેવા,અમેરિકા સિવાયના દેશો પણ ફરવા માટે ઉત્તમ છે તેવી ટ્રાવેલ્સ કંપની, ટુર ઓપરેટરોની જાહેરાતના મેસેજ અને ઈ મેલ્સ પણ ખડકાવવા માંડયા. કોલેસ્ટરોલ જ શું કામ હોલ બોડી ચેક અપ રીપોર્ટના પેકેજની ભરમાર જામી. ઇન્કમટેક્સ કે કોઈ પણ રોકાણ ,માર્ગદર્શનના એજેન્ટોના તો ફોન જ આવવા લાગ્યા. હદ તો ત્યારે થઇ જયારે 'તમે સોશિયલ મીડિયાના ત્રાસથી તનાવ અનુભવો છો?
તો આવો ..અમારા ધ્યાન અને મૌન કેન્દ્રની મુલાકાતે 'ડીટોક્ષ' થાવ'' જેવા મેસેજ અને એટેચડ બ્રોશર્સ સાથે ઈ મેલ ડીલીટ કરતા થાકી જઈએ તેમ ઈ મેલ બોક્ષ છલકાઈ ગયું.
ટાપુ વાળા પણ રહી ગયા હતા... અમારા ટાપુમાં વેકેશન વિતાવો ..વિઝા ઓન એરાઈવલ મળી જશે. આ પીઝાનો ઓર્ડર આપવાથી શરુ થયેલી રામાયણ ટાપુથી પૂરી થઇ તેમ ગ્રાહકે હાશકારો અનુભવ્યો ત્યાં ઘેર ધર્મપત્નીએ ડોરબેલ લગાવી તે સાથે જ ઉબરની હરીફ કંપનીઓએ અમારી સવારી વધુ સસ્તીના મેસેજ ઠપકારવા માંડયા.
પત્નીએ શોપિંગ તેના પતિ એટલે કે આપણી વાર્તાના હીરો એવા પીઝાના ગ્રાહકના ક્રેડીટ કાર્ડથી જ કર્યું હતું તેથી તેના માટે પત્નીએ શું ખરીદી કરી તેનું તેને સરપ્રાઈઝ નહોતી. પત્નીની પ્રત્યેક ખરીદીએ તેને નોટીફીકેશન સ્માર્ટ ફોન પર મળતું હતું. હવે પત્નીએ જે શોપિંગ કરેલું તેની હરીફ કંપનીઓના મેસેજ તેના ફોન પર ચાલુ થયા.
પત્ની ઘરમાં પ્રવેશી એટલે તેના આશ્ચર્ય વચ્ચે તે ઉબરમાં આવી છે અને કારનો નંબર સુદ્ધાં પતિએ કહી બતાવ્યો.પત્નીએ આવતા સાથે જ કહ્યું 'આજ તો રાંધવાનો કંટાળો આવે છે.. ફોન કરીને પીઝા મંગાવી લઈએ?
પતિએ કહ્યું 'મારો પીઝા િૈર્બાચચ અને ચિેયેચિ તેમજ ર્ાસર્ચા સાથેનો ..'પત્નીએ પૂછયું 'કેમ આ વખતે આવો પીઝા ?' પતિએ ફોનથી પીઝાનો ઓર્ડર આપી ફોનને સ્વીચ ઓફ કરીને સૂચક સ્મિત આપ્યું .
આ આપના સૌની વાર્તા જ નહિ સત્ય ઘટના જેવી છે . આપણી પ્રત્યેક હિલચાલ પર સાયબર નજર છે. ડેટાના જાસૂસો આપણી પ્રત્યેક હિલચાલનું માત્ર નિરીક્ષણ જ નથી કરતા પણ તેને સ્ટોર કરે છે અને તેને વેચીને ધંધો કરે છે. આ જાસૂસો જે નથી જાણતા તે આપણે વટ પાડવા કે ઈર્ષાનું વર્તુળ ઉભું કરવા કે ખરેખર આપણે હૃદયથી નથી જીવતા પણ અમારું જીવન કેવું નિરાળું છે તેમ દુનિયાને છેતરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરતા રહીને પૂરું પાડીએ છીએ. જાણે આપણે સૌ રડાર કે ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમની રેંજમાં છીએ. ઘણીવાર એવું લાગે છે કે આપણે જોઈ ન શકીએ તેવી ચીપ આપણામાં કોઈ લગાવી નહીં ગયું હોય ને.