Magazines

મંઝીલ મિલેગી મગર યાદ રહે... દિલ શાદ રહે...

By GS Team
23 Nov 20192 mins read
This article was originally published on 23 Nov 2019
મંઝીલ મિલેગી મગર યાદ રહે... દિલ શાદ રહે...

કિસીકો ઘરસે નિકલતે હી મંઝીલ મિલ ગઈ

કોઈ હમારી તરહ ઉમ્રભર સફર મેં રહા... અહેમદ ફરાઝ 

(૧૯૩૧-૨૦૦૮)

કેટલાકની કિસ્મત એટલી ફાકડી કે તેને પ્રયત્નોની દરેક કડીમાં સફળતા મળી જાય... કેટલાકની ફાકડી પણ બિચારા કોકની તો એવી સાંકડી કે હરતા ફરતા એને નિષ્ફળતા જ મળે... કરવા જાય આબો એમાય એટલો લાંબો થઇ જાય કે ઉભા થતા નાકમાં દમ આવી જાય... ગમે તેટલી તૈયારી કરે પણ યારી મળે નહિ... આખી ઝીંદગી દોડધામ કરે પણ ધારેલ ધામે પહોંચે નહિ બાપડો... ને એની નજરની સામે જ બિન્દાસ્ત બનીને જલસા કરે એને બધુ જ ફળે... મો માગ્યું મળે... ચહેરાની ચમક ઝાંખી પડે જ નહીં ને...

જાવેદ અખ્તર કહે છે કે... રાસ્તા ક્યાં હે મંઝીલ ક્યા હૈ... હોસલા હે તો ફાસલા ક્યા હે...

એવાત તો નકારી કેમ શકાય કે ઝઝૂમે એ છેવટે ઝૂમે... હિંમત હાર્યા વગર શરમ છોડીને કરમ કરનાર નર કે નારનો જય જયકાર થયા વિના રહે નહિ... સફળતા ને શૂરવીરતા ગમે...

મજરૂહ સુલતાનપુરીનું કહેવું છે કે... મેં એકલા હી ચલા થા જાનિબે મંઝીલ મગર... લોગ સાથ આતે ગયે કારવા બનતા ગયા...

કૈક એવું કરવામાં આવે કે લોકો પ્રયત્નોમાં જોડાઈ જાય.. સાથે થઇ જાય...એક અનેકનો હિતેચ્છુ બની જાય.. સાચા કરમની દિશામાં દેવોનો સથવારો પણ સાપડે... શાન ઠેકાણે રાખે તો મંઝીલ આસાન બની જાય... ભાવાર્થ કહેવાનો એટલો કે નિસ્વાર્થ વ્યક્તિ સૌની માનીતી બનીને રહે...

જાણીતા શાયર બશીર બદ્ર... ફરમાવે કે.. જિસ દિન સે ચલા હું મેરી મંઝીલ પે નઝર હે... આખો ને કભી મિલ કા પત્થર નહિ દેખા...

લક્ષ્યાંક પૂરો કરવાની જેમને ઉત્સુકતા હોય તે કદી પાછું વળી જુવે તે બીજા... તેને કોઈ હંફાવી શકે નહિ... કાંટાઓની પરવા કર્યાવગર ડગ ભરનાર જગ જીતી શકે... એના વિજયરથને તે વળી કોણ રોકી શકે ?

મંઝીલ ના મિલે તો મલાલ મત કિયા કર અલતાફ

નાકામયાબી કા રાઝ તું નહિ તેરા રબ બહેતર જાને હે...