Get The App

સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ

Updated: Dec 21st, 2019

GS TEAM

Google News
Google News


દુનિયામાં આટલા બધા પાપ થાય છે છતાં ઈશ્વરની કૃપા અવિરત વરસતી કેમ રહે છે ?

- ડી.કે. માંડવીયા (પોરબંદર)

-કારણ કે એ ઈશ્વરલાલ પ્રભુલાલ નથી એ ખરેખર સૃષ્ટિનો સર્જક ઈશ્વર છે ?

- હારૂન ખત્રી (જામ ખંભાળિયા)

-પ્રજા ખામોશ રહેશે ત્યાં સુધી !

- અકશાબાનુ અસલમભાઈ મેમણ (નડિયાદ)

-સસરા બારેમાસ! મૂંગા રહેનારનાં દિવસો ન ગણાય ?

- રામભાઈ ડી. મહેતા (ભાવનગર)

-ચારધામ યાત્રામાં એક ટિકિટમાં બે શો જોવા મળે ? સૃષ્ટિના ય દર્શન થાય ને સૃષ્ટિના સર્જનહારના ય દર્શન થાય !

- જીનલ અનિલકુમાર રાઠોડ (ચાંદખેડા)

-વાહ ! તમે તો ધાડપાડુઓને અવસર સાથે સરનામું પણ આપી દીધું ! સરકાર તો ક્યાં ક્યાંથી પૈસા મેળવી શકાય, એવું શોધતી જ ફરે છે ! સરકાર તમારા પર ખુશ થઈ જશે !

- જીવણભાઈ ગોપાલભાઈ બારોટ (અંકેવાડિયા, તા. લીંબડી)

-દારૂબંધીની જેમ દૂધબંદી કરી દેવાય તો લોકો દૂધ શોધતા સામેથી આવશે !

- ધવલ જો. સોની (ગોધરા)

-એ કહેવત હવે જૂની અને નિષ્પ્રાણ થઈ ગઈ ! હવે તો ઘરડાઘરની રસમ ચાલે છે !

- પુષ્પેન્દ્ર નાણાવટી (ગાંધીનગર)

-ચોક્કસ માની શકાય. ક્યાં ક્યાંથી પૈસા મેળવી શકાય, એ સરકાર શોધતી જ ફરે.

- ખુશબૂ માલવ મારૂ (રાજકોટ)

-ક્યાંય કોઈ કદાવર નથી. સમય કદાવર હોય છે. સમય પડખું ફેરવે છે ત્યારે સૂર્ય રજકણ બની જાય છે અને રજકણ સૂર્ય બની જાય છે. એથી કંઈ રજકણને કદાવર ન કહેવાય !

- સુમન વડુકૂળ (રાજકોટ)

-કઈ સાળી ? મોટી કે નાની ?

- સાધના નાણાવટી (ગાંધીનગર)

-ટોલટેક્ષ અને દંડની રકમમાં દર વર્ષે વધારો થતો હોવાથી આજીવન ભરવાની વ્યવસ્થા ના થઈ શકે ! રીફંડનો પ્રશ્ન જ નથી !

- નૈષધ દેરાશ્રી (જામનગર)

-માણસે આધ્યાત્મિક થવું હોય તો ભૌતિકતા ક્યાં એને રોકે છે ?

- હરિભાઈ એ. બકરાણિયા (જામનગર)

-આત્મા સો પરમાત્મા ! એ પવિત્ર આત્મા માટે કહેવાયું છે.

- પ્રદીપ પી. હાથી (ભુજ-કચ્છ)

-ભૂલી જાવ ખરખરો ! કોઈ એકનો હોય તો કરીએ. આટલા બધા ખરખરાને ક્યાં પહોંચી વળીએ ?

- સુરેખા દિલીપ વોરા (અમદાવાદ)

-એક તરફ ઉત્પાદન ખર્ચ વધતો જાય છે ને બીજી તરફ ટેક્ષીસ વધતા જાય છે. મોંઘવારી ક્યાંથી ઘટે ?

- હિતેશ એસ. દેસાઈ (તલિયારા જિ. નવસારી)

-બાપ રે ! તમે તો મને ડરાવી માર્યો ! પણ તમારી પ્રાર્થના મંજુર થાય એ માટે હું પ્રાર્થના કરીશ ! તમારી લાગણી બદલ આભાર !

- ઋષિકેશ દેસાઈ (સુરત)

- દરેક ક્ષેત્રે અલગ અલગ પરિબળો કામ કરતા હોય છે. અલગ અલગ કારણો પણ ખરા ! આમાં કોઈ એકનો ઉલ્લેખ અઘરી બાબત છે. સફળતા માટે સંકલ્પ, એકાગ્રતા, જોડાયેલા રહેવું અને ધીરજ જેવા પરિબળો અસરકારક પુરવાર થઈ શકે ! પૂર્વજન્મની વાતમાં ન પડવું !

- એમ.કે. ત્રિવેદી (ભાવનગર)

-ભડવીર જેવો મોટો શબ્દ વાપર્યો ? આવડી મોટી અપેક્ષા તો રખાતી હશે ?

- ભર્ગા માંકડ (અમદાવાદ)

-શબનમમાં શબ પછી નમ શબ્દ કેમ ભૂલી ગયા ?

- અકબર (વસઈ વેસ્ટ)

-મહાત્મા વાર્ષિક પેદાશ નથી હોતી. યુગાન્તરોની ઉપજ હોય છે !

- અમૃત કે. સોલંકી (બોટાદ)

- તમે સાચું કહ્યું, જે તે વખતની સ્થિતિ મુજબ જ નિર્ણય લેવાયો હતો. ૩૭૦ની કલમ સ્વીકૃત ન થઈ હોત તો કાશ્મીર હાથમાંથી ચાલ્યું ગયું હોત ! એ નિર્ણય માત્ર નહેરૂનો એકલાનો નિર્ણય નહોતો. ત્યારે લોકશાહીનું માન જળવાતું હતું અને દરેક નિર્ણયો સર્વસંમતિથી લેવાતા હતા !

Tags :