ઉસ્તાદ હો તો એસા હંમેશા રહે યાદ...
દોબારા દોબારા - અલતાફ પટેલ
જો ભી મિલા એક સબક (લેસન) દેકે ગયા
મેરી ઝીંદગી મેં આનેવાલા હર ઇન્સાન મેરા ઉસ્તાદ નિકલા..
..કામરાન
શા યર કહે છે, મને એમ કે હું જ ઉસ્તાદ (ગુરુ) છું... પાક્કો છું... ભલભલાને ભૂ પીવડાવી દઉં એટલો પાક્કો... મને તે વળી કોણ રસ્તો બતાવે... હું જ તેને રસ્તો બતાવી દઉં ને વચમાં કચ કચ કરે તો તેને એવો રસ્તો દેખાડી દઉં કે સામો મળે તો તે રસ્તો બદલી નાખે... પણ મારી આ ફિશિયારી મને જ ભારી પડી ગઈ... હમ હમ કરતા મારા અહમના ચૂરેચૂરા થઇ ગયા... મારી ઉસ્તાદી ખરેખર મારા માટે બાદી સાબિત થઇ... કવિ કહે છે મને મળેલા ઉસ્તાદો એવા એવા પાઠ (સબક) ભણાવી ગયા કે એમની આગળ તો મારું ગજું જ નહિ... બધું જ પાણી ઉતારી નાખ્યું આ ઉસ્તાદોએ... એક થી એક ચઢીને એવા મળ્યા કે એમને દીવાલે મઢી રાખું... એ તો ઇશ્વર નો સાથ એવો મળ્યો કે હાથતાળી આપીને સરકી ગયો... એવો તો સરકી ગયો કે એમની તરફ ફરકવાની નોબત આવે જ નહિ... આ કળીયુગમાં ઠગારા ગુરુઓથી જે હાથોમાં ફૂલ નહિ અંગારા જ ધરી દે તેમનાથી કોશો દુર રહેવામાં જ સાર... કોઇક વેદના ઠાલવતા કહે : દો પલ મેં મેરી ઓકાત સમજા ગયા ..મેને અપને યારસા બેહતરીન ઉસ્તાદ નહિ દેખા..
ઉસ્તાદી કોઈ ચાહે ઇતની કરલે ભી અલતાફ
ઉપરવાલા ઉસ્તાદ એક દિન ગિરેબાન પકડ હી લેગા