તંદુરસ્તી, રોગ અને દવાઓ અને એની આડઅસર વિષે તમે શું જાણો છો ?
ફિટનેસ - મુકુંદ મહેતા
દવાઓની આડ અસર એટલે દરદની સારવાર માટે અપાતી દવા કે ઉપચારની ઊંધી અસર કહેવાય. આવી પ્રકારની અસર દરદીની જાતી (સ્ત્રી-પુરુષ), ઉમર, વજન ઉપર આધાર રાખે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ ૧૯૮૬માં તંદુરસ્તી માટે આપેલી વ્યાખ્યા પ્રમાણે ''તંદુરસ્તી એટલે શરીરમાં રોગ ના હોય એટલું જ નહીં પણ વ્યક્તિની શારીરિક, માનસિક અને સાંસારીક (ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ) સ્વસ્થતાને તંદુરસ્તી ગણાય. સંશોધકોએ વધારામાં ઉમેર્યું છે કે તમારા શરીરની બહારના કોઇ પણ કારણોને અનુકૂળ થવાની શક્તિ એટલે સંપૂર્ણ તંદુરસ્તી ગણાય.
રોગ એટલે શું ?: જીવિત વ્યક્તિના શરીરને અથવા તેના કોઇ ભાગને નુકશાન કરનાર વસ્તુ જેથી શરીરનું સંચાલન બગડે તેને રોગ કહેવાય.
દવા અને ઉપચાર એટલે શું ?
શરીરમાં જે રોગ થયો હોય તેને મટાડવા માટે આપવામાં આવતી વસ્તુ એટલે દવા અથવા કોઇ પ્રકારનો ઉપચાર.
દવાની આડઅસર એટલે શું ? : અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટીટયુટ (એન.સી.એલ.) જણાવેલી વ્યાખ્યા પ્રમાણે ''દવાઓની આડ અસર'' એટલે ''કોઇ પણ દરદની સારવાર માટે આપવામાં આવતી દવા કે ઉપચારની ઊંધી અસર કહેવાય. આવી ઊંધા પ્રકારની અસર દરદીની જાતી (સ્ત્રી કે પુરુષ), ઉમર, વજન ઉપર આધાર રાખે છે.
ઉપરાંત આવી અસર થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં હોઇ શકે. આ સારવાર દવા, ઓપરેશન અથવા વૈકલ્પિક સારવાર કે બીજું કંઇ પણ હોઇ શકે અને દરેક સારવારનું ઊંધું પરિણામ ને બદલે સારું પરિણામ પણ આવે જેમકે આંખે મોતિયો આવ્યો હોય (કેટેરેક્ટ) ત્યારે ઝાંખું દેખાતું હોય તેની સારવારથી ચોખ્ખું દેખાવા માંડે.
દવાઓ કે ઉપચારની ઊંધી અસર થવાના કારણો: ૧. ડોક્ટરની સલાહથી લીધેલી દવાઓ બરોબર હોય પણ ભૂલથી ડબલ લીધી હોય.
૨. દરદીએ જાણે અજાણે પોતાના દરદ માટે આપેલી દવાને બદલે ભૂલથી બીજી દવા લીધી હોય.
૩. દરદીએ પોતાની જાતે (સેલ્ફ મેડિકેશન) બજારમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓ લીધી હોય.
૪. દોરા ધગાની સારવાર, મંત્રેલું પાણી કે માદળિયું કે બીજી કોઇ વસ્તુ દરદના ઉપચાર માટે લીધી હોય.
૫. હર્બલ મેડિસિન કોઇની સલાહ વગર લીધી હોય.
૬. ખૂબ જાહેરાતોથી બજારમાં મળતી શક્તિ આપનારી, વજન ઓછું કરનારી દવાઓ અને ગોળીઓ લીધી હોય.
૭. કોઇ વખત રોગ માટે આપેલી દવાઓ ઓછી લીધી હોય અથવા બીજી બ્રાન્ડની દવાઓ પીધી હોય.
૮. હાથના કે પગના દુખાવા માટે 'ફિઝિયોથેરપીસ્ટે' સૂચવેલા ઉપચાર એટલે ેકે કસરત બંધ કરી હોય અથવા વધારે પ્રમાણમાં કરી હોય.
૯. કોઇ વાર જે દવા લીધી હોય તે દવાની સાથે ખોરાકનો કોઇ ઘટક કે દર્દીએ લીધેલી વિટામીનની કે બીજી કોઇ દવાની ગોળીઓની આડ અસર થઇ હોય.
૧૦. એક જાતની દવા બીજી દવાની ખાલી બાટલીમાં ભરી હોય અને જોયા વગર આપી હોય.
૧૧. મોટી ઉમ્મરે બરોબર દેખાતું ના હોય તેથી બીજી દવાઓની સાથે રાખેલી દવાઓમાંથી ભૂલથી બીજી દવાઓ લેવાઇ ગઇ હોય.
ખાસ નોંધ: બધા જ પ્રકારની આડ અસર ખરાબ નથી હોતી અથવા સામાન્ય હોય છે.
આડઅસરના દાખલા: ૧. બે દવાઓને કારણે થનાર આડ અસર
હાર્ટ એટેકના પેશન્ટને ''વારફેરીન'' નામની દવા લોહી પાતળું રાખવા આપવામાં આવતી હોય તેને ભૂલથી ''એસ્પિરિન'' આપવામાં આવે એટલે બે સરખા ગુણ વાળી દવાઓ લેવાથી લોહી પાતળું થાય તો દરદીને બ્લિડિંગ થાય અને ચામડી ઉપર ચકામાં પડે. આ બે દવાઓના ગુણોને કારણે થાય આને ગંભીર પ્રકારની આડ અસર કહેવાય.
૨. દવા અને ખોરાકને કારણે થનારી આડ અસર : 'સ્ટેટીન' ગૂ્રપની દવાઓ કોલેસ્ટ્રોલ ઓછું કરવા આપવાની હોય છે તે વખતે દર્દી કોલેસ્ટ્રોલ વધારે હોય તેવા ચરબી વાળા ખોરાક લેતા હોય.
૩. દવા અને હર્બલ મેડિસિનને કારણે થનારી આડ અસર : એન્ટિ ડિપ્રેશન્ટ દવાઓ સાથે જોન વાર્ટ નામની હર્બલ મેડિસિન આપવામાં આવે તો દર્દીના સ્વભાવ પર આડ અસર થાય.
૪. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓ લીધી હોય ત્યારે આડ અસર થાય. આવી દવાઓ વધારે પ્રમાણમાં લીધી હોય ત્યારે આડ અસરનું જોખમ વધારે થાય.
દવાઓની આડ અસર જેમાં કોઇ ગંભીર પરિણામ ના આવે
૧. કબજિયાત ૨. ચામડી પર ખંજવાળ આવે અથવા ચકામાં પડે ૩. ઝાડા થઇ જાય ૪. ચક્કર આવે ૫. ઘેન જેવું લાગે ૫. મોં સુકાઇ જાય ૬. માથું દુખે ૭. ઊંઘ ના આવે ૮. ઊબકા અને ઊલટી થાય ૯. પેટમાં દુખે ૧૦. સખત સુસ્તી લાગે.
ગંભીર પ્રકારની આડ અસર: ૧. હૃદયના ધબકારા વધી જાય ૨. બ્લિડિંગ થાય ૩. આપઘાત કરવાના વિચારો આવે ૪. કેન્સર થાય. તાત્કાલિક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં ના આવે તો દર્દીનું મૃત્યુ પણ થાય.
નોંધ : દરેક પ્રકારની આડ અસર ઓછી હોય કે વધારે પણ હોય. સામાન્ય રીતે દરેક દવાના પેકેટ સાથે ''પેશન્ટ ઈન્ફર્મેશન લિફલેટ'' (પી.આઈ.એલ.) હોય છે જેમાં દવાનો ડોઝ અને બીજી વિગત સાથે આડ અસર અનુક્રમ પ્રમાણે લખેલી હોય છે તે જોઇને દવાનો ઉપયોગ કરવો જોઇએ.
દવા કે ઉપચારની આડ અસર કેરી રીતે રોકી શકાય ?
૧. દવા લેતા પહેલા ફેમિલી ડોકટરને આડ અસર વિષે પૂછી લેવું જોઇએ.
૨. દવા સાથે રાખેલ કાગળ (પી.આઇ.એલ.) જોઇ લેવો જોઇએ.
૩. અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફ,ડી,એ) મંજુર કરેલી દવાઓ તેમજ ઉપચાર કરવાનો વાંધો નહીં તેમ દરેક દેશમાં આવી સરકારી સંસ્થાએ મંજૂર કરેલી દવાઓ કે ઉપચાર કરવાથી દવાઓની આડ અસર રોકી શકાય.
ખાસ પ્રકારની આડ અસર :
કેન્સરની ગાંઠને દૂર કરવા આપવામાં આવતી રેડીએશન થેરપી કે કેમોથેરપી કે બંને સાથે દર્દીને કેન્સરના રોગમાંથી સાજો કરવા માટે આપવામાં આવે છે. આ ખૂબ જરૂરી છે પણ તે વખતે કેન્સરની ગાંઠની આજુબાજુ રહેલા તંદુરસ્ત કોષ પણ નાશ પામે છે. મોટા ભાગના લક્ષણોમાં લોહી ઓછું થવાથી (એનીમિયા) થાય પણ....
રેડીશન સારવાર વખતે : ૧. જો પેટમાં કેન્સરની ગાંઠ હોય તો ૧. ઉલ્ટી થાય, ૨. ઊબકા થાય, ૩. થાક લાગે, ૪. વાળ ઓછા થઇ જાય, ૫. મોંમાં ચાંદા પડે અને ૬. લોહી ઓછું થાય (એનીમિયા) ૭. ઝાડા થઇ જાય.
૨. જો હૃદયની પાસે ગાંઠ હોય (બ્રેસ્ટ કેન્સર) તો ૧. ઊબકા અને ઊલટી થાય પણ થોડા વખત પછી ૨. સ્નાયુ અને ૩. સાંધા જકડાઇ જાય.
૩. પેઢુંના ભાગમાં કેન્સર હોય ત્યારે ૧. સોજો આવે ૨. ચામડી કાળી થાય અને ખરબચડી થાય ૩. બાળક ના થાય ૪. મેનોપોઝ જલ્દી આવે.
૪. માથામાં, ડોકમાં કે છાતીમાં કેન્સરની ગાંઠ હોય ત્યારે ૧. ભૂખ જતી રહે ૨. ખોરાક ગળા નીચે ઉતરતા વાર લાગે ૩. મોં સુકાઇ જાય ૪.વાળ જતાં રહે.
કેમોથેરેપિ સારવાર વખતે આડ અસર થોડી સખત અને વધારે હોય
૧. વાળ ઓછા થાય ૨. દિનચર્યામાં ભૂલ થાય ૩. યાદશક્તિ ઓછી થઇ જાય ૪. એકાગ્રતા ઓછી થાય ૫. ઝાડા થઇ જાય કેકોઇ વાર ૭. કબજિયાત થાય ૭. થાક બહુ લાગે ૮. કાને ઓછું સંભળાય ૮. નપુંશકતા ૧૦. બાળક ના થાય ૧૧. બ્લડ ક્લોટિંગ બરોબર ના થાય ૧૨. એનીમિયા ૧૩. લોહીમાં વ્હાઇટ સેલ્સ ઓછા થઇ જાય જેને લીધે વારે વારે ચેપ લાગે ૧૪. મ્યુક્સ મેમ્બરેનમાં ચેપ લાગે. ૧૫. ઊલટી અને ઊબકા થાય ૧૬. ચામડી સુકાઇ ગયેલી લો ૧૭. નખ તૂટી જાય.
નોંધ: જ્યારે કેન્સર છેલ્લી સ્ટેજમાં હોય ત્યારે કોઇ વખત કેટલાક કેન્સરના દર્દીઓ અને/અથવા તેમના સગા કેમોથેરેપીમાં તકલીફ વધારે પડે માટે થયેલા કેન્સરને માટે કેમોથેરેપી સારવાર લેતા નથી.