રાજકીય ગપસપ .
યેદુઆરપ્પા નસીબનો બળીયો છતાં કમનસીબ
યેેદુઆરપ્પા એક એવા મુખ્ય પ્રધાન છે કે જેમણે સત્તા ટકાવવામાં કોઇને કોઇ મુસિબતો આવ્યા કરે છે. તેમના પ્રધાનો પણ એવું ગણગણતા થયા છે કે આપણી સરકાર બહુ લાંબી ચાલે એમ લાગતું નથી. ડિસેમ્બરમાં કર્ણાટકમાં ૧૫ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ છે. જો યેદુઆરપ્પાને સત્તા ટકાવી રાખવી હશે તો તેમાંથી આંઠ બેઠકો જીતવી પડશે.
આંઠ બેઠકો જીતવી આ વખતે થોડું કઢીન કામ છે એમ ભાજપના લોકોજ કહી કહ્યા છે. યેદુઆરપ્પા એવો ફાંકો મારે છે કે આંઠ નહીં બધી બેઠકો અમે જીતવાના છે. ભાજપના મોવડીઓએ (અમિતશાહ એમ વાંચો) યેદુઆરપ્પાને કહ્યું છે કે વાતા ના કરો પ્રચાર કરો.
શરદ પવાર ધ લાયન કિંગ
એનડીએ સરકારનો મજબૂત સાથી પક્ષ તોડવામાં શરદ પવારને સફળતા મળી છે. કર્ણાટકમાં કોંગ્રેસે જેમ કુમારસ્વામીને નચાવ્યા હતા એમ શરદ પાવાર મહારાષ્ટ્રમાં શિવસેનાને નચાવશે તે નક્કી છે. શરદપવાર જાણી ગયા હતા કે શિવસેનાને સત્તા પર બેસવાનું પૈણ ઉપડયું છે. કોંગ્રેસ કે એનસીપી લાંબો સમય નંબર ટુ તરીકે રહી શકે નહીં.
શરદપવાર એન્ડ કંપનીમાં રાજકીય પવન ઓળખવાની શક્તિ છે એટલે તો કોંગ્રેસ સાથે પણ તે અક્કડ વલણ રાખે છે. ક્યારે કઇ ડાળ પર બેસવું અને ચહકતા રહેવું શીખવા પ્રાદેશિક નેતાઓને મળવું પડે. શરદપવારે ભાજપના મોંમાં આવેલો સત્તાનો કોળીયો છીનવી લીધો છે અને હવે શિવસેનાના ખભે બંદૂક મુકીને મોદી સરકાર પર ફોડયા કરશે.
ઓવૈસીને મજા પડી ગઇ આખા દેશની નફરત મેળવી
અસઉદ્દીન ઓવૈસી પાસેથી ભારતની પ્રશંસાની અપેક્ષા રાખી શકાય નહીં. રામમંદિરના ચૂકાદા અગાઉ તમામ મુસ્લિમ નેતાઓએ એમ કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો ગમે તે આવે પણ અમને માન્ય રહેશે.
ગયા શનિવારે ચુકાદો આવ્યા બાદ મુસ્લિમ સંગઠનોએ તેને દિલથી આવકાર્યો હતો પરંતુ ઓવૈસીને તો તેમની દુકાન કાયમ માટે બંધ થઇ જશે એમ લાગતાંજ ચુકાદાનો વિરોધ શરુ કર્યો હતો. માત્ર હિન્દુઓજ નહીં પણ મુસ્લિમ સંગઠનો પણ ઓવૈસીનો વિરોધ જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. મુખ્ય પ્રવાહ સાથે ચાલવાના બદલે આ માણસ ઉંધો ચાલતો જોવા મળે છે. ઓવૈસીને નફરત કરનારાઓની સંખ્યા વધી રહી છે.
શત્રુધ્ન સિંહા ફરી રાજકીય મેદાનમાં
લોકસભાના જંગમાં શત્રુધ્ન સિંહા અને તેમના પત્ની હાર્યા ત્યારે તેમણે રાજકીય સન્યાસ લઇ લીધો છે એમ લાગતું હતું. તે ભાગ્યેજ જાહેરમાં આવતા હતા કે કોઇ ટીકા ટીપ્પણી કરતા હતા. જો કે દિલ્હીની ચૂંટણીઓ આવતાંજ તેમનો ભાવ બોલાવા લાગ્યો છે.
દિલ્હીમાં બિહારના મતદારોને આકર્ષવા બિહારી બાબુ શત્રુધ્નસિંહાને કોંગ્રેસે કામે લગાડયા છે. તેમણે દિલ્હીમાં કોંગીનેતાઓ સાથે બેઠક પણ કરી છે અને ચૂંટણી સભાઓ માટેની તારીખો પણ નક્કી કરી લીધી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે શત્રુધ્નસિંહા કોંગ્રેસને ખામોશ કરી દેશે...
પ્રિયંકા ગાંધી ટ્વીટર પર એેક્ટીવ
કોંગ્રેસના ટેન્ટમાંથી કોઇ એક્ટીવ નથી. પ્રવક્તા સૂરજેવાલા લખેલી સ્ક્રીપ્ટ વાંચે છે. ક્યારેક અભિષેક મનુ સિંધવી એક્ટીવ નજરે પડે છે. જો કે સૌથી એક્ટીવ પ્રિયંકા ગાંધી નજરે પડે છે. કહે છે કે કોંગ્રેસ તેની વ્યૂહ રચના પ્રમાણે સોશ્યલ નેટવર્ક પર અન્ય નેતાઓના બદલે ગાંઘી પરિવારને ફ્લેશ આપવા માંગે છે.
રાહુલ ગાંધી એક્ટીવ નથી એટલે પ્રિયંકાને ચાન્સ અપાઇ રહ્યો છે. રામંદિરના ચૂકાદા વખતે માત્ર પ્રિયંકાના પ્રતિભાવ પ્રસરવા દીધા હતા. પ્રિયંકાની ટ્વીટ બાદ બીજા કોંગીજનોની ટ્વીટ જોવા મળી હતી. ગાંધી પરિવારના સંતાનોને આગળ લાવવાના પ્રયાસોને કેવી સફળતા મળે છે તે જોવા સમયની રાહ જોવી પડશે...
દેવેન્દ્ર ફડનવીસને પતાવી દેવાની ચાલ
મહારાષ્ટ્રના કેર ટેકર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ મરાઠી લોબીના નથી એટલે તેમને પતાવી દેવાની કોઇ ગહેરી ચાલના ભાગ રુપે ભાજપની સરકાર સામે જોખમ ઉભું કરાયું હતું. મરાઠી નેતાને મુખ્ય પ્રધાન બનાવવા જોઇએ એવું ગતકડું સૌ પ્રથમ શરદ પવારે ફરતું કર્યું હતું. જેમાં શિવસેના પણ જોડાઇ ગઇ હતી.
વડાપ્રધાન મોદીએ જ્યારે એમ કહ્યું કે હવેના પાંચ વર્ષ ફડનવીસ ફરી મુખ્ય પ્રધાન થશે ત્યારે મરાઠી લોબી ચમકી ગઇ હતી. મરાઠીકે લીએ કુછ ભી કરેેગે એમ કહીને શિવસેનાને હાથમાં લેવાઇ હતી. હકીકત એ પણ છે કે ફડનવીસ મોદીની પસંદ હતી એટલે ફડનવીસને હટાવવા એટલે મોદીને હરાવવા એવું ગણિત પણ હતું.