Get The App

પાંડવો દંતકથાના કલ્પિત વીરો છે ?

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
પાંડવો દંતકથાના કલ્પિત વીરો છે ? 1 - image

મહાભારતના પ્રથમ પર્વ આદિ પર્વ અંતર્ગત સંભવપર્વમાં કુરુવંશની આખીય વંશાવલી આપવામાં આવી છે. માનવપ્રજ્ઞાાના મહાનિર્માણ સમા મહાભારતમાં કોને ખ્યાલ હશે કે દ્રૌપદીને યુધિષ્ઠિરથી પ્રતિવિંદ્ય, ભીમથી શ્રુતસોમા, અર્જુનથી શ્રુતકીર્તિ, નકુલથી શતાનિક અને સહદેવથી શ્રુતકર્મ જેવાં સંતાનો થયા હતા.

આમ તો પાંડ્વોની વંશાવલી જોઈએ તો દ્રૌપદીના આ પુત્રો સાથે અર્જુનના સુભદ્રાથી થયેલા પુત્રો પણ મળે છે, જેમાં અભિમન્યુ અને ઉત્તરાનો પુત્ર પરિક્ષિત અને પરિક્ષિત અને મદ્રાવતીનો પુત્ર જન્મેજય મળે છે. પાંડવોના વંશની વાત કરતાં પૂર્વે મહાભારતકાર દક્ષ પ્રજાપતિથી માંડીને કુરુવંશ, ભરતવંશ અને પાંડુવંશની પરંપરાનું વિસ્તૃત વર્ણન કરે છે.

આ પાંડુપુત્રોને પાંડવકુમાર પણ કહેવામાં આવ્યા છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, અને કર્ણને 'કૌન્તેય' અર્થાત્ કુંતીના પુત્ર તરીકે ઓળખવામાં આવ્યા છે. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને પાર્થ પણ કહેવામાં આવ્યા છે. જ્યારે નકુલ અને સહદેવને 'માદ્રેય' એટલે માદ્રીપુત્રો તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

મહાભારત પાંડવોની પરાક્રમ ગાથાથી શોભી રહ્યું છે, પરંતુ મહાભારતના અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકોએ એક પ્રશ્ન એ કર્યો કે ખરેખર પાંડવો થયા હતા ખરા ? મહાભારતનું યુદ્ધ થયું હતું ખરું ? વેબર જેવા કહે છે કે,'પાંડવોને દંતકથાના કલ્પિત વીરો તરીકે ગણવા જોઈએ.' એમના કહેવા પ્રમાણે પાંડવો થયા નહોતા, પરંતુ પાછળથી એમને વિશેની કલ્પના કરવામાં આવી છે. એમને અનુસરીને દત્ત જેવા કેટલાક સંશોધકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો.

આનું પહેલું કારણ એ છે કે એ સમયના વૈદિક સાહિત્યમાં મહાભારતના અન્ય પાત્રો વિશેના ઉલ્લેખો મળે છે, પણ પાંડવો વિશે કોઈ પણ સ્થળે કોઈ કથન કરવામાં આવેલું જોવાતું નથી. જેમ કે વૈદિક સાહિત્યમાં જન્મેજયનું નામ મળે છે, કિંતુ મહાભારતની લડાઈનો ગાંડિવધારી કૃષ્ણસખા અર્જુનનું નામ મળતું નથી ! જન્મેજયનું નામ મળે અને એના પ્રપિતામહ અર્જુનનું નામ ન મળે, તે કેવું કહેવાય ?

વળી બ્રાહ્મણ ગ્રંથોમાં 'અર્જુન' શબ્દ એ ઇન્દ્રના નામ તરીકે પ્રયોજાયેલો છે અને આથી એક સવાલ ઉભો થયો કે ખરેખર પાંડવો થયા હતા ખરા ?

આ સંદર્ભમાં કેટલાક સંશોધકોએ એમ પણ કહ્યું કે મહાભારતનું યુદ્ધ થયું હતું પરંતુ એ સમયે પાંડવો યુદ્ધ લડયા નહોતા. અમુક સદ્ગુણો દર્શાવવા માટે યુદ્ધ ખેલનારા વીરોને આ નામ આપવામાં આવ્યું હતું. એટલે કે કવિકલ્પના દ્વારા આ પાત્રોને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે. જો કે એ નોંધવું જોઈએ કે સદ્ગુણો દર્શાવવા માટે જો પાંચેય પાંડવોના જીવનની ઘટનાઓ અને એમનું વર્તન આલેખાયું હોય, તો આર્ય વિચારોને અનુસરતું નથી. આર્ય પ્રજામાં એક સ્ત્રી અનેક પતિ સાથે લગ્ન કરે એવો રિવાજ નહોતો, જ્યારે અહીં એ દ્રૌપદીના પાત્રમાં જોવા મળે છે.

એવી જ રીતે ભીમસેન કુરુક્ષેત્રના મેદાનમાં દુ:શાસનની છાતી ચીરીને રૂધિરપાન કરે છે એ ઘટના પણ આર્યપ્રજાની રીતરસમથી સાવ જુદી છે. જંગલી વર્તણૂકને માનવીના સદ્દવર્તન તરીકે કઈ રીતે ગણી શકાય ? જો કે કેટલાકે એવો બચાવ કર્યો છે કે ભીમે રુધિરપાન કર્યું નહોતું, પણ એવો દેખાવ કર્યો હતો. પરંતુ આ બધા તર્ક સ્વીકારી શકાય તેમ નથી.

આ સંદર્ભમાં આપણે જોવું જોઈએ કે સમકાલીન ગ્રંથોમાં પોતાના સમયનો ઇતિહાસ નોંધાય, તેવું હંમેશાં બનતું નથી. ઘણી બાબતો પરંપરાથી ઊતરી આવતી હોય છે અને તેથી એ સમયના વૈદિક સાહિત્યમાં કોઈ કથન કરવામાં આવ્યું નથી, તેને પરિણામે પાંડવો થયા જ નહોતા એમ કહેવું યોગ્ય નથી.

ઘણીવાર સમકાલીન સાહિત્યમાં એ સમયની મહત્ત્વની ઘટનાઓની નોંધ મળતી નથી. કાલિદાસ જેવા મહાકવિ વિશે કેટલા સમકાલીન ઉલ્લેખો મળે છે ? પાણીપતમાં મરાઠાઓ અને અફઘાનો વચ્ચે યુદ્ધ થયું હતુ અને એ યુદ્ધમાં સદાશિવ રાવ ભાઉ અને જંકોજી સિંધિયાએ વીરતા દાખવી હતી. એ પછી અંગ્રેજી અને મરાઠી ભાષામાં આ યુદ્ધ વિશે ગ્રંથો લખાયા, કાવ્યરચનાઓ થઈ અને તેમ છતાં તેમાં આ બંનેનું નામ બિલકુલ જોવા મળતું નથી.

આમ, સમકાલીન સાહિત્યમાં એનું પ્રતિબિંબ ન પડે એટલે એનો અસ્વીકાર કરવો, એ તર્ક બરાબર નથી. વળી વૈદિક સાહિત્યમાં ધર્મક્રિયાઓની સમજૂતી, તત્ત્વજ્ઞાાન તથા અધ્યાત્મવિદ્યાના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. એટલે એમાં ઇતિહાસ વિશેના ઉલ્લેખો કવચિત જ મળે એ સ્વભાવિક છે. ઐતિહાસિક ઘટનાઓની એ સમયના દરેક ગ્રંથોએ નોંધ લેવી, તે પણ જરૂરી નથી. વળી મહાભારતમાંથી જે ઐતિહાસિક પ્રમાણો આપણને ઉપલબ્ધ થયા છે તેના પ્રમાણનો અસ્વીકાર થાય તેવાં કોઈ કારણો મળતા નથી.

વળી એક મહત્ત્વની બાબત એ છે કે મહાભારતનો ગ્રંથ અત્યારે જે રીતે ઉપલબ્ધ છે એ રીતે એ સમયે નહોતો. એનું જુદા જુદા ઋષિઓના હાથે સર્જન થયું. એની વ્યાસ, વૈશંપાયન અને સૌતિ એમ ત્રણ રચનાકારોએ એમાં ઉમેરા કર્યા અને તેમાંય સૈતિએ તો આ ગ્રંથને અત્યંત વિશાળ બનાવી દીધો. એમાં કેટલાય પ્રસંગોનું ઉમેરણ કર્યું.

એમ માનવામાં આવે છે કે આ સૌતિનું નામ ઇન્દ્રશ્રવા હતું અને એ રોમહર્ષણનો પુત્ર હતો. ક્યાંક એને માટે 'પૌરાણિક' કે પુરાણ વાંચનારો એવો શબ્દ પણ પ્રયોજાયો છે. મહાભારતમાં સઘળાં પ્રકારની દંતકથાઓનો ભંડાર સૌતિએ ભરી દીધો છે. અને એથી જ એ કહે છે કે ' આ ગ્રંથમાં હશે તે જ બીજા ગ્રંથમાં હશે અને આ ગ્રંથમાં જે નહીં હોય, તે બીજા ગ્રંથમાં નહીં હોય.' આમ જે જે આખ્યાનો અને ઇતિહાસો હતાં, તે સઘળાંનો એમાં સમાવેશ કર્યો છે.

ધર્મ અને નીતિનો ઉપદેશ આપવાના સાધન તરીકે પણ એણે મહાભારતનો ઉપયોગ કર્યો છે. વળી આખ્યાનોનો સંગ્રહ કરવા ઉપરાંત સૌતિએ સઘળાં વિષયના જ્ઞાાનનો પણ સમાવેશ કર્યો છે. કયાંક એ પુનરુક્તિથી પોતાની વાતને વધુ ભાર આપે છે. આનો અર્થ જ એ થયો કે વૈદિક ગ્રંથોમાં આનો ઉલ્લેખ મળતો નથી. એનું કારણ એ છે કે અત્યારે જે પ્રકારનો મહાભારતનો ગ્રંથ મળે છે, તે અસલમાં નહોતો પરિણામે આથી જ મહાભારતનું યુદ્ધ થયું નહોતું કે પાંડવો હતા જ નહીં એમ કહેવું યોગ્ય નથી.

મહાભારત વિશે સંશોધનાત્મક ગ્રંથો લખનાર અને એની સમાલોચના કરનારા રા.રા.ચિંતામણિ વિનાયક વૈદ્ય પણ દર્શાવે છે કે મહાભારતનું યુદ્ધ થયું હતું અને પાંડવો એ યુદ્ધમાં લડયા હતા.

મ હાભારતના પ્રથમ પર્વ આદિ પર્વ અંતર્ગત સંભવપર્વમાં કુરુવંશની આખીય વંશાવલી આપવામાં આવી છે. માનવપ્રજ્ઞાાના મહાનિર્માણ સમા મહાભારતમાં કોને ખ્યાલ હશે કે દ્રૌપદીને યુધિષ્ઠિરથી પ્રતિવિંદ્ય, ભીમથી શ્રુતસોમા, અર્જુનથી શ્રુતકીર્તિ, નકુલથી શતાનિક અને સહદેવથી શ્રુતકર્મ જેવાં સંતાનો થયા હતા.

પ્રસિદ્ધ યહૂદી સંત શેલ્મકેની યોગ્યતા જોઈને રાજાએ એમને સમગ્ર રાજ્યનો કારભાર સોંપવાનું વિચાર્યું. એમની યોગ્યતાનું આ સન્માન હતું. સંત શેલ્મકેએ રાજાને કહ્યું,'આપ રાજ્યની આટલી મોટી જવાબદારી સોંપીને મારું સન્માન કરો છો તે હું સ્વીકારું છું, પરંતુ આ જવાબદારી હું કાલે નહીં, પરંતુ પરમ દિવસે સંભાળીશ. આવતીકાલે મારે એકાંતમાં રહીને આરાધના કરવી છે.'

રાજાએ શેલ્મકેની વાતનો સ્વીકાર કર્યો, પરંતુ શેલ્મકેના શિષ્યને થયું કે એવી તો કઈ આરાધના છે કે જે આ કાર્યભાર સંભાળતાં પૂર્વે ગુરુજી કરવા માગે છે ? વળી એ આરાધના સહુની વચ્ચે કરવાને બદલે શા માટે એકાંતમાં કરવા ઇચ્છે છે ?

બીજે દિવસે શિષ્ય ગુરુની પાછળ ને પાછળ ફરવા લાગ્યો. એણે જોયું તો સંત શેલ્મકે એક ખંડમાં બેસીને એકલા પ્રાર્થના કરી રહ્યા હતા અને ઇશ્વરને કહેતા હતા, 'હે પરમપિતા ઇશ્વર ! તમારા જેટલી જ પવિત્રતા મારામાં છે, સાચે જ હું તમારું પ્રતિબિંબ છું. હે ઇશ્વર, હું તમારા જેવો જ છું. તમારાથી કોઈ પણ રીતે ઉતરતો નથી. હું આ રાજ્યનો મહાન રક્ષણહાર છું, સમર્થ ન્યાયધીશ છું અને પરમ તારણહાર છું.'

છુપાઈને સંત શેલ્મકેની પ્રાર્થના સાંભળતા એમના શિષ્યે આ શબ્દો સાંભળ્યા અને એકાએક સંત તરફ ધસી આવ્યો. એણે કહ્યું,'બસ, બસ હવે બહું થયું. તમે પોતે જ તમારી જાતની પ્રશંસા કરવા માંડ્શો, તો બીજાઓનું શું થશે ?' શિષ્યનો અવાજ સાંભળીને સંતે આંખો ખોલી અને સ્નેહપૂર્વક હસીને કહ્યું,'હું કંઈ સ્વયં પ્રશંસા કરતો નથી, હું તો માત્ર કાચા કાનનો સાબિત ન થાઉ,માટે મારા કાનને પાકા કરી રહ્યો છું.'

શિષ્ય આ સમજી શક્યો નહીં એટલે સંતે કહ્યું,'હવે મને આ રાજ્યની સંભાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પ્રતિક્ષણ મારી અતિ પ્રશંસા થતી રહેશે. ચારેબાજુ ખુશામતિયાઓની ભીડ જામશે એટલે હું આ શબ્દો બોલીને મારી જાતને બરાબર મજબૂત કરું છું કે જેથી હું અન્ય કોઈ પાસેથી આવા શબ્દો સાંભળું, તો એના પર વિશ્વાસ મૂકું નહીં અને ઉચિત રીતે મારું કાર્ય કરું.'

ક્ષણનો સાક્ષાત્કાર

તમારા જન્મને કઈ રીતે જુઓ છો ? તમારા મૃત્યુ વિશે કઈ રીતે વિચારો છો ? આ બંને વ્યકિતની જીવનદૃષ્ટિની દીવાદાંડી છે. કેટલાક જન્મને દુ:ખદાયી અને યાતનાગ્રસ્ત માને છે અને તેથી એમને એમના જન્મ પ્રત્યે લેશમાત્ર આદર-સન્માન હોતા નથી, બલ્કે પોતાના જન્મને જગતને માટે અને પોતાના માટે બોજરૂપ માને છે ! પોતાના જન્મનું આદર- સન્માન એ માટે જરૂરી છે કે જન્મ એ પાપનું નિમિત્ત નથી, પણ પુણ્યનું કારણ છે. પોતાના જન્મ પ્રત્યેની તિરસ્કારભરી દૃષ્ટિ કે એને દુ:ખદ ઘટના માનવાની એની માન્યતા એનામાં નકારાત્મકતા જગાડે છે. એ માનવા લાગે છે કે એના જન્મથી પોતાનું અને જગતનું ભારે નુકસાન થયું છે ! જન્મ પ્રત્યે આવું નકારાત્મક વલણ ધરાવનારો જીવન પ્રત્યે નફરત સેવતો રહેશે અને પાપનો ભાર વધારનારા પોતાના જન્મની ઘટનામાંથી મુક્ત થવા માટે એ મૃત્યુને આવકારતો રહેશે.

હકીકતમાં જન્મ કે મૃત્યુ એકે ય અમંગલ ઘટના નથી. આપણો જન્મ કે આપણું મૃત્યુ બંને મંગલકારી છે. એ દૃષ્ટિ કેળવીએ, તો જ જીવનને યોગ્ય રીતે જીવી-માણી શકાય.

મૃત્યુને અમંગલકારી ઘટના માનનાર સતત ભાવિ મૃત્યુના વિચારથી અકળાતો અને ભયભીત રહે છે, જ્યારે હકીકતે 'શ્રીમદ્ ભગવદ્ગીતા' કહે છે કે મૃત્યુએ તો વસ્ત્રો બદલવાં જેવી સામાન્ય ક્રિયા છે. મૃતદેહની વાજતેગાજતે સ્મશાનયાત્રા કાઢવાની પાછળ આનો જ સંકેત છે. જો જન્મ તરફ આદર જાગે, તો મૃત્યુ મહિમાવાન લાગે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તેમ, 'પ્રત્યેક નવા બાળકનો જન્મ એ વાતનો સંકેત આપે છે કે ભગવાન હજી માનવજાતથી નિરાશ થયો નથી.' માત્ર પોતાના જન્મ અને મૃત્યુ બંને વિશે સન્માનની દૃષ્ટિ ધરાવનાર જ જીવનમાં સકારાત્મકતા અને પ્રસન્નતા પામે છે.

Tags :