''ન કાળ જાયે પણ આપણે જતા'' - શંકરાચાર્ય
સુભાષિત-સાર - કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
સૌ કોઇનો અનુભવ છે, કે સમય ક્યારેક ઝડપથી, તો ક્યારેક ખૂબ ધીમેથી પસાર થાય છે. પણ હકીકતમાં તો કાળને કોઈ લાંબો-ટૂંકો કરી શકતુ નથી. આપણી જિંદગી જ વેગથી કે વિલંબથી પસાર થાય છે, ને છેવટે ખતમ થાય છે. વિજ્ઞાાનનો આ સિદ્ધાંત જગદ્ગુરુ શંકરાચાર્યે કવિતામાં મૂકી આપ્યો છે.
આપણા આજના કવિ જુદાં ઉદાહરણ આપે છે. વાત તો તેની તે જ છે. દુ:ખમાં શેકાતા માણસને ઊંઘ આવવી, અને નિદ્રા વગરની નિશા એને કલ્પ જેવડી લાગે છે, પણ સુખી માણસને તે કૃષ્ણ જેવી લાગે છે પણ બરાબર સમજવા ક્ષણ અને કલ્પનો અર્થ સમજવો પડે. ક્ષણ તો હજુ પણ વપરાતો શબ્દ છે એટલે આપણે તેને સેકન્ડના ય નાના ભાગ જેવો સમજીએ. સમયને માપવા જનાર આપણા પૂર્વજો પાસે નહોતુ ઘડિયાળ કે નહોતી સેકન્ડ, એટલે એ સ્વભાવ મુજબ કુદરત પાસે ગયા.
માનવ શરીરનાં અંગો ઉપરથી સમય અને અંતરના માપ શોધ્યો. આંખ એક મટકું મારે તેમાં જે સમય જાય છે નિમિષ તેના ઉપરથી ક્ષણ. પણ કલ્પ તો ઘણો દૂર રહ્યો. દિવસ, મહીના અને વર્ષનાં માપમાં, જુદી જુદી પદ્ધતિ ફેર આવે છે. પછી આગળ પુરાણી ભારતીય રીત પ્રમાણે ૪ યુગ એટલે ૧ મહાયુગ તેનાં ૪૩,૨૦,૦૦૦ વર્ષ થાય. પછી ૭૧ મહાયુગ = ૧ મન્વંતર ૧૪ મન્વંતર = ૧ દિવસ બ્રહ્માનો બ્રહ્માના દિવસ જેવડી જ તેમની રાત અને બ્રહ્માનો ૧ દિવસ થાય ત્યારે કલ્પ થાય. ત્યાર બાદ દિવસ જેવડી જ રાત, જેને પ્રલયની રાત કહેવાય.
કારણ દરેક કલ્પને અંતે પ્રલય થાય. ત્યાર પછી સૃષ્ટિનું નવસર્જન. આપણે વર્ષથી ગણતરી શરૂ કરી. પણ તે પહેલાં તો સૌથી નાનો નિમિષ એક ક્ષણ એટલે ૪/૫ સેકન્ડ. હવે ક્ષણથી ઘડી, પ્રહર, દિવસ એમ સેકન્ડ, મિનિટ, કલાક અને દિવસના જેમ ક્ષણ, ઘડી, પ્રહર અને પછી દિવસ ન કોરો આવે. પછી માસ, વર્ષ, યુગ એમ આગળ ગણો.
આમ, ફૂરસદ હોય, તો ક્ષણથી માંડીને કલ્પ સુધી ગણતરી કરો. અલબત્ત, તમને સમય લાંબો થતો લાગશે !
આર્યોની પાસે દૂરબીન જેવાં સાધનો અને યંત્રો હતાં નહિ. એટલે એમણે સમયની માફક અંતરની માપણી માટે પણ શરીરનાં અંગો અને કુદરતી ઘટનાઓ ઉપરથી માપો અને પ્રમાણો નિશ્ચિત કરેલાં. અંતરમાં અંગુષ્ઠ, પગ, હાથ, માનવ કદ, વ.ના આધાર ઉપરથી વેંત, વામ, એવાં બીજાં માપ પણ શોધેલાં. કવિ ચંદ બરદાઈનું 'ચાર હાથ ચૌબીસ ગજ, અંગુલિ અષ્ટ પ્રમાણ' જાણીતું છે. મોટાં અંતરો માટે ગાઉ, યોજન વગેરે માપ હતા.
વિજ્ઞાાનના વિકાસ પછી આ 'દેશી' માપોમાં અનિશ્ચિતતા, સંદિગ્ધતા દૂર થયેલ છે, અને હવે તો સૌથી મોટું એકમ 'પ્રકાશ વર્ષ'નું વપરાય છે. એક વર્ષમાં પ્રકાશની ઝડપે જેટલું અંતર કાપી શકાય, તે પ્રકાશ વર્ષ.
આર્ય વિજ્ઞાાનીઓની ખૂબી એ હતી કે કોઈ પણ સાધનની મદદ વગર માત્ર નિરીક્ષણ તર્ક અને કલ્પનાની મદદથી આશ્ચર્યજનક અંતરો માપ્યાં !