ઘડપણમાં તંદુરસ્ત રહેવા શું કરશો?
ફિટનેસ - મુકુંદ મહેતા
જેમ જેમ ઉમર થાય તેમ શરીરની ચામડી પાતળી થાય અને કરચલી પડે અને યોગ્ય સંભાળ ના લેવામાં આવે તો મટે નહીં તેવા ચામડીના રોગો થાય
(ગતાંકથી શરૂ)
૮. પડી જવાની સમસ્યા: વય વધે તેમ ૬૫ વર્ષ પછી જમીન પર, બાથરૂમમાં કે પગથિયાં ચડતા કે ઉતરતા પડી જવાના કિસ્સા વધતા જાય છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં દર વર્ષે ૩થી ૪ લાખ વ્યક્તિઓના પડી જવાને કારણે હાડકાં ભાગી જાય છે અને જિંદગી ભર ખાટલા વશ થાય છે અને મૃત્યુ પામે છે.
શું કરશો? ૧. સૌથી પહેલા તમારું હિમોગ્લોબીન કેટલું છે તેની એક્રેડિટેડ પેથોલોજી લેબોરેટરીમાં તપાસ કરાવી લો. હિમોગ્લોબિન ઓછું હશે તો શારિરીક અશક્તિ લાગશે અને પડી જવાના ચાન્સ વધશે. હિમોગ્લોબિન વધારવા રોજ પૂરતું પ્રોટિન (૪૦થી ૫૦ ગ્રામ) અને આયર્ન મળે માટે લીલા શાકભાજી પ્રમાણસર લો. બહુ ઓછું હોય તો ડોક્ટરની સલાહ લઇને આયર્ન સપ્લીમેંટ લો.
૨. હાડકાં મજબૂત થાય માટે કેલ્શ્યમ જોઇએ. તે માટે દૂધ પીઓ અથવા કેલ્શ્યમની ગોળીઓ લો.
૩. ઘરમાં કે બહાર ચાલો ત્યારે જૂના ઘસાઈ ગયેલા સ્લીપર કે ચંપલ અને બુટ વાપરસો નહીં. નહિ તો ચાલતા ચાલતા પડી જશો.
૪. ઘરમાં પલંગ પાસે કે બહાર કાર્પેટ રાખશો નહીં.
૫. બાથરૂમના 'મિરર ફિનિશ' ટાઈલ્સ બદલાવી નાખી લપસી ના પડાય તેવા ટાઈલ્સ નખાવો અથવા રબર કાર્પેટ રાખો. સ્નાન કરતી વખતે પકડી શકાય તેવા અને કોમોડ પરથી ઉઠવા બેસવામાં સરળતા પડે તેવા હેન્ડલ નંખાવશો,
૬. મોટી ઉંમરે થતી આંખોની તકલીફ અને ચક્કર આવવાના કારણે આના માટે જવાબદાર છે માટે ડોક્ટર પાસે જઇને આંખોની તપાસ તેમજ ચક્કર આવવાના કારર્ણો માટે તપાસ કરાવીને દવા લો.
૯. ઓસ્ટીઓપોરોસિસ: અમેરિકાના 'નેશનલ ઓસ્ટીઓપોરોસિસ ફાઉન્ડેશન'ના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ૬૦ વર્ષથી ઉપરના ૫૬ લાખ જેટલા સ્ત્રી પુરુષો ખોરાકમાં પૂરતા પ્રમાણના કેલ્શ્યમ નહીં લેવા ને કારણે હાડકાં પોલા થઇ જવાની બીમારી (ઓસ્ટીઓપોરોસિસ)થી પીડાય છે. આપણા દેશમાં પણ ખોરાકમાં કેલ્શ્યમની અને વિટામિન ડીની ઓછપને કારણે અને આખો દિવસ બેસી રહેવાને કારણે ૬૦ વર્ષની ઉપરના લાખો સ્ત્રી પુરુષો ઓસ્ટીઓપોરોસિસની તકલીફથી પરેશાન થાય છે.
શું કરશો ? ખોરાકમાં પૂરતું કેલ્શ્યમ મળે માટે રોજ ૫૦૦ મિલી.લી. દૂધ લેશો. એ ના ફાવે તો રોજ ૧૦૦૦ મિલી ગ્રામ કેલ્શ્યમની ગોળીઓ (સપ્લીમેંટ) લેશો. આ ઉપરાંત થોડી વાર તડકામાં બેસવાની ટેવ પાડશો અથવા વિટામિન ડીની ગોળીઓ લેશો. આ સિવાય તમારાથી થાય તેટલી કસરત તો કરવાનું ભૂલતા નહીં.
૧૧. કાનની અને આંખોની તકલીફ: આખા શરીરની તંદુરસ્તી જાળવવા માટે જરૂરી કસરત કે યોગ્ય ખોરાકના અભાવે તેમજ કોમ્પ્યુટરનો અને મોબાઈલના સતત ઉપયોગથી આંખો બગડી હોય અને મોટા અવાજે ચાલતા ટી.વી. જોવાની ટેવ અને વરઘોડાના બેન્ડના અવાજ દિવાળીના પ્રસંગે ફટાકડાના અવાજથી કાનનું રક્ષણ નહીં કરવાથી ૬૦ કે ૭૦ વર્ષની ઉંમરે આંખોની જોવાની અને કાનની સાંભળવાની તકલીફ દરેક જણને થાય છે.
શું કરશો ? સદનસીબે આ બંને તકલીફો સહેલાઇથી નિવારી શકાય તેવી છે. આજના જમાનામાં ક્વોલિફાઇડ આંખના ડોક્ટર પાસે જઇને આંખોના નંબર કઢાવીને ચશ્માં પહેરીને આંખોની તકલીફનો ઉપાય થઇ શકે છે. એ જ રીતે કાનની સાંભળવાની શક્તિનું માપ ક્વોલિફાઇડ કાનના ડોક્ટર પાસે જઇને હિયરિંગ એઇડનો ઉપયોગ કરવાથી તકલીફ દૂર થઇ શકે છે.
૧૨. દાંતની સંભાળ: વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે ૬૫ વર્ષ કે તેથી વધારે ઉંમરવાળા પુરુષો અને સ્ત્રીઓની સંખ્યાના ૨૫ ટકાના બધા જ દાંત જતા રહ્યાં હોય છે. આમ થવાના કારણોમાં દરરોજ યોગ્ય રીતે બ્રશ કરીને દાંત સાફ કરવાની ટેવનો અભાવ, તમાકુ, પાન અને સિગારેટ અને દારૂનો ઉપયોગ ગણાય છે. આને લીધે મોંના અવાળાના કેન્સર પણ થાય છે. યોગ્ય પ્રકારનો સમતોલ પૌષ્ટિક ખોરાક લેવાથી આ તકલીફ નિવારી શકાય છે.
ડિપ્રેશન (હતાશા): મોટી ઉમ્મરે બેઠા બેઠા વિચારો કરવાથી એ બધી જ બાબત સરસ હોય ત્યારે પણ ચિંતા કરવાથી અને ખાસ કરીને ભૂતકાળની ભૂલોનો વિચાર કરવાથી માનસિક તનાવ ખૂબ વધી જાય એટલે ડિપ્રેશન આવે ત્યારે વ્યકતિ પોતાનું ધ્યાન રાખી ના શકે, ખાવા પીવામાં ગરબડ થાય, કોઈ વખત દારૂ સિગારેટના બંધાણી થાય શારિરીક પ્રવૃત્તી ઓછી થાય એટલે રોગથી મરણ પામે અથવા કંટાળી ને આપઘાત કરે.
શું કરશો ? ૧. ના આવડે તો કોઇની પાસે શીખી લઇને નિયમિત ધ્યાન કરવાનું શીખી જાઓ.
૨. ભવિષ્યનો (મરવાનો)વિચાર ના કરો. આપઘાત કર્યા સિવાય તમે વહેલા મરી શકવાના નથી તો પછી ખોટી ચિંતા કરી ને શરીરને નબળું શું કરવા પાડો છો.
૩. ખૂબ લોકોને મળો અને તેમની સાથે વાતો કરો.
૪. કોઈ શોખ કેળવો અને શરીરનું ધ્યાન રાખો. કસરત તો કરવાની જ છે.
૧૩. ચામડીના રોગો: જેમ જેમ ઉમર થાય તેમ શરીરની ચામડી પાતળી થાય અને કરચલી પડે અને યોગ્ય સંભાળ ના લેવામાં આવે તો મટે નહીં તેવા ચામડીના રોગો થાય. અને આખી જિંદગી કોઈને કોઈ તકલીફ થાય.
શું કરશો ? ૧. ચામડીની ખાસ કાળજી લો. મોટી ઉંમરે શરીરની ચામડી ફાટી ના જાય માટે શિયાળામાં ક્રીમ કે વેસેલાઇન લગાડો.
૨. ઉનાળામાં ચામડી પર સીધો તડકો ના પડે તેનું ધ્યાન રાખો.
૩. હાથ અને પગની આંગળીઓ
વચ્ચે ફૂગ ને કારણે ચેપ ના લાગે તેનું ધ્યાન રાખો.
૧૪. પેશાબના અને ટોઈલેટના પ્રોબ્લેમ : પુરુષોમાં પ્રોસ્ટેટના અને સ્ત્રીઓમાં પેશાબ રોકી ના શકાય અને કપડાં બગડે આવી ફરિયાદ હોય છે ઉપરાંત પુરુષો અને સ્ત્રીઓમાં કબજિયાત થાય. આ ફરિયાદ ઘણી કોમન છે.
શું કરશો ? ૧. આગળ જણાવ્યા પ્રમાણે ૫૦ વર્ષથી શરૂ કરીને જીવનચર્યાની દરેક બાબતમાં નિયમિત થઇ જાઓ.
૨. સમયસર સૂઈ જવું સમયસર ઊઠવું તેમજ પૂરતી ઉંઘ લેવી.
૩. નિયમિત ૪૦ મિનિટની કસરત કરવી.
૪. ફાસ્ટ ફૂડ અને જંકફૂડથી બને ત્યાં સુધી દૂર રહેવું.