ખાંડ બહુ ખાશો તો વહેલા ખલાસ થઇ જશો
ફિટનેસ - મુકુંદ મહેતા
તમારા જીવન દરમ્યાન રોજેરોજ ઓછામાં ઓછી પાંચ વસ્તુઓ તમે ખાઓ છો જેમાં ખાંડ ઉપરાંત બીજી (વધારે ચરબી વાળી) અનેક વસ્તુઓ હોય છે જેનાથી તમારું વજન વધે છે.
તમારા લોહીમાં સતત સુગરનું પ્રમાણ વધારે આવે તો કિડનીની બારીક લોહીની નળીઓને નુકસાન થાય અને સમય ગયે તમારી કિડની ખરાબ થાય છે.
(ગંતાકથી શરુ)
૧૦. ફેટી લિવરની શક્યતા
અમેરિકામાં થયેલા સંશોધનો અનુસાર ફૂક્ટોઝ સિવાયની બીજી બધા જ પ્રકારની ખાંડ અને ખાંડવાળા પદાર્થો શરીરના અંગોના કોષોમાં એર્બ્સોર્બ થઇ જાય છે ફક્ત 'ફુક્ટોઝ'નું લિવર વડે 'ગ્લાયકોજન'માં રૂપાંતર થઇ લિવરમાં સ્ટોર થાય છે. જો ખોરાકમાં ઉપરથી નાખેલી ખાંડમાં 'ફુક્ટોઝ'નું પ્રમાણ વધારે લેવાય તો લિવર તે વધારાના 'ફુક્ટોઝ'નું ચરબીમાં રૂપાંતર કરે છે. આ વધારાની ચરબી લિવર ઉપર જમા થાય છે. આ પરિસ્થિતીને 'નોનઆલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (એનએએફએલડી)' કહેવાય છે. આને કારણે નાના આંતરડામાંથી લિવરમાં આવેલા લોહીને ચોખ્ખું કરવાનું કામ લિવર બરોબર કરી શક્તું નથી.
૧૧.કિડનીની તકલીફ થાય છે
તમારા લોહીમાં સતત સુગરનું પ્રમાણ વધારે આવે તો કિડનીની બારીક લોહીની નળીઓને નુકસાન થાય અને સમય ગયે તમારી કિડની ખરાબ થાય છે.
૧૨.'ગાઉટ' થવાની શક્યતા વધે
ખોરાકમાં ઉપરથી નાખેલી ખાંડને કારણે લોહીમાં કેટલાક કિસ્સામાં 'યુરિક એસિડ'નું પ્રમાણ વધે તેથી ખાસ કરીને પગની આંગળીઓના સાંધાની તકલીફ વધે. જેને 'ગાઉટ' કહેવાય.
૧૩. યાદશક્તિના પ્રોબ્લેમ
લંડનમાં થયેલા એક પ્રયોગ અનુસાર ખોરાકમાં ઉપરથી નાખવાની ખાંડ ને કારણે શરીરમાંથી નીકળતા એક ખાસ પ્રકારના એન્ઝાઈમનું પ્રમાણ ઓછું થવાથી ધીરે ધીરે યાદશક્તિના પ્રોબ્લેમ (આલ્ઝમર ડીસીઝ) થાય.
૧૪. ઊંઘના પ્રોબ્લેમ થાય;
ઓછી ફાઈબર (રેસા) વાળો, વધારે ચરબીવાળો અને ખાંડવાળો ખોરાક ખાવાથી પાચન શક્તિના અનેક પ્રોબ્લેમ થાય તેથી પૂરતી ઊંઘ ના આવે અને તેને લીધે ખૂબ અશક્તિ લાગે.
૧૫. બ્લડ પ્રેશર વધે છે;
અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના જણાવ્યા પ્રમાણે વધારે ગળપણવાળા પદાર્થો (ખાસ કરીને ફ્રક્ટોઝ) સતત ખોરાકમાં લેવાથી તમારા બ્લડ પ્રેશરનું પ્રમાણ ૮૦-૧૨૦ને બદલે ધીરે ધીરે ૯૦-૧૩૦ કે તેથી ઉપર જાય છે.
૧૬. ખાંડવાળા પદાર્થોનું વ્યસન
જેમ દારૂ અને તમાકુ લેવાથી મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર 'ડોપામાઇન'નું પ્રમાણ વધે છે તેજ રીતે વધારે સુગર અને સુગરવાળા પદાર્થો લેવાની ટેવ પડી હોય તેઓને પણ 'ડોપામાઇન'નું પ્રમાણ વધે છે. આવા લોકોને ગળી વસ્તુઓ ખાવાનું વ્યસન થાય છે અને પછી તમાકુ અને દારૂ પીનારા લોકોની માફક તેમણે પણ ગળી વસ્તુઓ ખાધા વગર ચાલતું નથી. જેનાથી તેઓ અનેક રોગના ભોગ બને છે.
ખાંડ માટે વધારાની વાતો
૧. કુદરતી રીતે ગળ્યા હોય તેવા પદાર્થો તે બંધ કરવાની જરૂર નથી.
એ. દૂધ, દહીં, છાશ, યોગર્ટ (મસ્કો), દૂધનીતર (મલાઈ)
બી. કેળાં, સફરજન, જામફળ, પેર, પાઈનેપલ, ટેટી, પપૈયું, ચીકુ, નારંગી, મોસંબી, તરબૂચ અને સ્વાદમાં ગળ્યા લગતા હોય તેવા બધા જ પ્રકારના ભારતમાં અને પરદેશમાં મળતા ફળો રોજ બે કે ત્રણ ખાઓ તો પેટ ભરાશે અને ફળોમાં રહેલા પોષકતત્ત્વો વિટામિન, મિનરલ્સ અને ફાઈબર જોઇતા પ્રમાણમાં મળશે અને તંદુરસ્તી સારી રહેશે.
સી. બીટ શક્કરીયા, લીલા વટાણા, લીલા ચણા,ચોળી, ટામેટાં અને બીજા બધા જ પ્રકારના શાક જે સ્વાદમાં થોડા ગળ્યા લાગતા હોય તેવા બધા જ શાકભાજી ખાશો તો તેમાં રહેલા કુદરતી તત્ત્વો તમને ફાયદો કરશે લીલા વટાણા અને લીલા ચણા સાફ કરીને કાચા ખાશો તો ખાવાનું ગમશે અને દાંતથી ચાવવાથી દાંત મોટી ઉમ્મર સુધી સારા રહેશે.
ડી. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, સોયાબીન અને બીજા અનાજમાં કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટ્સ હોય છે. દરેકના લોટમાંથી (બને ત્યાં સુધી પ્રોસેસ કર્યા વગરની વાનગીઓ) ખાવાનો વાંધો નથી.
ઈ. તુવેર ચણા, વટાણા, મગ, વાલ, મઠ, રાજમા ઉપરાંત બીજા કઠોળ અનાજની માફક દરેક કઠોળ વારાફરતી વધારે તેલ કે ખાંડ નાખ્યા વગર ખાઈ શકાય.
એફ. બદામ, પિસ્તા, કાજુ, અખરોટ, રેસિન્સ, દ્રાક્ષ, અને બીજા સૂકા મેવા જો ખર્ચમાં પોષાય તો રોજના કુલ ૨૦થી ૨૫ દાણા ખાવાથી શરીરને તંદુરસ્ત રાખનારા બધા જ તત્વો વિપુલ પ્રમાણમાં મળશે.
જી. તલ, મગફળી, સરસવ, દિવેલ અને બીજા તૈલી પદાર્થો. શરીરને ખુબ પ્રમાણમાં પોષક તત્ત્વો આપવા ઉપરાંત શરીરને સ્નિગ્ધ રાખવામાં મદદ કરે છે.
ખાસ સૂચના;
૧. ઉપરના બધા જ પદાર્થોને ખાતી વખતે કાચા, બાફેલા કે રાધેલા હોય ત્યારે તેમાં ઉપરથી ખાંડ નાખ્યા વગર ખાવામાં ઉપયોગ કરવો જોઇએ કારણ તેમાં કુદરતી ગળપણ (કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટ) હોય છે. એ જ રીતે બધા જ ખોરાકમાંથી ખાંડને જિંદગીભર દેશનિકાલ કરવાની જરૂર નથી. તમે જે ખોરાક ખાઓ છો તેમાં શરીરની વૃદ્ધિ માટે જરૂરી પ્રોટિન તેમજ બધા જ પ્રકારના વિટામીન્સ, મિનરલ્સ, ફાઇબર હોય છે.
તે ઉપરાંત રોજના ખોરાકમાં આ પદાર્થો આપણે ખાઈએ છીએ ત્યારે તેમાં શક્તિરૂપે 'કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટ' તો મળી જાય છે પણ ખોરાક કે પીણાંનો સ્વાદ વધારવા માટે થોડીક જ નાખવાની જરૂર લાગે તો નાખો એનો વાધો નથી પણ કેટલાક લોકો ને દારૂ અને સિગારેટની માફક ખાંડ અને ઉપરથી ખાંડ નાખેલી હોય તેવા પદાર્થો ખાવાની ટેવ કે વ્યસન પડી ગયું હોય છે તેનાથી ટાઈપ-૨ ડાયાબિટીસ થઇ શકે તેનો ખ્યાલ રાખશો.
૨. ખાંડને બદલે ગળપણ માટે વપરાતા સુગર ફ્રી એસ્પાર્ટમ, સેકરીન, અને સુક્રાલોઝનો ઉપયોગ કરો ત્યારે પણ જે ખોરાક ખાઓ તે ખાવા ઉપર કાબૂ નહીં રાખો ત્યારે પણ વજન વધશે અને સુગર ફ્રી વસ્તુઓ વધારે લેવાથી નુકશાન થવાની શક્યતા છે, અમેરિકાની સંસ્થા 'એફ.ડી.એસ.'ના જણાવ્યા પ્રમાણે ખાંડના બદલે સુગર ફ્રી તરીકે આડઅસર વગરનું 'સ્ટીવિયા' વાપરવાનું યોગ્ય ગણાશે.
૩. તમે કોઈ સ્ટોરમાંથી ખોરાકના તૈયાર પેકેટ લો ત્યારે ખાસ ધ્યાન રાખીને પેકેટ ઉપર જોઈ લેજો કારણ તેમાં સુગર જુદા જુદા નામથી સુગર નાખેલી હોય છે. જેવા કે ૧. ડેકસ્ટ્રોઝ, ૨. સુક્રોઝ, ૩. માલ્ટોઝ, ૪. ફ્રૂક્તોઝ આ માટે સુગરના બીજા નામમાં છેલ્લે 'ર્ંજીઈ' આવે જેમ કે ખિેર્બાજી, જીેબર્જિી. સ્ચર્નાજી ચહગ ઘીટાર્જિી એ યાદ રાખશો. આજ રીતે સિરપ લખેલા બધા જ પેકેટ પર કોર્ન સિરપ અને રાઇસ સિરપ લખેલું હોય છે.
ખાંડના બીજાનામ રો સુગર, ક્રેન સુગર, બ્રાઉન સુગર, ફ્રૂટ નેક્ટર્સ, હની (મધ), અગાવે નેકટર અને મોલેસિસ પણ લખેલા હોય છે. આ તમને ખબર ના પડે તેવી રીતે હીડન સુગરવાળા બીજા ખોરાક ડેઝર્ટ, કેન્ડી, ગ્રેનોલા બાર, ચોકબાર, ફ્લેવર્ડ યોગર્ટ, કેચઅપ, સલાડ ડ્રેસિંગ, અને બધા જ પ્રકારના સોસ ગણાય. ખાસ સૂચના કે આવા પેકેટ લેવાથી તમને મનમાં સંતોષ થશે કે તમે ખાંડ ખાધી નથી પણ વાસ્તવિક રીતે તમે ખાંડ જ ખાઓ છો.
૪. એવું માનવાની જરૂર બિલકુલ નથી કે ખાંડ ખાવાથી વજન વધે છે. તમે પ્રમાણસર ખાંડ ખાઓ એટલે કે તમારા ખોરાકમાં સુગરનું પ્રમાણ જેટલું જોઇએ (પુરુષોમાં ૩૬ ગ્રામ અને સ્ત્રીઓમાં ૨૫ ગ્રામ) તેટલું રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ યાદ રાખો કે તમે ખાંડ એકલી નથી ખાતા. તમારા જીવન દરમ્યાન રોજેરોજ ઓછામાં ઓછી પાંચ વસ્તુઓ તમે ખાઓ છો જેમાં ખાંડ ઉપરાંત બીજી (ખાસ કરીને વધારે ચરબી વાળી) અનેક વસ્તુઓ હોય છે જેનાથી તમારું વજન વધે છે.