Get The App

જમીનથી 15-16 મીટર ઉપર દોડનારી બુલેટ 70 ટ્રિપ કરશે!

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

Updated: Nov 2nd, 2019

GS TEAM

Google News
Google News
જમીનથી 15-16 મીટર ઉપર દોડનારી બુલેટ 70 ટ્રિપ કરશે! 1 - image


વિશ્વમાં ફક્ત જાપાનમાં જ દોડતી આ પ્રકારની હવાઈ ટ્રેઇન માટે પ્રજાની ઉત્સુકતા વધી રહી છે.

બુલેટ ટ્રેઇન આવતા વર્ષે પેપરવર્ક પરથી જમીન પર આવશે. લોકોમાં  એક ખોટો વિચાર ફરતો થયો હતો. તેઓને એવું હતું કે ગામોના બે ભાગલા થઇ જશે પરંતુ તેમને ખબર ન હતી કે ટ્રેઇન જમીનથી ઉપર ૧૫-૧૬ મીટર ચાલશે અને રેઇલ કોરિડોર માટે ૬૦ ફિટ જ જોઇશે.

હાલમાં ૭૩ ગામડાંઓમાંથી ૫૬ ગામડાઓમાં માપકામ પુરૂ થઇ ગયું છે દિવસમાં બુલેટ ટ્રેઇન ૩૫ ટ્રિપ એક તરફથી કરશે અને ૩૫ ટ્રિપ બીજી તરફથી એટલે કે ૭૦ ટ્રેઇન દિવસભર દોડશે.

અમદાવાદથી મુંબઇ તમે બે કલાક સાત મિનિટમાં પહોંચશો. ટ્રેઇન બે પ્રકારની હશે જેમાં એક ટ્રેઇન ફક્ત ચાર સ્ટેશનો કરશે. બીજી ટ્રેઇન ૯ સ્ટેશનો એટલે કે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલ્લિમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણાં અને છેવટે બ્રાન્દા કુર્લા કોમ્પ્લેક્ષ વિરામ કરશે.

બિલ્લિમોરા સ્ટેશનનું મહત્વ વધી જશે. કારણ કે વલસાડ તીથલની હવા ખાતું રહી ગયું છે. સુરત અને વાપી વચ્ચેની પ્રજાએ બિલ્લિમોરા સ્ટેશન આવવાનું રહેશે.

આટલા બધા સ્ટેશનો કરો તો ૩૫૦ની સ્પીડ ક્યાંથી આવે? મહત્તમ ૩૨૦ની સ્પીડ દોડનારી આ ટ્રેઇનને કેટલો પવન લાગશે અને કેટલી ધુ્રજારી આવશે એ ગણત્રી પડકારરૂપ છે.

જો કે જાપાનથી આવેલા ૮૦ ઇજનેરો દિવસ-રાત ડિઝાઈનીંગનું કામ કરી રહ્યા છે. આ ટ્રેઇનની સલામતી માટે ૧૦-૧૫ મિનિટમાં જ મદદ મળે એવી વ્યવસ્થા પણ વિચારાય રહી છે. આ એરકન્ડિશન્ડ બુલેટ ટ્રેઇનની બેઠક તેમજ પીઠના સપોર્ટ ખૂબ જ આરામદાયક છે. પેસેન્જરને નાસ્તો પાણી મુકવા માટે નાના ફોલ્ડિંગ ટેબલ પણ તેમાં હશે. દરેક ડબ્બામાં ટીવી હશે જે સ્પીડ, હવામાન, તાપમાનની માહિતી આપશે.

આ સંપૂર્ણ પ્રોજેક્ટનું ઓપરેશન અને મેનેજમેન્ટ પડકાર રૂપ હોવાથી ભારતના પાયલોટ જાપાનમાં ત્રણ માસ તાલીમ લેશે. ત્યારબાદ બે વર્ષ સુધી તેઓ મેન્યુઅલ બનાવશે. ભારત સરકાર પણ ૩૫૦૦ જેટલા સ્ટાફને તૈયાર કરશે. કેટલાંક ડ્રાઈવરો (પાયલોટ) જાપાનની બુલેટ ટ્રેઇન ચલાવી અનુભવ મેળવશે. આ રોમાંચક પ્રોજેક્ટ આવ્યા પછી બધાને મુંબઇ જવાનું ગમશે.

Tags :