Get The App

આ અબ લૌટ ચલે .

થોડામાં ઘણું - દિલીપ શાહ

Updated: Feb 1st, 2020

GS TEAM

Google News
Google News
આ અબ લૌટ ચલે        . 1 - image


વેકેશનમાં લાં...બો સમય મોસાળમાં 'અચ્છે દિન'ના મહોત્સવની ઉજવણી મૂળ હેડ ઓફિસે પાછા ફરવામાં ઉતરાણની ઝોલ નાંખતી હોય એમ લાગે

પરત, પાછા ફરવું, કમ બેક, રીટર્ન... આંખને ન ગમતા અને કાનને ન સાંભળવા ગમતા શબ્દોનો સંપ્રદાય છે. મનગમતા સ્થળેથી જ્યારે પાછા ફરવાનાં ચોઘડિયા શરૂ થઈ જાય ત્યારથી ચરણને એક્સીલેટરને બદલે બ્રેક વધારે લાગે છે. પિયરથી સાસરે પાછી ફરતી નવોઢાને નવી આબોહવાનાં પરિબળોની જન્મકુંડળીનાં અભ્યાસનું ટેન્શન હોય છે.

વેકેશનમાં લાં...બો સમય મોસાળમાં 'અચ્છે દિન'ના મહોત્સવની ઉજવણી મૂળ હેડ ઓફિસે પાછા ફરવામાં ઉતરાણની ઝોલ નાંખતી હોય એમ લાગે. બે-ત્રણ અઠવાડિયા ઈન્ડિયાની લઘુ મુલાકાતે આવતા આપણા એન.આર.આઈ (શઇૈં) સ્વજનોને પાછા પરદેશ ફરતા ધરતીની સોડમના શૂન્યાવકાશનાં આંચકા શરૂ થઈ જાય છે. પેરોલ ઉપર છૂટેલા કેદીને મુદત પતી જતા જેલમાં પાછા ફરતા લાગે છે... 'પંછી બનુ, ઉડતે ફિરૂ મસ્ત ગગનમેં...'ની એક્સપાયરી ડેટ આવી ગઈ.

બોલીવુડમાં લાં...બો સમય વિરામ લીધા પછી કમબેક કરતા કલાકારોને પરિવર્તનનાં પવનની ભૂગોળ તરત જ સમજાઈ જાય છે. પૂછો મુમતાઝ, માધુરી દીક્ષિત, નીના ગુપ્તાજીને... 'રીટર્ન' શબ્દનો થડકારો બેંકીંગનાં 'ચેક રીટર્ન'માં વેપારીઓનાં બી.પી.ને વધઘટ કરતું રહે છે. રીટર્ન-જર્ની આશાવાદને જીવનદાન આપતી રહે છે. આપણી રીટર્ન-ટિકિટ કન્ફર્મ કરવાની જાહોજહાલી હજી કુદરતે આપણને આપી નથી એ ઘણું સારું છે. 'ફોરેન-રીટર્ન' મૂરતિયો લગ્નનાં મારકેટમાં ચલણી ગણાય છે.

ખૂબસુરત સુંદરીઓનાં ધાડા... આવા ફોરેન રીટર્નનાં ભરચક કરી દે છે રજવાડા ! લાયબ્રેરીમાં મુદત વીતી જતા પુસ્તક રીટર્ન કરવાની ચેતવણી અતિદેય (દંડ)ના આંકડાની રકમથી આપણી વાચન-ક્ષુધાને નિયંત્રિત રાખે છે. ''તુમ લૌટકે આ જાના પિયા યાદ રખોંગે કિ ભૂલ જાઓંગે ?'' ગીતોમાં પણ રીટર્ન થવાની મીઠી ટકોર છે. ''ઓ જાનેવાલે હો સકે તો લૌટકે આના...'' છણકો કરી પિયરની ધમકી આપનારી ભાર્યા છે કે પછી ગૃહત્યાગવાળા સરસ્વતીચંદ્રજી ? ''કોઈ લૌટા દે મેરે બિતે હુએ દિન'' ઉઘરાણી પણ કેવી રીટર્ન. દિવસોની... જીવનનાં સુવર્ણકાળની (કોઈ શક ?) 'લૌટ કે આ... તુઝે મેરે ગીત બુલાતે હૈ...' તુમ સબકો છોડકર આ જાઓ... આ જાઓ... રીટર્નનો જોયો રણકાર ! પાંચ વરસે ઉથલા મારતી સંસદની ચૂંટણીનાં પરિણામો પછી મનગમતી સરકાર ફરી કમબેક કરે ત્યારે કેલેન્ડરનાં બધા ચોઘડિયામાં કાળ અને ઉદ્વેગ જ નજરે પડે છે.

હીટલર જેવો બોસ ફરી ઓફિસમાં કમબેક થાય ત્યારે જાહેર થયેલા બોનસ શેર કે રીચ ડીવીડન્ડનો ઉમળકો ડીપફ્રીજરમાં જતો રહે છે. નવોદિતાનાં લેખ, કવિતા, ગઝલો જ્યારે ''સાભાર પરત''નાં સતત મારાના ઝોનમાં આવે ત્યારે કલમનાં નિસાસા, ડૂસકાં સાઉન્ડપ્રૂફ થઈ જાય છે. અમદાવાદી બહારથી આવેલા મહેમાનને પહેલો સવાલ ઘરનાં બારણે આ જ લગભગ પૂછે છે... 'આવો... આવો... પાછા ક્યારે જવાના છો?' આવનાર પણ પાકો અમદાવાદી... જવાબ આપે... 'અઠવાડિયું રહ્યા પછી વિચારું... જવાનું ખાસ નક્કી નથી.'

પહુઁચ કે ઉસ મંઝિલ સે લૌટના અબ હૈ મુશ્કિલ... !

મરી મસાલા 

ચિત્રગુપ્તનાં ચોપડે રીટર્ન-જર્નીમાં હિસાબ આપવો પડશે. આ રીટર્ન-જર્નીના માર્કેટીંગની હોલસેલ જવાબદારી સાધુ, સંતો, જ્યોતિષિઓએ વરસોથી ઉપાડી લીધી છે.

Tags :