ક્રિટિકલ થિયરીની દ્રષ્ટિએ મેનેજમેન્ટ અને અર્થકારણને તપાસવાની જરૂર
મેનેજમેન્ટ - ધવલ મહેતા
મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રના વારસામાં મળેલા વિચારોને તથા સિદ્ધાંતોને પડકારવા જે અભિગમ ઉભો થયો છે તેને આપણે ક્રિટિકલ થિયરી કહીએ છીએ.
ક્રિ ટિકલ થીયરી : તમામ વ્યવસ્થાતંત્રોના વડાઓ તેમાં કામ કરતી વ્યક્તિઓ પર પ્રભુત્વ ભોગવે છે. તેમાંથી મેનેજમેન્ટનો વિચાર ઉદ્ભવ્યો છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને મેનેજમેન્ટનું શિક્ષણ આપતી સંસ્થાઓનો જન્મ થયો છે. આના વિકલ્પ સ્વરૂપે નવા પ્રકારનું મેનેજમેન્ટ તથા તેનું શિક્ષણ શક્ય છે. તે માટે આપણે મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રના સ્વીકારાયેલા સિદ્ધાંતો અને વિચારોને પડકારવા જરૂરી છે.
મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રના વારસામાં મળેલા વિચારોને તથા સિદ્ધાંતોને પડકારવા જે અભિગમ ઉભો થયો છે તેને આપણે ક્રીટીકલ થીયરી કહીએ છીએ. માત્ર ક્રીટીસીઝમ (ટીકા)થી આ વિચાર જુદો છે. ઈ.સ. ૧૯૯૦ પછી ક્રીટીકલ મેનેજમેન્ટ સ્ટડીઝની પરંપરા પશ્ચિમ જગતમાં ઊભી થઈ છે.
મેનેજમેન્ટનું નવીનીકરણ : દરેક મેનેજમેન્ટ ગુરૂ મેનેજમેન્ટનું નવીનીકરણ કરવાનું અને સફળ બનવાનું જણાવે છે. સંસ્થાઓ પોતાની કોટીક્રમવાળી વ્યવસ્થાતંત્રને સપાટ બનાવવા, સંસ્થાકીય નેતૃત્ત્વને મજબૂત કરવું, કર્મચારીઓને સેલ્ફ મોટીવેટેડ એટલે કે સ્વયં પ્રેરિત બનાવવા, સ્વાયત્ત ટીમોની સ્થાપના કરવી, સંસ્થાના માનવીય સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો તેવી સલાહો મેનેજમેન્ટના પુસ્તકો આપે છે. આ બધા સૂચનોને 'ઇનોવેશનની' ભાષામાં રજૂ કરવામાં આવે છે. પરંતુ તેનાથી સમગ્ર માનવજાતની સ્થિતિમાં મોટો બદલાવ આવતો નથી. આ બધી સલાહો છતાં જગતમાં શું થઈ રહ્યું છે?
અનિષ્ટો ચાલુ રહ્યા છે કે વધી રહ્યાં છે : કર્મચારીઓનું સાચા અર્થમાં સશક્તીકરણ (એમ્પાવરમેન્ટ) થવું જોઈએ એવું માનનારા મેનેજરો હોવા છતા જગતમાં આર્થિક અસમાનતા અને સામાજીક ભાગલાવાદ વધતો જાય છે. વાતાવરણનું પ્રદૂષણ પણ તેને નિવારવાના અનેક પ્રયત્નો છતાં વધતું જાય છે. રાષ્ટ્ર વચ્ચે અને રાષ્ટ્રની અંદર રહેતા નાગરીકો વચ્ચેની અસમાનતાને બહુ ઓછા મેનેજરો કે કંપનીના સીઇઓ પડકારે છે.
ટૂંકમાં મેનેજમેન્ટનું પ્રભુત્વ આટલા ગંભીર સામાજીક દૂષણો છતાં ચાલુ છે. ક્રીટીકલ થીયરીના મુખ્ય મંત્રને જાણવો છે? આ મંત્રાઅક્ષરનું નામ ઇમેન્સીપેશન (યુક્તી) છે. તમામ પ્રકારના ઇરેશનલ કન્ટ્રોલ્સમાંથી મુક્તી. ફ્રીડમ એટલે સ્વતંત્રતા જેમાં તમને અનેક વિકલ્પો મળે છે અને વિકલ્પોમાંથી પસંદગી કરવાનો તમારો અધિકાર એવો થાય છે જ્યારે ઇમેન્સીપેશન એટલે તમામ અંકુશોમાંથી મુક્તીનો વિચાર ! ફ્રીડમના વિચારથી તે બહોળો વિચાર છે. ઇમેન્સીનેશનનો જ એક પેટાવિભાગ બની જાય છે.
મેનેજમેન્ટના દાવાઓ :મેનેજમેન્ટ પોકારી પોકારીને કહે છે કે હવે આપણે માહિતી જગતથી ઉપર ઊઠીને જ્ઞાાનિક જગત (નોલેજ સોસાયટી) તરફ પ્રગતિ કરી રહ્યાં છે. ટોપ મેનેજરો આ જ્ઞાાનિક સમાજનું સુપેરે સંચાલન કરી રહી છે. ટેકનોક્રેટ્સ પોતાનો 'નિષ્ણાંતી' અભિપ્રાય આપે પછી ગ્રાહકો અને કર્મચારીઓનું કેટલું ગજુ કે તેમને પડકારે ? મેનેજમેન્ટના સ્ટેન્ડર્ડ પાઠયપુસ્તકો સંસ્થામાં કામ કરતા કામદારો, કર્મચારીઓ, શ્રમિકો, સુપરવાઇઝર્સ વગેરેની 'મુક્તી' (ઇમેન્સી પેશન)ની ચર્ચા ઉપાડતા જ નથી.
તેઓ કામદારોને અંતે કંપનીના માલીક બની જાય તે દીશામાં પ્રયત્નો કરવા તૈયાર નથી. ડૂબતા ટાઈટેનીક જહાજમાં તમે ડેક પરના ફર્નિચરની ગોઠવણીમાં ફેરફાર કરો તેનો કોઈ અર્થ ખરો ? ખરેખર તો વૈશ્વિક રીેત ડીવીઝીવ અને અસમાનતાવાળા આ વિશ્વમાં ટકાઉ અને ક્ષમતાવાળો વિકાસ કેવી રીતે કરવો તેની મેનેજમેન્ટ અને અર્થકારણમાં મુખ્ય ચર્ચા થવી જોઈએ તે થતી નથી. તેને બદલે નીએલી બરાલીઝમનાં સર્મથકો બજારના પરિબળોને સરકારમાંથી મુક્ત કરવાની દલીલો કરે છે.
ક્રીટીકલ થીયરીની પરંપરા કોઈ એક સમાજ વિજ્ઞાાનને સર્મપિત નથી. સામાજીક વિજ્ઞાાનોને સમગ્ર રીતે (હોલીસ્ટીકલી) જુએ છે. દા.ત. રાજકારણમાં સગાવાદની પુષ્કળ ટીકા થાય છે જ્યારે કોર્પોરેટ જગતમાં સગાવાદને કોઈ વિરોધ વિના સ્વીકારી લેવામાં આવે છે. ક્રીટીકલ થીયરી આને પડકારે છે અને વિકલ્પો વિષે વિચારે છે.
ક્રીટકલી થીયરી સામાજીક સંબંધોનાં વ્યાપારીકરણને અને ઉપભોક્તાવાદને સમસ્યાઓ તરીકે જુએ છે. વૈકલ્પિક રીતે સુલઝાવી શકાય તે અંગે વિચારણા અને ચર્ચા કરવા માંગે છે. તે મેનેજમેન્ટને એક એકેડેમીક શીસ્ત તરીકે તપાસવા માગે છે. મેનેજમેન્ટને માત્ર પ્રેક્ટિસ તરીકે નહીં. મેનેજમેન્ટ એટલે માત્ર વ્યવહારિક સફળતાની ચાવીઓ કે ટેકનીકો કે યુક્તિઓ (મીકેનીઝમ્સ) એ વાત ક્રીટીકલ થીયરીને સ્વીકાર્ય નથી. આથી મેનેજમેન્ટ કોના હિતમા અને કોને માટે તે પ્રશ્નોની ચર્ચા કરવા ક્રીટીકલ થીયરી સદાય તૈયાર રહે છે.
મેનેજમેન્ટ માત્ર માલીકોના હિત માટે છે તે માન્યતાને ક્રીટીકલ થીયરીમાં કોઈ સ્થાન નથી. મેનેજમેન્ટ કન્સલ્ટન એટલે કંપનીને ફાયદો કરી આપનાર નિષ્ણાંત તેવો કન્સલ્ટન્સીનો સંકુચિત અર્થ કરવા માટે ક્રીટીકલ તૈયાર નથી.
ઇન્સ્ટ્રુમેન્ટલ અને સાયન્ટીક રેશનાલીટી : મેનેજમેન્ટની થીયરી અને પ્રેક્ટીસ આજે જે રેશનાલીટી પર ઊભી થઈ છે તેને આપણે ઇન્સ્ટ્રયુમેન્ટલ રેશનાલીટી કહીએ છીએ. મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રમાં રીઝનનો અને રેશનાલીટીનો અર્થ ઉપયોગીતાવાદના અર્થમાં થાય છે. રીઝન કે રેશનાલીટી હથિયાર છે અને નફો કે ઉત્પાદકતા કે વેપાર એ તેનું પરીણામ છે. તે વિચારને આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ રેશનાલીટી કહીએ છીએ. રીઝન એટલે માનવને ઉપયોગી હથિયાર.સાયન્ટીફીક રેશનાલીટી તદ્દન જુદી વાત છે.
તેમાં કુદરતી કે સામાજીક પરિબળોના સંબંધોને સમજવા માટેની અદમ્ય ઝંખના છે. તેમાં વ્યક્તિગત કે સંસ્થાકીય લાભોની નહીં પરંતુ કશુંક નવું શોધવાની તમન્ના છે. માનવજાતને બન્ને પ્રકારની રેશનાલીટીની જરૂર છે પણ મેનેજમેન્ટ માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ રેશનાલીટી દ્વારા ઉત્પાદન વધારે, સમૃદ્ધિ વધારે, અને સંપત્તીના વિતરણના પ્રશ્નને ચર્ચાના એજન્ડા પર લાવવા માગતી નથી.
તેથી ઇન્સ્ટ્રયુમેન્ટલ રેશનાલીટી શોષણમાં અને માનવ સંબંધોના વાણીજ્યકરણમાં ફેરવાઈ જાય છે. મેનેજમેન્ટમાં વ્યવસ્થા તંત્રો શા માટે અને કોને માટે તેમને ચર્ચાના એજન્ડા પર લાવવા પડશે. મેનેજમેન્ટ જ્યારે કામ કરતા ઇમેન્સીપેશન માટેના જ્ઞાાનનું નવું પેરેડાઇઝ ઊભું કરવું પડશે. અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટ જ્ઞાાનના નવા પેરેડાઇક્સ ઉભા નહીં કરી શકે તો જગતમાંથી આર્થિક અસમાનતા દૂર થઈ શકશે નહીં. જૂના મેનેજમેન્ટ અને અર્થકારણમાં 'લેજીટીક્સી'ને પડકારવાની જરૂર ઊભી થઈ છે. ક્રીટીકલ થીયરી આ દેશમાં આગળ વધી છે.