કાશીમાં બે વિદ્ધાનો વચ્ચે સ્પર્ધા થઈ
ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ
તે દિ' ખંભાત પણ પંડિતોથી પંકાતુ હતું. સકળ શાસ્ત્રોના જ્ઞાાતાઓનો એક નાનકડા સમુહ હતો. તેમણે યશોવિજયજીને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપ્યું
રણ સંગ્રામોની ઘોર અંધારી રાત્રીઓનો અંત આવ્યો નથી. શાંતિનું પ્રકાશવંતું પ્રભાવ હજુ પ્રગટયું નથી. સકારણ અને અકારણ મગરૂબીઓ મોતનો સરંજામ એકઠો કરી રહી છે. સત્તા અને સંપતિની લાલચો લડાઇની જન્મદાત્રી બની રહી છે.એવા સંક્રાતિ વખતની આ વાત છે.
ઉત્તર ગુજરાતના નામે ઓળખાતા પંથક પર મહેસાણાથી મોઢેરા જવાનો ગાડા મારગ સોડતાણીને સૂતો છે. મારગ પર કમળની કળી જોવું એક ગામડું બેઠું છે.
ગામડાનું નામ છે કનોડા, આજથી સાડા ત્રણસો ચારસો વરસ વચ્ચેની આ કથા છે.
શ્રાવકોના ઘર બારોથી શોભતા કનોડામાં નાનકડું દેરાસર એની દિવ્યતા દેખાડી રહ્યું, જ્યાંથી ગાંભૂ, વડાવલી ચાણસ્મા અને પાટણના કેડા ફંટાય છે. તેથી ભગવંતોના પાવન પગલે પૂણ્યવંત થવાના સદ્ભાગ્ય જેને સાંપડયા છે. એવા આ ગામને ટીંબે નારાયણ નામના શ્રાવક વેપાર વણજકરે ઘરવાળા સૌભાગ્યદેવીની કુંખે બે દીકરા મોટાનું નામ પધમસિંહ અને નાનાનું નામ જશવંત માતાને મન બંને દીકરા ડાબી જમણી આંખના રતન સમા.
નારાયણ શેઠ વેપારી એટલે હીસાબ કિતાબનો માણસ પરંતુ સૌભાગ્ય દેવીની સૂરતા ધર્મ કર્મ સાથે સંધાયેલી તેથી જીવતરમાં ત્યાગ, તપ અને ટેકનો ત્રગડ રચાઇ રહેલો લાખ વાતેય સૌભાગ્ય દેવીએ લીધેલા નીમ બદલાય નહીં મનની દ્રઢતા મેરૂ સમાન.
જેઠ ઉતરીને અધોઢ બેઠો વાદળાઓએ આભને ઘેર્યું અષાઢ ધડુક્યો આભમાંથી પાણીની ધરાઓ મંડાય ગઇ ઘડી સાપડીમાં નદી નાળા ડુંગર ગાળા છલી વળ્યા પૃથ્વીને પલાળીને પાણી દડી વળ્યા દરિયા પણ ઝાણે જળ બંબાકાર એક દિવસને બે દિવસ કોઇથી ડેલીબારો પગ દેવાય નહીં. ગામડાની શેરીયુંમાં ગોઠણ સમાણા પાણી હાલ્યા જાય ઉત્તર ગુજરાતમાંથી હેલી માંડીને મેઘરાજા મંડાય રહ્યો ત્રીજો દિવસ એવોજ ઉગ્યો સુરજના કિરણની કિલ્લે બંધી કરીને વાદળાએ કતાર બાંધી દીધેલી ચોથે દિવસે પણ અભેદ રહીને સૌભાગ્યદેવીને ચોથો ઉપવાસ થયો.
નાના દિકરા જશવંતની નજરે એક વાતની નોંધ લીધી માં ખાતી નથી કશું પીતી નથી દિવસ ભર સામાધિક, માળા જ કર્યા કરે છે. નાનકડાં જશવંતે પૂછ્યું.
'માં તું ખાધા પીધા વગર ધરમ ધ્યાન કેમ કરે છે.' વખત આવશે ત્યારે ખાયલઇશ છોકરાને માતાએ જાણ્યે ફોસલાવ્યો.
જેના ઉરમાં ઉપાધ્યાયનો ઉદય થઇ રહ્યો હતો એવા જશંવત માતાના જવાબમાં ભરોસો ન રાખી શક્યો ખરો જવાબ જાણવા જશવંતે જીદ કરી. બાળ હઠ પાસે માતાએ ઝુંકવું પડયું જનેતાનો જશવંત ને જવાબ જડયો. બેટા ! તારા બાપના મોટા ગામતરા પછી મેં એક વ્રત લીધું છે.
કાશી નગરમાં ન્યાયના વિષયનું યશો વિજયજીએ અધ્યનનો આદર કર્યો એક વર્ષને બે વર્ષ કરતા બાર વર્ષ આંબ્યા વાણીમાંથી વિદ્વતા વરસી રહી.
એક વખતની વાત કાશીમાં એક પંડિત પધાર્યા. દક્ષિણના પંડિતે પોતાના અભ્યાસના ઓજસ પાથર્યા સૌ પંડિતો પ્રભાવીત થયા રહ્યા બ્રાહ્મણ વિદ્વાગરૂ પાસે આજ્ઞાા માંગી પંડિત સાથે જ્ઞાાન સ્પર્ધા યોજવાની અનુમતિ મળતા જ સ્થળ ઠેકાણું નક્કી કર્યા તિથિવાર વખત જાહેર થયાં.
નિણાર્યકે વિદ્વાનોએ યશોવિજયજી વિજેતા ઘોષીત કર્યા વારાણસીની વિદ્વતાએ તેમને 'ન્યાય વિશારદ'ની પદવી આપીને નવાજ્યા.
એવા અખંડ ઉપાસક યશોવિજયજીએ ખંભાત તરફ વિચરણ કર્યું. અખાતના ઉદવિનાના વારિ ઉછળી રહ્યા છે તો બીજી તરફ ધર્મ પ્રવર્તક યશો વિજયજીની વાણીના વાહિ સદ્ભાવનાનો છંટકાવ કરી રહ્યા છે. ઉષા ફૂલગુલાબી કિરણોની બિછાત બિછાવી રહી છે એવે વખતે કાશીથી આવેલા વિદ્યાગુરુએ ઉપાધ્યાય યશોવિજયજીને વંદના કરી આર્શિક આધારની ઇચ્છા જાહેર કરી જાણ થતાં જ ખંભાતના નગર શ્રેષ્ઠીઓની ઉદારતા બે ડગલા આગળ ચાલીને તત્ક્ષણ સિત્તેર હજાર રૂપિયાની ઢગલી ધરી દીધી.
તે દિ' ખંભાત પણ પંડિતોથી પંકાતુ હતું. સકળ શાસ્ત્રોના જ્ઞાાતા ઓનો એક નાનકડા સમુહ હતો. ઉપાધ્યાય યશોવિજયજીના જ્ઞાાન અને માનની વાતો તેમને કાને પડી સૌએ સંપ કર્યો કહેણ મોકલ્યું અમારી સાથે શાસ્ત્રાર્થ કરો. ઉપાધ્યય યશોવિજયજીએ કહેલને જીલ્યું સૌ નક્કી કરેલા વખતે મળ્યા પંડિતોએ શરત મુકી કે અમુક વર્ગના અક્ષરોજ વિવાદ વખતે ઉચ્ચારવાએ સિવાયનો એક પણ અક્ષર ઉચ્ચારવો નહી આવી અટપટી શરતને પણ આવકારી વિવાદનો આરંભ થયો ઉપાધ્ય યશોવિજયજી - એ વિજય પતાકા ફરકાવી પંડિતોના ધન્યવાદ પ્રાપ્ત કર્યા.