Magazines

W.W.W .

By GS TEAM
12 Jul 20252 mins read
W.W.W                                         .

- થોડામાં ઘણું-દિલીપ શાહ

મો બાઈલ અને કોમ્પ્યુટરની આબોહવામાં હવે આ W.W.W ની ત્રિપુટી આપણને સ્વાતંત્ર્ય સંગ્રામની લાલ, બાલ, પાલના ત્રિભેટે લઈ જતી હોય એમ નથી લાગતું ? 

W : અંગ્રેજી આલ્ફાબેટમાં ૨૩માં નંબરે વરસોથી ફીલ્ડીંગ ભરે છે. કાર્ડિયોગ્રામની ઊંચી નીચી થતી રેખાઓની નકલ કરતો ક્યારેક લાગે તો ક્યારેક ૧૩ નંબરના M ને જાણે શીર્ષાસન કર્યું હોય એમ લાગે. એના બે પડોશીએ વિજય-પ્રતીક જેવા ફ અને રોમન દસ... યા ગુણાકારના એમ્બેસેડર 

XW થી શરૂ થતાં અંગ્રેજી શબ્દોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર ચાલો રડારમાં ઉડતી નજર 

ઉછઇથ બબ્બે વિશ્વયુદ્ધો ઈતિહાસમાં આપ્યા છે. છતાંય હજી ધરાયો લાગતો નથી. રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ખાડી દેશો... સીમા સરહદે આ શબ્દ ફેવીકોલી થઈ ગયો લાગે છે. 

WAR: યુદ્ધવિરામ પછીની પીડા ઘા ના લસરકા ક્ષિતિજ પર ડોકિયા કરતાં જ રહે છે. વિધવા અને અનાથોનાં આક્રંદ યુનોની સલામતિ સમિતિનાં બારણે અથડાઈને હજી ય પડઘા પાડે છે. નાગાસાકી અને હીરોશીમાના ડૂમા ડૂસ્કાં... !

Worry: ચિંતા અને તાણનાં આ બાઉન્સરોએ આજકાલનાં માનવજીવનને બી.પી. (B.P)  આપીીને સ્મશાનની ચિતા અને મનની ચિંતા બન્નેને સતત કાર્યશીલ રાખી છે. 

Widow સ્ટાર્ટથી છે.. ક એન્ડ સુધી ઉ નો વિસ્તાર છે. મૈથિલીશરણ ગુપ્તજીએ પણ વિધવાનો X- રે લઈ લલકારી છે. અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની ? આઁચલમેં હૈ દૂધ ઔર આઁખોમેં પાની? 

Window પડોશન મૂવી પછી બારી બ્યૂટી પાર્લરનો પીનકોડ બની ગઈ લાગે છે. બારી... બારી પરનાં પડદા... મનગમતાં ચહેરાનું દર્શન ને પછી તો Rest is history. પછી તો બારી જેલની હોય કે હોસ્પીટલની એકાંતવાસનો દસ્તાવેજ !

આમ છતાંય દરેક સિક્કાની બે બાજુ હોય છે. W નાં ઉપરનાં કારસ્તાનો ભલે નજરનાં રડારમાં ઝડપાયા છે છતાંય W પરિવારનાં અમુક વૈષ્ણવજન'' કેમ ભૂલાય ?

તાજગીના સંદેશ સાથેનો  Wind  જીવન અમૃત એવું Water   મનોરંજન આપતી જાદુગર છડી Wand જાતને ઓગાળી ઉજાસ દેતું ઉચટ... અને લખચોર્યાસીનાં ફેરાની ફિલ્સૂફી વાળું આપણું પ્યારું World.