ડેનિયલ હોમની ગૂઢ વિદ્યાના વણઊકલ્યાં રહસ્યો .

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ડેનિયલ ડંગલાસ હોમ એક સ્કોટિશ માધ્યમ હતા જેમના વિશે એવું કહેવાય છે કે તે જુદી જુદી ઊંચાઈઓ સુધી હવામાં ઊડી શકતા હતા, મૃતાત્માઓ સાથે વાતચીત કરી શકતા હતા
'Truth and mystery often walk together. Daniel Home stood where the two worlds met. સત્ય ઊભા હતા જ્યાં એ બન્ને જગત મળે છે.
'The greatest mysteries are not those we solve, but those that continue to challenge our understanding. સૌથી મોટા રહસ્યો તે નથી જેનો ઉકેલ મળી જાય, પરંતુ તે છે જે સતત આપણી સમજણને પડકારતા રહે છે.
We all saw him rise from the ground slowly. I Witnessed facts which i cannot explain. અમે બધાએ તેમને ધીરે-ધીરે જમીનથી ઉપર ઉઠતા જોયા. મેં એવી ઘટનાઓ જોઈ જેને હું સમજાવી શકું એમ નથી.
- William crookes (વિલિયમ કૂકસ) રસાયણ વિજ્ઞાાની, ભૌતિક વિજ્ઞાાની)
- in physical mediumship he had no equal. Home was one of the most remarkable men of whom we have exact record.
ભૌતિક આધ્યાત્મિક પ્રયોગો અને અલૌકિક પ્રદર્શનોમાં તેની સમકક્ષ કોઈ વ્યક્તિ ન હોય એવા અતિ અસાધારણ વ્યક્તિઓમાંનો એક હતો જેના વિશે અમારી પાસે વિશ્વસનીય અને વિગતવાર નોંધો ઉપલબ્ધ છે.
- Arthur conan doyle (આર્થર કોનન ડોઈલ (બ્રિટિશ લેખક અને ચિકિત્સક)
ડેનિયલ ડંગલાસ હોમ એક સ્કોટિશ માધ્યમ હતા જેમના વિશે એવું કહેવાય છે કે તે જુદી જુદી ઊંચાઈઓ સુધી હવામાં ઊડી શકતા હતા, મૃતાત્માઓ સાથે વાતચીત કરી શકતા હતા. એમની જીવનકથા લખનાર પીટર લેમોન્ટ કહે છે કે તે એમના યુગના સૌથી પ્રસિદ્ધ વ્યક્તિઓમાંના એક હતા. ડેનિયન હોમની માતા એલિઝાબેથ (બેટસી) હોમ મેકનીલ, સ્કોટલેન્ડમાં એક ભવિષ્યવેત્તા તરીકે જાણીતી હતી.
ભૌતિક વિજ્ઞાાની અને રસાયણ વિજ્ઞાાની વિલિયમ ક્રૂકસે ક્વાર્ટરલી જર્નલ ઓફ સાયન્સના ૧૮૭૧ના જુલાઈના અંકમાં લખ્યું હતું - 'મેં જે કંઈ પણ જોયું એને યાદ કરું છું તો મારા માથામાં એક પ્રકારની ઉથલ પાથલ થઈ જાય છે. તર્ક કહે છે કે આ વિજ્ઞાાનની દ્રષ્ટિએ એકદમ અસંભવ છે અને હું એ વાત પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે મેં જ્યારે જ્યારે એમનો ખેલ જોયો છે ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એમાં કોઈ હાથ ચાલાકી કે દ્રષ્ટિભ્રમ નથી. તે આવું કઈ રીતે કરી શકે છે તે મારી સજનની બહાર છે. ખૂબ આશ્ચર્યની વાત એ છે કે એમણે વિજ્ઞાાનને પોતાની સામે વામણું બનાવી દીધું છે.'
ડેનિયલ હોમનું શરીર એટલે કે જાણે આત્માઓનું ઘર. બાળપણથી એમનામાં આવા લક્ષણો દેખાયા હતા. પાદરી સ્ટીવે એમને ખરાબ પ્રેતાત્માના આવેશવાળા અસ્વીકૃત બાળક જાહેર કરી દીધા હતા. એટલે લોકો તેમનાથી ગભરાતા દૂર રહેતા. તે એકલા બેસી રહેતા અને પિયાનોની ધૂન વગાડતા, તે નાની ઉંમરથી જ ધર્મ અને ગૂઢ વિદ્યામાં રસ ધરાવતા હતા. તે ઉપદેશક પણ બની ગયા હતા. ૧૩ વર્ષની ઉંમરના કિશોર ઉપદેશકની સંમોહક વાણી સાંભળવા લોકોની ભીડ એકઠી થતી.
ઈ.સ. ૧૮૪૬માં ડેનિયલ એમની કાકીના ઘેર રહેતા હતા ત્યારે એક ઘટના બની. એક રાત્રે તેમણે તેમની કાકીને ઊંઘમાંથી ઉઠાડીને કહ્યું - 'હમણાં જ મારા મિત્ર એડવિનનો આત્મા મારી સામે આવીને ઊભો રહ્યો હતો. મને એવું દેખાયું કે એડવિન કોઈ દુર્ઘટનામાં મરણ પામ્યો છે.' એમની કાકીએ કહ્યું - 'તેં કોઈ સ્વપ્ન જોયું હશે. મને નથી લાગતું કે એવું કંઈ થયું હોય? પણ ડેનિયલની વાત સાચી સાબિત થઈ. ત્રણ દિવસ પછી સમાચાર આવ્યા કે તેમના મિત્ર એડવિનનું ત્રણ દિવસ પહેલાં એક દુર્ઘટનામાં મરણ થઈ ગયું હતું. આ ઘટનાના ચાર વર્ષ પછી તેમણે જાહેર કર્યું કે એમની માતાની ઉંમર ૪૨ વર્ષની હશે ત્યારે તેમનું મરણ થઈ જશે. પછી તે ૩ વર્ષ સુધી એમની માતાના આત્માના સંપર્કમાં રહેશે. તેમણે ભવિષ્યવાણી કરી હતી તેમ જ થયું હતું. ડેનિયલ પ્રેતાત્મા જગત સાથે જોડાયલા રહેતા હતા અને તેમની પાસેથી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મેળવતા હતા.'
એકવાર એક સભામાં પ્રતિનિધિ મંડળના કેટલાક સભ્યો એક ટેબલની ગોળ ફરતે ગોઠવાયેલી ખુરશીઓ પર બેઠા હતા. તેમની સાથે હોમ પણ હતા. કોઈકે તેમને આત્માની શક્તિનો પરચો આપવા જણાવ્યું. હોમે તેની વિનંતી સ્વીકારી. થોડીવારમાં જ તે ટેબલ હાલ્યું અને હવામાં અધ્ધર થઈને ઊડવા લાગ્યું. તે પછી તેમની ખુરશીઓ ખસવા લાગી અને તે બધા જ ખુરશી પરથી હવામાં ઉપરની તરફ ઊચકાયા અને અધ્ધર-પધ્ધર તોળાઈ રહ્યા. દરેકને એવો અનુભવ થયો કે જાણે પોતે હવામાં તરતા ન હોય! વિલ્સે હવામાં તરતા ટેબલનો ટેકો લેવા, તેને પકડવા પ્રયાસ કર્યો તે સાથે જ તે નીચે પટકાઈ પડયો. કવિ કલેન કહે છે કે તેમણે આ અનુભવ જાતે કર્યો હતો કેમ કે પ્રતિનિધિ મંડળમાં તે પોતે પણ હાજર હતા. થોડીવાર પછી તે બધા હવામાંથી નીચે ઊતરી આવ્યા હતા અને પોતાની ખુરશી પર જ પહેલાં જ્યાં હતા ત્યાં ગોઠવાઈ ગયા હતા. તે બધુ જોઈ, જાણી અને અનુભવી શકતા હતા. તે સંપૂર્ણ હોશમાં હતા તેથી આમાં નજરબંધી કે દ્રષ્ટિભ્રમ હોય તેવું જરાય નહોતું.
હોમની મુલાકાત ૧૮૬૭માં યુવાન લોર્ડ એડારે (Lord adare) સાથે થઈ. લોર્ડ એડારે પાછળથી ડનરેવનના ચોથા અર્લ થયા હતા. તે હોમથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે એમના દ્વારા આયોજિત પ્રેતાત્મા આહ્વાન બેઠક (Seances)નું દસ્તાવેજીકરણ શરૂ કરી દીધું હતું. એકવાર ડેનિયલ હોમે લોર્ડ એડારે, કેપ્ટન વિને અને લોર્ડ લિંડસેની હાજરીમાં અદ્દભુત પ્રયોગ કર્યો. તે એક ઓરડાના ત્રીજા માળની બારીમાંથી ઊડતા ઊડતા બહાર નીકળી બાજુના ઓરડાની બારીમાંથી પાછા એ જ રીતે અંદર આવી ગયા હતા. ડેનિયલ ગૂઢ વિદ્યાના અનેક પ્રયોગો પણ કરતા.
એકવાર મહારાણી યુજેનીને પ્રયોગ બતાવ્યો ત્યારે તેમના રેશમી રૂમાલમાં આપમેળે ગાંઠો પડવા માંડી હતી. ચાંદીની ઘંટડીઓ હવામાં તરવા લાગી હતી. તેમનામાંથી મધુર રણકાર પ્રગટ થવા લાગ્યો હતો. યુજેનીને તેના મૃત પિતાનો હાથ પ્રગટ કરી બતાવ્યો હતો અને એનો જીવંત સ્પર્શ કરાવ્યો હતો. એ રીતે નેપોલિયનના પ્રેતાત્માને પ્રગટ કરી એના હાથથી ઓટોમેટિક રાઈટિંગ દ્વારા તેના નામ સાથે સંદેશો લખાવ્યો હતો.









