Magazines

રાશા લમણે હાથ દઈ બેસી રહેવા તૈયાર નથી

By GS TEAM
11 Sep 20252 mins read
રાશા લમણે હાથ દઈ બેસી રહેવા તૈયાર નથી

આવરસે અમન દેવગન  સાથે 'આઝાદ'માં ડેબ્યુ  કરનાર  રાશાને પ્રથમ ગ્રાસે  મક્ષિકા જેવો   અનુભવ થયો.  આઝાદ ફ્લોપ થઈ  અને ઘણાંએ  એવી આગાહી  પણ કરી નાખી  કે આ છોકરી  ફિલ્મોમાં  કાંઈ ઉકાળી નથી શકવાની.  સદ્ભાગ્યે  મિસ થડાનીને  એની મમ્મી પાસેથી  ફાઈટિંગ  સ્પિરીટ  વારસામાં મળ્યો છે.  એટલે હાથ જોડીને બેેસી રહેવાનો બદલે એ પોતાની  બીજી મૂવી 'લાઈકી લાઈકા'ની  તૈયારીમાં  લાગી ગઈ છે.  

રાશાએ  પોતાની પહેલી  ફિલ્મનું   શૂટિંગ શરૂ કર્યું એનાથી   ઘણાં વખત પહેલા લોકોએ  એના વિશે મત બાંધવાનું  શરૂ કરી દીધું હતું. એની  પાછળનું કારણ એટલું જ એ રવીના  ટંડનની  દીકરી  છે. એ કહે છે,'મારા  દરેક પ્રોજેક્ટ  સાથે આ બધું  તો વધતું જ રહેવાનું છે. ભગવાન ન કરે અને આવતી કાલે મારી બીજી  ફિલ્મ પણ નિષ્ફળ જાય અને મારું પર્ફોર્મન્સ  દર્શકોને  ન ગમે તો દેખીતું  છું  કે હું હતાશ થાઉં, પરંતુ એ સ્વીકારવા  સિવાય છૂટકો નથી. નિષ્ફળતા  ભૂલીને  મારે ફરી કામે લાગી જવું પડે,  જેથી પછીની મૂવીમાં  હું બહેતર  પર્ફોર્મન્સ  આપી શકું.  પ્રતિકૂળ  પરિસ્થિતિમાં  હું આવું જ કરવાનું પસંદ કરું. અને ટીકાનોે  પ્રશ્ન  છે ત્યાં સુધી દરેક વ્યક્તિને પોતાનો  અભિપ્રાય  બાંધવાનો  અને એ વ્યક્ત  કરવાનો હક  છે.  ક્રિટીસિઝન આલોચના મને મારા અભિનય  સુધારો કરવા મોટિવેટ   કરે  છે.'

    હિન્દી  ફિલ્મો માટે બોક્સ ઓફિસનો  માહોલ બહુ  અનુકૂળ નથી.   હૃતિક રોશન અને  જુનિયર એનટીઆર જેવા બે દિગ્ગજની  ૪૦૦ કરોડના  ખર્ચે  બનેલી  'વોર-ટુ'  નિષ્ફળ ગઈ  છે. આજે કોઈ ફિલ્મની  સફળતાની  ગેરંટી નથી.   રાશા  બોક્સ ઓફિસની  અનિશ્ચિતતાથી  સારી પેટે  વાકેફ હોય એ રીતે પોતાનો મત  આપે  છે,  'અમારું  કામ  બદલાતા સમય સાથે  કદમ મિલાવવાનું  છે. સ્ટોરીઝ  સાથે  ફિલ્મમાં  સરસ રીતે કોઈ મેસેજ વણી લેવાનું  છે.  ઈન્ડસ્ટ્રીમાં  પેઢીઓથી  એ  થતું આવ્યું  છે. અમારે  પણ એ જ દિશામાં કામ કરવું  જોેઈએ.  મને ૧૦૦ ટકા  ખાતરી  છે કે  બહુ જલ્દી બોલિવુ આવતી કાલની ઉજ્જવળ  સવાર જોશે. મારે બધું જ કરવું  છે.  મારે દરેક જોનર  પર  હાથ અજમાવવો છે. જે  પ્રકારની  ફિલ્મો બની રહી છે એ બધામાં કામ કરવું  છે. મને જે પણ  ઓફર મળશે એ હું સ્વીકારી લઈશ,  કારણ કે મારે સતત કામ કરતાં રહેવું  છે.'

યે હુઈ ન બાત!