Magazines

ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકનો ઉત્સવ - રક્ષાબંધન

By GS TEAM
6 Aug 20251 min read
ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિકનો ઉત્સવ - રક્ષાબંધન

શ્રાવણી પૂર્ણિમાને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ.

રક્ષાબંધન એટલે...ભાઈ - બહેનના પ્રેમના પ્રતિકનો ઉત્સવ.

શ્રાવણ સુદ - પૂનમને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધન એ જ્ઞાનનિષ્ઠ બ્રહ્મણોને જનોઈ બદલવાનો ઉત્સવ અને વેપારીઓનો સમુદ્રપૂજન કરવાનો ઉત્સવ છે.

શાસ્ત્રોમાં નિરુપણ છે કે, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને વશ કરી લીધા હતા. ત્યારે તેમને છોડાવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવ્યો અને ભગવાનને છોડાવ્યા હતા.

ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધનની પૌરાણિક કથા આ રીતે વર્ણવામાં આવી છે કે, એક વખત દેવ અને દાનવોનો બાર વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો. એમાં દાનવોએ ઈન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા, પરંતુ ઈન્દ્ર સહિત તમામ દેવો ફરીથી દાનવો સાથે યુદ્ધ કરવા તત્પર થયા. તે સમયે ઈન્દ્રાણીએ પોતાના પતિ ઈન્દ્રને રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવી રક્ષા બાંધી હતી. જેના પ્રતાપથી તેઓ દાનવોને પરાજિત કરી ફરીથી શ્રેષ્ઠ દેવ બની ગયા.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ