Get The App

ભારતના રાજપક્ષીઓ .

Updated: Dec 20th, 2019

GS TEAM

Google News
Google News
ભારતના રાજપક્ષીઓ                                    . 1 - image


આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. પરંતુ દરેક રાજ્યોમાં જોવા મળતાં વિશિષ્ટ અને સુંદર પક્ષીઓને પણ રાજપક્ષીનું બિરૂદ અપાય છે. આ પક્ષીઓની ઓળખ પણ કરવા જેવી છે.

ગુજરાત: ગુજરાતનું રાજપક્ષી સુરખાબ કચ્છમાં જોવા મળે છે. વળાંકવાળી લાંબી ડોક, ગુલાબી ચાંચવાળું સુરખાબ સુંદર પક્ષી છે. શિયાળામાં કચ્છમાં લાખો સુરખાબ ઈંડા મૂકવા આવે છે. સુરખાબને ફ્લેમિંગો પણ કહે છે.

પશ્ચિમ બંગાળ: લાંબી ચાંચ અને ચકલી જેવડો કલકલિયો પ. બંગાળનું રાજપક્ષી છે. નાનકડું પણ સુંદર ગીત ગાતુ આ પક્ષી લોકપ્રિય છે.

આંધ્ર, બિહાર અને કર્ણાટકનું રાજપક્ષી નીલકંઠ છે. કબુતર જેવું આ પક્ષી ઊડે ત્યારે રંગબેરંગી પીંછા ફેલાય છે અને સુંદર લાગે છે. તેની ઊડવાની રીત નૃત્ય કરતું હોય તેવી છે.

દૂધરાજ કે શાહી બુલબુલ મધ્યપ્રદેશનું રાજપક્ષી છે. નામ પ્રમાણે તે સફેદ રંગનું હોય છે. તેનું માથું કાળંછ હોય છે.

ગ્રેટ હોર્નબિલ કે ચિલોત્રો અરૂણાચલ પ્રદેશનું રાજપક્ષી છે. ચાર ફૂટ ઊંચાઈના ચિલોત્રાને એક ફૂટ લાંબી ચાંચ હોય છે. ચાંચ વડે કેચ કરવાની તેની રીત આકર્ષક છે.

પંજાબનું રાજપક્ષી શિકારી બાજ છે તે જાણીતું પક્ષી છે.

ગોવાનું રાજપક્ષી જાણીતું એવું કાળું બુલબુલ છે.

મણિપુર કે મિઝોરમમાં જોવા મળતાં સુંદર વનમોર તેના રાજપક્ષીઓ છે.

ઉત્તર પ્રદેશનું રાજપક્ષી સારસ અને રાજસ્થાનનું રાજપક્ષી ૩ ફૂટ ઊંચાઈનું ઘોરાડ છે. તે મોટા અવાજે ગીત ગાય છે.

Tags :