વર્ષા અને આરોગ્ય .

- આરોગ્ય સંજીવની
અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે આ સમય દરમિયાન આરોગ્યનું ધ્યાન રાખવું ચોમાસુ ચાલુ થતાં જ શરદી, ઉધરસ, તથા અપચો, ઝાંડા, મેલેરિયા, ટાઈફોઈડ, કમળો વગેરે રોગોથી હેરાન પરેશાન કરી મૂકે છે એ રોગો ન થાય તે માટે
(૧) ચોમાસાની શરૂઆત થતા જ પાણી હંમેશા ઉકાળેલું જ પીવું.
(૨) વાસી આહાર ન ખાવો
વરસાદની ઋતુમાં અપચો એટલે કે ખોરાકનું પાચન બરાબર ના થવું એ સામાન્ય બાબત છે. એટલે ખાસ આ ઋતુમાં હલકા આહાર લેવો જોઈએ. રાત્રિનું ભોજન જલ્દી જ કરી લેવું, તેમજ રાતનાં ભોજનમાં હળવો આહાર લેવો. રોજિંદા આહારમાં આદૂનું પ્રમાણ વધારે લેવું. આદુનો રસ મંદાગ્નિને દૂર કરે છે. તુલસી, ફૂદીનો, આદુ, મરી, સુંઠનો ઉકાળો પીવો. હુંફાળા દૂધમાં થોડીક હળદર નાખીને પીવાથી અને કાળા મરીનો વધુ ઉપયોગ કરી શરદી સળેખમ થતા નથી. સૂઠ ના પાઉડર ગંઠોળાના પાઉડરની રાબ પીવાથી પણ શરદી-ઉધરસમાં રાહત થાય છે. વરસાદમાં ભીંજાવાથી શરદી, તાવ તથા ત્વચાનાં વિકારો ન થાય તે માટે ભીનાં કપડા તુરંત કાઢી નાખવા જોઈએ.
મહાસુદર્શન વટી ૧-૧ ગોળી વૈધની સલાહ મુજબ લેવી જોઈએ. આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ ટકી રહે, તે માટે પણ સંશમની વટી ૧-૧ ગોળી સવાર-સાંજ ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે ભૂકો કરીને લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જેનાથી ચોમાસાથી થતાં ઉપદ્રવોથી જરૂર બચી શકાય છે.
વરસાદની ઋતુમાં ત્વચાના રોગોની સાથે-સાથે લ્લચૈિ ૅર્મિનીસ પણ થતાં હોય છે. માથામાં ખંજવાળ આવે કે વાળ ખરવા માંડે અને વાળ, બરછટ થાય તો તુરંત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.
ચોમાસાની ઋતુમાં અગ્નિમંદ હોય છે અને બહારનું વાતાવરણ પણ ભેજવાળુ વધારે પ્રમાણમાં હોવાથી પાચન અને અગ્નિ પ્રદીપ્ત થાય તેવા સાદા, સુપાચ્ય આહાર લેવો જોઈએ.
રોજિંદા આહારમાં લસણ, ડુંગળી, અજમોં વધુ પ્રમાણમાં લેવા જોઈએ. સૂઠ, કાળામરી અને તુલસીનાં પાનની ચા પીવાથી પણ ફાયદો થાય છે. લોકભાષામાં શીળસ નામથી ઓળખાય છે રોગ જેને આયુર્વેદમાં શીતપિત કે ેંિૌબચિૈચના નામે ઓળખવામાં આવે છે. આ રોગમાં ચામડી ઉપર ભમરી કે મધમાખી નાં દંશ જેવા ચકામાં ઉપસી આવે છે. જે શરૂઆતમાં શરીરનાં ખુલ્લાભાગ ઉપર થાય છે અને ધીમે ધીમે સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે.
શિળસ એકદમ વિચિત્ર વ્યાધિ છે, પહેલાં કંઈ જ ના હોય અને અચાનક જ એકદમ ઢીમચા થઈ જાય છે. પુષ્કળ ખંજવાળ આવવા લાગે છે. ઢીમચા લાલચોળ થઈ જાય છે અને પાછા ચોક્કસ સમયે બેસી જાય છે. ઠંડા અને ખાટા પદાર્થોના સેવનથી આ રોગ વધી જાય છે.
આ રોગની સારવારે માટે :-
(૧) બહુત હરિદ્રાખંડ - ૧-૧ ચમચી સવાર-સાંજ.
(૨) આરોગ્યવર્ધીની વટી ૨-૨ ગોળી સવાર-સાંજ.
(૩) મંજીષ્ઠાદિ કવાથ ર તોલા ૨ વાર.
(૪) ગંધક રસાયણ ૨-૨ ગોળી સવાર-સાંજ.
(૫) આખા શરીરે કરંજ તેલ અને મારીખંદ તેલની માલિશ કરવી જોઈએ.
(૬) રોજ જમ્યા પછી મુખવાસમાં અજમાનો ઉપયોગ.
(૭) કબજીયાત રહેવા ન દેવી.
કબજીયાત રહેતી હોય તો, હરડે, ચૂર્ણ રાત્રે ૨ ચમચી ગરમ પાણી સાથે લેવું.
આહારમાં મેથી, પાલક, દૂધી, કારેલા, તુરિયા, ગલકા, પરવર, મગ, ભાત, ખીચડી વગેરેનો જ આહારમાં ઉપયોગ કરવો. દહીં-છાશ, આમલી, ખાટાં ફળો, કેળા, હાડવો, ઢોકળાં, ખમણ જેવાં પદાર્થો બંધ કરવા, મીઠાઈનો સદંતર ત્યાગ કરવો. કાળા મરીનું ચૂર્ણ શુદ્ધ ઘી માં મેળવી સવારે-સાંજ લેવાથી પણ લાભ થાય છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ પણ બહુ જ કરતા હોય છે. પરંતુ ઉપવાસ કરતી વખતે સાવધાની રાખવી કે, ઘરડા લોકો, ઓછું વજનવાળા લોકો ડાયાબિટીસ વાળા કે બ્લડપ્રેશર વાળા દર્દીઓ તથા નાના બાળકોએ ઉપવાસ ન કરવા બાળકોએ ૧૦ થી ૧૨ વર્ષ પછી જ ઉપવાસ કરાવવાં. મખાણા ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં કોલેસ્ટ્રોલ પણ ઓછી માત્રામાં મળે છે.
જો તમે મખાણા ખાઓ છો, તો વધેલા વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. મખાણામાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઓછી અને સારા ફેટની માત્રા વધારે હોય છે. તેનાથી હૃદય સંબંધી રોગો થતાં નથી અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત ઉપવાસ કરવાથી
(૧) પંચેન્દ્રિય-સ્વાદ પર કાબૂ મળે છે.
(૨) ઉપવાસથી સમયનો બચાવ થાય છે.
(૩) આધ્યાત્મિક ક્રિયા કરવાનો સારો સમય મળે છે.
(૪) સ્વાસ્થ્ય સારું રહે છે.
- જ્હાનવીબેન ભટ્ટ








