Magazines

ગુણદર્શન .

By GS TEAM
22 Apr 20262 mins read
ગુણદર્શન                                            .

એક વ્યક્તિ દ્વારા રોજ-બ-રોજની જિંદગીએ અન્ય વ્યક્તિ પ્રતિ પ્રેમ-સ્નેહભર્યો સમભાવ સદ્દવ્યવહાર એ ''ગુણદર્શન'' બની રહે. અહીં માનવીનાં ગુણો-ઉજળી બાજુનાં જ દર્શન જોવાય છે. પ્રભુ સર્વગુણસંપન્ન સર્વસ્વ છે - જ્યારે માનવઆત્માઓમાં ક્યાંક ને ક્યાંક દોષો, ખામીઓ, ત્રુટિઓ-ઉણપ-અવગુણો સાથે સાથે ગુણો-સદ્દગુણો સાત્વિક ભાવો કે ઉજળી બાજૂનું સંમિશ્રણ હોય જ ! કોઈ વ્યક્તિમાં એંશી-નેવું ટકા સદ્દગુણો-શિક્ષા-સાત્વિકભાવો હોય જ્યાં દસ-વીસ ટીકા તેના દોષો-ખામીઓ-નબળી બાજુ સહજ રહેવાની ! આ સ્થિતિએ માનવ તરીકે અન્ય વ્યક્તિ કે માનવીનાં માત્ર ઉજળાં પાસાં-ગુણો-જ્ઞાાન અને સદ્દવૃત્તિને સ્વીકારવા જ રહ્યા જે ''માનવીની ગુણગ્રાહી-ગુણદર્શન દ્રષ્ટિ'' બની રહે! 

માનવીએ દરેક તબક્કે અન્ય માનવનાં મૂલ્યાંકન સમયે દુર્યોધન (દોષદર્શન) જેવા નહીં-યુધિષ્ઠિર (ગુણદર્શન) જેવા બનવું જ્યાં સત્યપ્રિય યુધિષ્ઠિરને જગનાં માનવીઓમાં ગુણો જ નજરે આવતાં ! સ્વાભાવિક છે જેના અંતરમાં હૃદયયશુધ્ધિએ ભક્તિ છે તેને હરહંમેશ ગુણદર્શન જ જોવા મળે. વળી-ગુણદર્શન દ્રષ્ટિએ અન્ય માનવી તરફ સમતા-સમ્વૃત્તિની! વૃધ્ધિએ ''હકારાત્મક ગુણદ્રષ્ટિને કેળવણી.'' દ્વારા ગુણદર્શન સાધક બની શકાય. અહીં ગુણભાવદૃષ્ટિને વરેલો પુણ્યશાળી માનવ અન્ય ગુણસંપન્ન (સવિશેષપ્રમાણ) માનવમાં રહેલાં સૌજન્યતા, સદ્દભાવ અને સભ્ય વાણી-વ્યવહાર જોશે. જે તે વ્યક્તિ રોજિંદી જિંદગીમાં ભલે આપણને દુશ્મન કે વિરોધીવિચારભર્યા સમજે પણ જો આપણે શરૂઆતથી જ તેને સ્નેહ-પ્રેમભાવ સારા ગુણભાવે-વ્યવહારે - ''દુશ્મન પણ મિત્ર બની રહે '' આમ ગુણગ્રાહી દૃષ્ટિ શુભ-સકારાત્મક બની રહે ! ગુણાનુરાગી મનોવૃત્તિએ ગુણવાન પુણ્યાત્માઓનું સાંનિધ્ય હરહંમેશ શાંતિ-આનંદ અને પ્રસન્નતાપૂર્ણ ઉચિત બની રહે !

વિશેષ રજૂ કરું તો - માનવી જીવનયાત્રા દરમ્યાન પોતાના મન-મસ્તિષ્કમાં જેમ જેમ વધુ ગુણો-સાત્વિકભાવો સંગ્રહ કરતો જાય ત્યાં અન્યનાં દોષો-ઉણપો જોવાની દોષવૃત્તિ-દોષદૃષ્ટિનું દહન થાય, દોષો-વૃત્તિઓ-દુર્ભાવ શમે-બળે ! આપણાં કુટુંબ કલીલા-પરિવાર, મિત્રવર્તુળ-સગાંસ્નેહી કે રોજીરોટી સ્થળે આપણને ગમતી કે ન ગમતી અન્ય વ્યક્તિઓ કે માનવીઓની ભૂલો તરફ અણગમો, અરૂચિ કે અજંપો-અશાંતિ વધે ત્યાં અન્યોની ભૂલો-નબળાં પાસાઓને ક્ષમાબળે-માફી આપી ભૂલી જતાં માનવીના અંતરમાં પ્રકાશ-ઉજાશ-શાંતિ પથરાય. અહીં સમભાવે-સમાધાનવૃત્તિએ અન્ય માનવીઓને ચાહવાના છે - સ્વીકારવાના છે - સદ્દગુણોની દ્રષ્ટિ નોંધ લઈ ! આમ ગુણદર્શને માનવીની જીવનશૈલી મધુર બને, ઉમંગ-ઉત્સાહ હૈયે ઉભરાય !

સર્જનાત્મક વિચારવૈભવ : 

જે માનવમાં નિર્મળતા, પવિત્રતા, સત્યપ્રીતિ-ધર્મપ્રીતિ તેમજ હૃદયયશુધ્ધિનાં સદ્દગુણો નોંધપાત્ર માત્રામાં હોય ત્યાં સદ્દગુણોનાં ગુણગ્રાહીદર્શને માનવીને આદર-સન્માનભાવે અવશ્ય નમસ્કાર કરવા રહ્યાં-ગુણદૃષ્ટિની કેળવણીએ ! મધુરછંદા ઋર્ષિ જગમાં સર્વત્ર મધુરતા જ જોતાં અને આનંદમાં-મધુરતાનાં નાદમાં મ્હાલતાં-ગુણગ્રાહી દ્રષ્ટિએ ! જે માનવીએ જીવનયાત્રામાં ક્રોધ, કામ, મોહ-માયા-લોભ-રાગ-દ્વેષ-અહમ્-ઈર્ષ્યા કાબુમાં રાખ્યા છે. ઈન્દ્રિયો દ્વારા તે જનને ''જ્ઞાાની-ગુણીજન ગુણદર્શને'' અભિનંદિત કરવા- આદર કરવાં તો ગુણો, શિક્ષા-સંસ્કાર-સ્વાધ્યાય-અધ્યાત્મભાવ પ્રત્યે અનુરાગનો ઉદય થાય !