પુલકીત સમ્રાટ : આ લાઇનમાં કોન્ટેક્ટસ ખૂબ જરૂરી છે

- 'છ વર્ષ પહેલાં મને ડીપ્રેશનની અસર થઇ ગઈ હતી. શું કરવું અને કઇ સારવાર કરાવવી તેની મને કાંઇ જ ખબર નહોતી. તે વખતે મારી પત્ની કૃતિએ મને સાચવી લીધો ને હું સમય જતાં સંપૂર્ણ સાજોનરવો થઇ ગયો.'
પુલકીત સમ્રાટ ટેલિવિઝનનો અને હિન્દી ફિલ્મ જગતનો પ્રતિભાશાળી અને મહેનતુ અભિનેતા છે.પુલકીત સમ્રાટે 'સાસ ભી કભી બહુ થી' (૨૦૦૦)થી તેની અભિનય કારકિર્દી શરૂ કરી છે. સુપરહીટ ટીવી સિરિયલોની નિર્માત્રી એકતા કપૂરની આ સિરિયલમાં કામ કર્યા બાદ પુલકીત સમ્રાટને બોલિવુડમાં પણ તક મળી.
પુલકીત સમ્રાટે કહે છે, મારી કારકિર્દીમાં ઘણા આરોહ-અવરોહ આવ્યા છે. મેં જોકે મક્કમ મનોબળથી તેનો સામનો કર્યો છે. મને જે કાંઇ સફળતા મળી છે તેમાં મારી મહેનત છે. હું મારા કામને પૂજા સમજું છું. હું સતત કંઇક ને કંઇક નવું અને સર્જનાત્મક કહી શકાય તેવું કામ કરવા ઇચ્છું છું. તમે જે તબક્કે સંતોષ માની લો અટલે તમારી કારકિર્દી પર પૂર્ણવિરામ આવી જાય. તમે મહેનત ન કરો.
હું 'સાસ ભી કભી બહૂ થી' ટીવી સિરિયલમાં કામ કરતો હતો ત્યારે કેમેરા વર્ક, કેમેરાના જુદા જુદા પ્રકારના લેન્સ, લાઇટિંગ વગેરે ટેકનિકલ બાબતોનું જ્ઞાાન પણ મેળવ્યું. આ ટેકનિકલ જ્ઞાાન મારી કારકિર્દી દરમિયાન જરૂર ઉપયોગી બનશે એવો વિશ્વાસ છે.
મને ટીવીની દુનિયામાં ઘણો પ્રેમ પણ મળ્યો છે. સમય જતાં મને હિન્દી ફિલ્મ જગતમાં તક મળી ત્યારે પણ ઘણો સહકાર મળ્યો. મને નિર્માતા કુમાર મંગતની ફિલ્મ 'ફુક્રે' (૨૦૧૩)માં તક મળી ત્યારે તેમણે મને ઘણી ઉપયોગી બાબતો શીખવી. 'ફુક્રે' ફિલ્મ રજૂ થઇ અને દર્શકોએ ઉમળકાભાર વધાવી લીધી ત્યારે હું બહુ ખુશ થયો હતો. વળી, દર્શકોને મારો અભિનય પણ ગમ્યો છે. બોલિવુડમાં મારા નામ અને કામની નોંધ લેવાઈ. મને એવો વિચાર આવ્યો હતો કે હવે બીજા નિર્માતાઓ અને દિગ્દર્શકો તેમની નવી ફિલ્મમાં આમંત્રણ આપશે. જોકે મને મારા અનુભવ પરથી બરાબર સમજાયું છે કે ફિલ્મ જગત હોય કે અન્ય કોઇ ક્ષેત્ર, કામ કાંઇ સામે ચાલીને તમારી પાસે નથી આવતું. તમારે તમારા ક્ષેત્રમાં આગળ વધવા અને સફળતા મેળવવા રીતસર પુરુષાર્થ કરવો પડે છે. તમારે ઠંડી, ગરમી, વરસાદ, પર્વતો, સુવિધા વગરના અંતરિયાળ પ્રદેશો, રણ એમ તમામ પરિસ્થિતિમાં કામ કરવા તન-મનથી તૈયાર રહેવું જરૂરી છે.
ઉપરાંત, હું ફિલ્મ જગતમાં એક બહુ જ મહત્ત્વની બાબત શીખ્યો છું કે એક કલાકાર તરીકે સંપર્ક પણ રાખવા જરૂરી છે. સિનિયર કલાકારોને, નિર્માતાઓને અને દિગ્દર્શકોને તમારી પ્રતિભા, કુશળતા, આવડત વગેરે પાસાંની માહિતી હોય તો તેઓ તમને જરૂર યાદ કરશે. તમારી સાથે કામ કરવા તૈયાર થશે. તમને સહકાર પણ આપશે. હું મારા અંગત જીવનમાં પણ સતત નવી અને જીવન ઉપયોગી બાબતો શીખતો રહું છું. ઉદાહરણરૂપે કહું તો મને દિલ્હીમાં બાળપણથી જ મારી માતાએ દેવ - દેવીઓની પૂજા, મંત્રોચ્ચાર, આરતી, વ્રત, તપ વગેરે ઉત્તમ અને ઉજળા સંસ્કાર આપ્યા છે. હું નાનો હતો ત્યારે મારી માતા વહેલી સવારે દરરોજ મંદિરે લઇ જતી. પોતે દેવ -દેવીની પૂજા કરતી તે સમજાવતી અને મને પણ પૂજન-અર્ચન શીખવતી. રક્ષાબંધન, હોળી, નવરાત્રિ, દીપાવલી વગેરે તહેવારોની ઉમંગભેર ઉજવણી કરતી. જરૂરિયાતવાળાં લોકોને ભોજન, વસ્ત્રો વગેરે આપતી.
અમે અમારા મોટા સંયુક્ત પરિવારમાં ભરપૂર આનંદ કરતા આજે મારી માતા આ દુનિયામાં નથી. આમ છતાં મેં મારી માતાની શ્રદ્ધા અને સેવા ભાવના જાળવી રાખી છે. મને આજે આ બધા સંસ્કારનું ફળ મળી રહ્યું છે. માર્ગદર્શન મળી રહ્યું છે. અને એટલે જ તો હું બીજાંઓને માન-સન્માન, સહકાર, નમ્રતા, સેવા વગેરે ઉમદા બાબતો વિશે કહું છું.
મારા જીવનમાં મારી માતા સહિત મારી ધર્મપત્ની કૃતિ ખરબંદાનું બહુ જ મહત્વ છે. કૃતિ પણ અભિનેત્રી હોવાથી અમે બંને ઘણાં વ્યસ્ત રહીએ છીએ. અમે બંને ફિલ્મ કલાકાર હોવાથી એકબીજાને બહુ સારી અને સાચી રીત સમજી શકીએ છીએ. ખાસ કરીને મારા જીવનમાં કૃતિના આગમનથી પ્રેમ, શાંતિ, શિસ્તનો સરસ માહોલ સર્જાયો છે. આજથી લગભગ છ વર્ષ પહેલાં મારા જીવનમાં અને કારકિર્દીમાં ઘણી ઘણી ઉથલપાથલ થઇ હતી. મને ડીપ્રેશનની અસર થઇ હતી. શું કરવું અને કઇ તબીબી સારવાર લેવી તેની મને કાંઇ જ માહિતી કે ખબર નહોતી. બરાબર એ જ તબક્કે કૃતિએ અમુક ચોક્કસ થેરપી લેવા સમજાવ્યો હતો. મેં એની સલાહથી તબીબી સારવાર લીધી અને સમય જતાં સંપૂર્ણ સાજોનરવો થઇ ગયો. હું આજે જે કાંઇ છું તેના બધો યશ મારી ધર્મપત્ની કૃતિને છે કારણ કે તેણે મને સાચવી લીધો છે.
આજે અમે બંને ફિલ્મ જગતમાં છીએ એટલે ઘણી રાહત પણ રહે છે. અમે અમારી વ્યસ્તતા, પડકારરૂપ પરિસ્થિતિ, મહેનત, અમારી ફિલ્મનાં પાત્રોની તૈયારી વગેરે પાસાં વિશે એકબીજાં સાથે મોકળા મને ચર્ચા કરીએ છીએ. એકબીજાંને ઉપયોગી સલાહ-માર્ગદર્શન આપીએ છીએ. અમે પતિ-પત્ની તરીકે એકબીજાના શોખ અને ગમતીલી બાબતોનું પણ સન્માન કરીએ છીએ. મને ગીત-સંગીતનો કરવી જોઇએ. મારી તે પ્રાર્થનામાં પવિત્રતા અને સત્યનો ઉજાસ હશે તો બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ મને સહાય કરશે. બસ, ખરું કહું તો મારા જીવનનું આ જ પરમ સત્ય છે.








