Magazines

પ્રતિભા રાન્તા : પ્રશંસા સાથે તો જવાબદારી પણ આવે છે .

By GS TEAM
7 May 20262 mins read
પ્રતિભા રાન્તા : પ્રશંસા સાથે તો જવાબદારી પણ આવે છે                                   .

- 'મને નાનપણથી નૃત્ય અને ફેશનમાં ખૂબ રસ પડે છે. રેમ્પવોક કરવાની અનુભૂતિ તમને એક અલગ જ વિશ્વમાં લઈ જાય છે. આ એક અનેરી અનુભૂતિ છે...'

 - 'હું નવી સ્ક્રિપ્ટ શોધી રહી છું, લોકોને મળી રહું છું અને મારા નવા ઓટીટી શો 'રિવોલ્યુશનરીઝ'ની રાહ જોઈ રહી છું... ' 

'લાપતા લેડીઝ'ની અભિનેત્રી પ્રતિભા રાન્તાએ તાજેતરમાં જ એક ફેશન વીકમાં ભાગ લીધો અને રેમ્પ પર કેટવોક કર્યું, જેને કારણે તે અત્યંત ખુશખુશાલ થઈ ગઈ. આ ઘટનાને કારણે તે ઘણી રોમાંચક બની ગઈ. તેણે કહ્યું, 'મને નાનપણથી નૃત્ય અને પ્રદર્શન ખૂબ ગમતું હતું. માત્ર ત્યાં હોવાનો અથવા રેમ્પવોક કરવાની અનુભૂતિ જ તમને એક અલગ વિશ્વમાં લઈ જાય છે. આ એક અનેરી અનુભૂતિ છે.'

'જો કે તેમાં પડકારો પણ આવે છે અને તેનો પણ સામનો કરવો પડે છે. રેમ્પ પર ચાલવું એ કંઈ સરળ કામ તો નથી જ. પાશ્ચાદ્ભૂમાં આ તો એક પ્રકારનું ગાંડપણ હોય છે. અંતે તો લોકો સ્ટેજ પર શું જુએ છે? : આ સમજવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. તમારે ડિઝાઈનર સાથે ફેરફારો અને ફિટિંગ વિશે ચર્ચા કરવી પડે છે. આ તો સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે,' એમ પ્રતિભાએ શેર કર્યું.

પોતાની સ્ટાઈલ-પસંદગી વગેરે માટે વાત કરતાં પ્રતિભાએ કહ્યું, 'અલબત્ત, આરામ પહેલા આવે છે, પરંતુ સેલિબ્રિટીઝે અલગ-અલગ પ્રસંગોએ ચોક્કસ રીતે પોશાક પહેરવો પડે છે. જ્યારે તમે કોઈ આઉટફિટ પહેરો છો ત્યારે તમે કેવું અનુભવો છો તેના પર બધો આધાર રાખે છે. તમારી ટી-શર્ટ અને જિન્સ પણ તમારા હાથમાં હોય છે અને તેને સ્ટાઈલથી ચમકાવે છે તે મહત્ત્વપૂર્વ છે. ઔપચારિક પ્રસંગોની વાત આવે ત્યારે મને કાળા ગાઉનમાં સૌથી વધુ આરામદાયક અનુભૂતિ આપે છે. કાળો અને શ્વેત રંગ તો બહુમુખી છે, પરંતુ મારો પ્રિય રંગ તો જાંબલી (પર્પલ) રંગ છે. મને તો આ રંગ ખૂબ જ ગમે છે,' એમ પ્રતિભાએ ઉમેર્યું.

'લાપતા લેડીઝ' માટે વ્યાપક પ્રશંસા મેળવ્યા પછી, અભિનેત્રીએ સ્વીકાર્યું કે 'અપેક્ષા પર ખરા ઉતરવાનું દબાણ વધી ગયું છે. 'લાપતા લેડીઝ'માં મારા કામ માટે મને મળેલા પ્રેમ અને આશીર્વાદ માટે હું આભારી છું, પરંતુ પ્રશંસા સાથે જવાબદારી પણ આવે છે. હું નવી સ્ક્રિપ્ટ શોધી રહી છું. લોકોને મળી રહું છું અને મારા નવા ઓટીટી શો 'રિવોલ્યુશનરીઝ'ની રાહ જોઈ રહી છું,' એમ તેણે કહ્યું હતું.

રોહિત સરાફ સાથે ડેટિંગની ચર્ચા

પ્રતિભા 'રિવોલ્યુશનરીઝ'માં રોહિત સરાફ સાથે કામ કરી રહી છે અને તેના ડેટિંગની અફવા પણ ફેલાઈ છે. જ્યારે તેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હું આ બાબતમાં કોઈ ટિપ્પણી કરવા માગતી નથી.'