Magazines

પૂજા ભટ્ટનો ધડાકો : મારા મા-બાપને છૂટા પાડવા બદલ સોની ગિલ્ટીફીલ કરતી

By GS TEAM
11 Jun 20262 mins read
પૂજા ભટ્ટનો ધડાકો : મારા મા-બાપને  છૂટા પાડવા બદલ સોની ગિલ્ટીફીલ કરતી

- મેં મારી માતાનું દુ:ખ જોયું અને અનુભવ્યું એવું કહેવાની સાથોસાથ  એક્ટર-ડિરેક્ટર પુત્રી ઉમેરે છે કે મારા પેરેન્ટ્સને કાયમ એકબીજા સાથે શિષ્ટાચાર અને વિવેક જાળવ્યો છે

ફિલ્મમેકર  મહેશ ભટ્ટ પોતાના મૂવીઝ કરતા પોતાની  પર્સનલ લાઈફને કારણે વધુ ન્યુસમાં  રહ્યા છે. ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકો દરમ્યાન  ભટ્ટના સદ્ગત અભિનેત્રી પરવીન બાબી સાથેના લગ્નેતર સંબંધો અન ેપછીથી એમના એક્ટ્રેસ સોની રાઝદાન સાથેના બીજા મેરેજ અખબારોની  હેડલાઈન્સ બન્યા હતા.  હવે એમની પહેલી પત્ની કિરણ ભટ્ટથી થયેલી સૌથી મોટી પુત્રી પૂજા ભટ્ટ (૫૪)એ એવો ધડાકો કર્યો  છે કે સોની રાઝદાન એમના મહેશ ભટ્ટ સાથેના  સંબંધને લઈને અપરાધભાવ (ગિલ્ટી ફીલિંગ)  અનુભવતા હતા.

તાજેતરના એક પોડકાસ્ટમાં  કુમૂરમાં સોની સાથેનો એક જૂનો વાર્તાલાપ યાદ કરતા   પૂજા ભટ્ટ કહે છે, ' સોનીએ એ વખતે  મારી સાથે  દિલ ખોલીને  વાત કરી હતી.  એણે ત્યારે કબુલ્યું  હતું  કે પૂજા,  હું ગિલ્ટી બહુ જ.  ગિલ્ટી  ફીલ કરી રહી છું.   મેંપણ એને મારા હૃદયમાં  રમતી વાત કહ્યું, 'સોની, એક વાત સ્પષ્ટ  છે કે તું કોઈ મજબૂત  બંધનને તોડી ન શકે.  કોઈપણ રિલેશનશીપમાં તિરાડો ન હોય અને  કશુંક ખૂટતું  ન હોય ત્યાં સુધી   કોઈ એમાં ફાચર ન મારી શકે. તે નહિ તો બીજા કોઈએ મારા મમ્મી-ડેડી વચ્ચેની રિલેશનશીપમાં એન્ટ્રી કરીહોત.

પૂજાએ પોડકાસ્ટમાં  એવો પણ ઘટસ્ફોટ કર્યો  કે મને મારી મમ્મી  પહેલા મહેશ ભટ્ટ અને સોનીના  અફેરની  જાણ હતી. એમણે (મહેશ ભટ્ટએ મને એકવાર ઊંઘમાંથી જગાડી કહ્યું  કે મારે તને એ કહેવું  છે કે  હું એક બીજી સ્ત્રીના પ્રેમમાં છું. અને  એના માટે ઘર છોડવાનો છો. એનો અર્થ એ વો નથી  કે હું તને ઓછો  પ્રેમ કરું છું. હું હમેશાં તારી પડખે  રહીશ. એ સાંભળી મેં  મનમાં વિચાર્યું  કે આગર વો (ડેડી)  મુઝે નહીં કહેગા તો કિસકો કહેગા?'

મેં  મારી માતાનું દુ:ખ જોયું અને અનુભવ્યું  એવું કહેવાની સાથોસાથ  એક્ટર-ડિરેક્ટર પુત્રી   ઉમેરે છે કે મારા પેરેન્ટ્સને કાયમ એકબીજા સાથે શિષ્ટાચાર અને વિવેક  જાળવ્યો છે.

મહેશ અને  કિરણને  બે સંતાન છે - દીકરી પૂજા અને ફિટનેસ ટ્રેનર એક્ટર પુત્ર રાહુલ ભટ્ટ.  જ્યારે મહેશ ભટ્ટ અને સોની રાઝદાન ૨૦મી એપ્રિલ, ૧૯૮૬માં પરણ્યા બાદ બે પુત્રીઓના પેરેન્ટ્સ બન્યા. એમની મોટી પુત્રી આલિયા બોલીવૂડની  ટોપ એક્ટ્રેસ છે જ્યારે નાની શાહીન  ભટ્ટ લેખિકા છે.