રક્તમાં હેમોગ્લોબિન વધારતા ખાદ્યપદાર્થો
રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જવાથી વ્યક્તિ કમજોર થઇ જાય છે અને થાક બહુ જલગી લાગે છે. ચાલતી વખતે શ્વાસ ભરાઇ જવા જેવી પણ સમસ્યા થાય છે. દવાની સાથેસાથે હેમોગ્લોબીન વધારતા ફળો લેવાથી ઝડપથી ફાયદો થાય છે.
બીટ
બીટમાં કેલ્શિયમ, આર્યન અને વિટામિન એ સમાયેલા છે. ઉપરાંત તેમાં વિટામિન સી, ફોલિક એસિડ, ફાયબર, મેગનેશિયમ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે જેથી બીટ ખાવાથી રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે.
તરબૂચ
તરબૂચમાં ૯૧ ટકા પાણી સમાયેલું હોય છે. તેમાં છ ટકા સાકર અને બહુ ઓછી ચરબી હોય છે. તરબૂચ ખાવાથી વિટામિન એ, બી૬ અને સી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લ્કોકોપેન. એન્ટીઓક્સિડન્ટ અને અમીનો એસિડ પણ મળે છે. સાથેસાથે તેમાં પોટેશિયમ પણ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.
ટામેટા
ટામેટામાં વિટામિન ઇ પ્રચુર માત્રામાં સમાયેલુ ંહોય છે. આ ઉપરાંત તેમાં થિયામિન, નિઆચિન, વિટામિન બી૬, મેગ્નેશિયમ, ફોક્સફરસ અને કોપર, ફાયબર,વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ સમાયેલા હોય છે. જે રક્તમાં હેમોગ્લોબીનના પ્રમાણને વધારે છે.
ગાજર
ગાજરની ગણના હેલ્ધી ફુડ તરીકે થાય છે. તેમાં બિટા-કેરોટીન, ફાયબર, વિટામિન કે, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટસ સમાયેલા છે.
બદામ
બદામમાં પ્રોટીન, ફાયબર, વિટામિન ઇ, મેગ્નેશિયમ, રિબોફ્લાવિન, કેલ્શિયમ અને પોટેશિયમની માત્રા હોય છે.
આલકુલ (શલજમ)
આલકુલમાં બહુ અધિક માત્રામાં મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટસ અને ફાયબર સમાયેલા છે. જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. શલજમમાંથી વિટામિન સી પણ પ્રચુર માત્રામાં સમાયેલું છે.
સ્ટ્રોબેરી
સ્ટોરેબેરીમાં વિવિધ વિટામિનની સાથેસાથે ફાયબબર અને એન્ટિઓક્સિડન્ટસ સમાયેલા છે.તેના સેવનથી ચરબી, સોડિયમ તેમજ કોલસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી. તે મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધારે છે.
ખજૂર
ખજૂરમાં કોપર, મેગ્નેશિયમ, વિટામિન બી૬, નિઆચિન, પેન્ટોથેનિક એસિડ અને રિબોફ્લાવિન સમાયેલા છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબીની માત્રા ખજૂરના સેવનથી શરીરમાં જળવાઇ રહે છે.
દાડમ
રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય તો દાડમનું સેવન કરવું જોઇએ. દાડમના દાણા ખાવા વધુ ફાયદાકરક હોય છે. તેથી જ્યૂસ કરતા દાણાનું સેવન કરવું.
ગોળનું પાણી
ગોળના સેવનથી રક્તમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. પરંતુ ગોળનું પાણી નિયમિત પીવાથી અસર જલદી થાય છે. રાતના કાચના એક ગ્લાસમાં ેક ચમચો ગોળ નાખી પાણી ભરીને રાખી દેવું. સવારે ઉઠીને પાણીને ગાળી લેવું તેમાં સ્વાદ વધારવા માટે લીંબુ અને સંચળ ભેળવી શકાય છે.
કાળી દ્રાક્ષ
શરીરમાં હેમોગ્લોબીનની કમી, પેટ સાફ ન આવવા જેવી સમસ્યામાં કાળી દ્રાક્ષનું સેવન કરવું જરૂરી છે. તેનાથી રક્તમાં હેમોગ્લોબીન જલદી વધે છે. સવારે અથવા રાતના એક બાઉલમાં કાળી દ્રાક્ષને પલાળી દેવી અને સવારે અથવા સાંજના તેને ચોળીને દ્રાક્ષ ખાિ જવી અને પાણી પી જવું.
નારિયેળ પાણી
રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછુ ંહોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. એવામાં નાળિયેર પાણીના સેવનથી હેમોગ્લોબીનનું સ્તર સુધરે છે અને વાળ ખરતા અટકે છે.
જામફળ
પાકેલા જામફળનું સેવન હેમોગ્લોબીન વધારે છે. મહિલાઓએ પાકુ જામફળ ખાવું જોઇએ જેથી રક્તમાં કુદરતી જ હેમોગ્લોબીન વધે છે.
આમળા
આમળા ના સેવનથી શરીરમાં વિટામિન સીની પૂર્તિ થાય છે. વિટામિન સી શરીરમાં ઓછું થઇ જાય તો પણ હેમોગ્લોબીનનું સ્તર ઓછું થઇજાય છે. તેથી આમળાનો મુરબ્બો,આમળાનું શરબત તેમજ આમળાને વિવિધ રીતે સેવન કરવાથીફાયદો થાય છે.
તલ
તલમાં પ્રચુર માત્રામાં પોષક તત્વો સમાયેલા છે. તલને બે કલાક પાણીમાં ભીંજવી લેવા. પાણીને ગાળીને તેની પેસ્ટ બનાવી લેવી. મધ સાથે ભેળવીને દિવસમાં બે વખત સેવન કરવું.
અંજીર
અંજીરમાં હેમોગ્લોબીન વધારવાની ક્ષમતા છે. ત્રણઅંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી હેમોગ્લોબીન ઝડપથી વધે છે.
- મિનાક્ષી