ચરબી દહન કરતા ખાદ્યપદાર્થો
આધુનિક યુગમાં જંકફૂડનું સેવન વધી રહ્યું છે. પરિણામે આહારમાં ચરબી વધારતા ખાદ્યપદાર્થો નું પ્રમાણ વધી ગયું છે. તેથી સ્વાસ્થયની કાળજી રાખવા માટે રોજિંદા જીવનમાં એવા આહારનો પણ સમાવેશ કરવો જોઇેએ જેનાથી શરીરમાંની વધારાની ચરબી બળી જાય.
ઓટસ: ઓટ્સનો ફક્ત સ્વાદ જ સ્વાદિષ્ટ નથી હોતો, તે તમારી ભૂખને પણ નિયંત્રિત કરે છે. ઓટસમા ફાઇબર હોય છે જે શરીરમાંના કોલેસ્ટેરોલના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે.
ટામેટા: ટામેટા શરીરમાંથી વસાને ઓછા સમયમાં જ દૂર કરવામાં સહાયક છે. ટામેટાના સેવનથી કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે. તેથી જ ટામેટાને રોજિંદા આહારમાં સ્થાન આપવું.
લીલું મરચું: લીલા મરચામાં કેપ્સેસિન હોય છે, જે શરીરના ગ્રોથ સેલ્સને વિકસિત કરવામાં મદદ કરે છે અને ઓછા સમયમાં ચરબી બાળે છે.
ગ્રીન ટી: ગ્રીન ટીનું સેવન વજન ઘટાડવા માટે ઉપયોગી મનાય છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટસ શરીરના વજનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. સારા પરિણામ માટે નિયમિત બે કપ ગ્રીન ટી પીવી જોઇએ.
સફરજન: સફરજનમાં એન્ટિઓક્સિડન્ટસ અને સપ્લીમેન્ટસ હોય છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેમાં પેકટિન હોય છે, જે શરીરમાંના ફેટ સેલ્સના પ્રમાણને ઓછા કરવામાં સહાયક છે.
ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનાઇડસ હોય છે. તેમાં એન્ટીફ્લેમેટરી ગુણ બ્લડ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે અને રક્તમાં સિરોટોનિનનું ગ્રોથ વધારીને શરીરની ચરબી બર્ન કરે છે.
ઇંડા: ઇંડા પ્રોટીનનું ઉત્તમ સ્ત્રોત છે. તેમાં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેથી માંસપેશિયઓ બનાવામાં મદદ કરે છે. તેમજ ગુડ કોલેસ્ટેરોલ વિકસિત કરે છે.
લસણ: લસણમાં એલિસિન સમાયેલું હોય છે, જે એન્ટિ બેકટેરિયલ ગુણ ધરાવે છે. તે ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટેરોલનો પણ નાશ કરે છે.
મધ: શરીરની ચરબી બાળવા માટે મધ સર્વશ્રેષ્ઠ છે. તેથી મધને હુંફાળા પાણી સાથે નિયમિત પીવું જોઇએ.
વ્હીટ ગ્રાસ: વ્હીટ ગ્રાસ એટલે કે ઘઉંના જવારા શરીરમાંના મેટાબોલિઝમ વધારીને ચરબી બાળવામાં મદદ કરે છે.
- મીનાક્ષી