સાદામાં સાદો પણ અદ્ભુત વાયુ હાઇડ્રોજન
સૂર્યનો ગોળો હાઇડ્રોજન અને હિલિયમ વાયુના મિશ્રણનો બનેલો છે. બંને વાયુઓ પરસ્પર પ્રક્રિયા કરી પ્રચંડ ઉર્જા પ્રસારિત કરે છે. હાઇડ્રોજન પૃથ્વી પર સંયોજન સ્વરૂપે મળી શકે છે. તે અત્યંત હળવો હોવાથી સામાન્ય તાપમાને સપાટીની નજીક રહી શકતો નથી. હાઇડ્રોજન કુદરતી જ સૌથી હળવું અને સાદુ દ્રવ્ય છે.
પ્રાણીઓના શરીરમાં પણ હાઇડ્રોજનની મહત્ત્વની ભૂમિકા છે. પેટ્રોલિયમ પેદાશોમાં હાઇડ્રોજનના સંયોજનો છે. વિજ્ઞાાનીઓએ હાઇડ્રોજન વાયુ પેદા કરીને વિવિધ ઉપયોગો શોધી કાઢયા છે. હાઇડ્રોજન વડે ભવિષ્યમાં વાહનો પણ ચાલી શકશે.