ફોટો સ્ટોરી : વાર્તાલાપ કે કહો સતસંગ
- ફોટો સ્ટોરી : ઝવેરીલાલ મહેતા
આપણા ગુજરાતી સમાજમાં બે અજાણી વ્યક્તિઓ પહેલીવાર જ મળી હોય અને એમનાં વાર્તાલાપ કે કહો સતસંગ ક્યાંક નિરાંતની બેઠકમાં લાંબો સમય ચાલ્યો હોય ત્યારે અજાણ્યા મટી જઇને જાણીતા બનીને છૂટ્ટા પડતા એક બીજાના સરનામા માગીને આપએ હવે પાછી ચોક્કસ મળીશું એવા ભાવિ આશાવાદ સાથે બન્નેનું વ્હાલથી ''આવજો'' થઇ જાય છે...વાત એવી છે કે બે અજાણ્યા જણ લાંબી મુસાફરીએ નીકળ્યા હોય એમ ટ્રેઇનના એક જ ડબ્બામાં-અડખેપડખેની બેઠક પર આ બે પાત્રોમાંનો એક જણ અખબાર વાંચવામાં મશગૂલ હતો - તો આપણો આ બીજો પ્રવાસી, પસાર થથી ટ્રેઇનની બારી આરપાર દ્રષ્યો નિહાળતો પણ કંટાળી ગયેલો દેખાતો હતો. પરંતુ એકાદ-બે સ્ટેશનો બાદ સાવ નિરૂત્તર બની ગયેલા પેલા ભાઈએ ''જરા છાપુ આપશો?'' એમ કહીને એકબીજા સાથે વાતો કરવાની સંભાવનાની શરૂઆત કરી...આ પ્રવાસી એવી બન્ને વ્યક્તિઓ પીઢ ઉપરની હોવાથી સમય પસાર કરવા ''આપ શું કરો છો ?'' થી માંડીને સંસારમાં કેટલા દીકરા-દીકરી ? એવો બન્નેની જરૂરિયાતવાળો સવાલ પૂછાયો તો સામેની વ્યક્તિએ છાપુ વાંચવાનું સંકેલી નાખ્યું અને એને સાંસારિક રસ પડયો હોય એક આ પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું મારે બે દીકરા અને એક દીકરી છે. આ ત્રણેય સંતાનો હજી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ દીકરીની ઉમર થતાં અમે એના માટે સારા મુરતિયાની શોધમાં છીએ. આપણે અચાનક જ એક જ જ્ઞાાતિના અને વળી સંબંધ બાંધીને સગા બનાવવાને લાયક લાગ્યા છો. આ સાંભળીને પ્રવાસીને ...આત્મીયજન જેવા બની ગયેલા પાત્રએ જવાબ આપ્યો. મારો દીકરો એમએસસીની પરીક્ષામાં સારા નંબરે ઉતીર્ણ થઇ જતાં હવે એના માટે યોગ્ય પાત્રની તપાસ કરી રહ્યા છીએ. એકબીજાના સંવાદો દરમિયાન ટ્રેઇન જંક્શન સ્ટેશને ઉભી રહેતા ''લ્યો આ મારૂ કાર્ડ. આપણે અરસપરસ આ બાબતમાં સંપર્કમાં રહીશું.'' સમય હોવાથી બન્નેએ અહિં પ્લેટફોર્મ પર ચા પાણી પીધા અને આ ડબ્બામાં તો ઘણા પેસેન્જરો બેઠેલા હતા. પરંતુ જાણ ડબ્બામાં પોતાની સીટ પર આ ભાઈ ''એકલા'' પડી ગયા હોય એવો ભાવ એણના ચહેરા પર વંચાઈ રહ્યો હતો. એણનું પણ સ્ટેશન આવી ગયું. એણનો આજ્ઞાાકિત દીકરો કારમાં પપ્પાને લેવા સ્ટેશને આવ્યો હતો. બાપ-દીકરો બંને ખુશ હતા. પ્રવાસની બધી વાતો ઘરે પહોંચી રાત્રે વાળુપાણી કરીને નિરાંતે કુટુંબકબીલા સાથે બેઠા ત્યારે આ અકસ્માતે મળેલી એકભૂતિની વાતો દીકરો-દીકરી તથા પત્નીને વાકેફ કરી, જોઇએ, શું અભિપ્રાય મળે છે ?