પર્યુષણ પર્વ : જૈનોની યુવાપેઢી શું માને છે?

વર્તમાનના વાતાવરણને કારણે હમણાં ધાર્મિક આચરણમાં પણ ઠીક ઠીક મંદતા આવી જવા પામી છે. આમ છતાં પણ જૈન સંઘોમાં હજી પણ પર્યુષણની આરાધના કરનારો વર્ગ ઘણો મોટો છે. આ પર્વની આરાધના ખૂબ જ શાસન પ્રભાવકના પૂર્વક થાય છે. એથી એજૈનો માટે પણ પર્યુષણ પરિચિત પર્વ ગણાય છે. આજની યુવાપેઢી પર્યુષણ પર્વને કેવું અને કેટલું મહત્ત્વ આપે છે તે જાણવા ચાલો મળીએ કેટલાંક યુવા જૈનોને.
કે.સી. કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાયલ શાહ પર્યુષણ દરમ્યાન કોલેજમાં રજા લઈ પર્યુષણ પર્વની આરાધના કરે છે. રોજના, બે પ્રતિક્રમણ, સામયિક, દેવદર્શન, પૂજા, વ્યાખ્યાન અને વધુ તપસ્યા ન થાય તો પણ પહેલાં અને છેલ્લાં દિવસો તો ઉપવાસ કરે જ છે - તેનું માનવું છે કે આજના જુવાનિયાઓએ મક્કમ રહી પણ આ પર્વની આરાધના કરવી જ જોઈએ.
જ્યારે એક માજી નગરસેવકની પુત્રીનું કહેવું છે કે વર્ષ દરમિયાન તો કોઈ આરાધના થતી નથી અથવા તો કારણવશ નથી કરી શકાતી. તેથી પર્યુષણમાં બને તેટલો સમય રાખી પર્વની આરાધના કરું છું અને સર્વધર્મમાં માનીએ છીએ તેતી સંવત્સરીના દિવસ એટલે કે ગણેશચતુર્થીના દિવસે અમે પ્રતિક્રમણ પણ કરીએ છીએ અને ગણેશજીની સ્થાપના પણ કરીએ છીએ. તેનું પણ માનવું છે કે આખા વર્ષ દરમિયાન પર્વના આઠ દિવ તો પાળવા જ જોઈએ.
અમેરિકન નાગરિકત્વ ધરાવતા અને એન્જિનિયરીંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો નીરવ શાહ કહે છે કે ભારતીય સંસ્કૃતિ અને રિતી રિવાજોને લીધે માતા-પિતાએ ફરી ભારત આવી સ્થાયી થવાનો નિર્ણય લીધો હતો. પણ તે આ વાતથી ખુશ છે કારણ કે તે વિદેશમાં રહી ક્યારે પણ સામાજિક સંબંધોનું જીવનમાં શું મૂલ્ય છે તે જાણી ન શકત અને અહીં વિવિધતામાં પણ એકતાના દર્શન થાય છે.
અહીં લોકો નાત-જાતના ભેદભાવ વગર એકબીજાના તહેવારોમાં, સુખ દુ:ખમાં હળી મળીને રહે છે. તે તેને જ સાચો ધર્મ માને છે. તે દ્રઢતાપૂર્વક કહે છે કે પર્યુષણ દરમિયાન જૈન યુવક-યુવતીઓએ મનપૂર્વક યથાશક્તિ આરાધના તો કરવી જ જોઈએ તે તે પોતે પણ પર્યુષણમાં રોજ દેવદર્શન, ચોવિહાર, બે ઉપવાસ અને સંવ્તસરીનું પ્રતિક્રમણ તો કરી જ લે છે. તે આરાધના દરમિયાન ચઢાવા બોલવા સામે સખત વિરોધ દર્શાવે છે. આમ કરવાથી સમયનો વ્યય થાય છે અને આરાધના કરવામાં પણ ખલેલ પડે છે અને પર્યુષણ જેવો જૈનોનો અતિ મહત્ત્વનો તહેવાર ફક્ત શ્રીમંત વર્ગ સુધી કોઈ સિમિત થઈ જાય છે અને ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજા તેનો ક્યારેય લાભ મેળવી શકતી નથી. ક્યાંકને ક્યાંક તેના લીધે પણ કર્મ બંધાય છે.
ગોરેગામમાં રહેતી એક વિદ્યાર્થિની .... જૈન ધર્મનું પાલન કરે છે. તેના લગ્ન વૈષ્ણવ પરિવારમાં થયા છે. છતાંય તે વર્ષ દરમિયાન અને ખાસ કરીને પર્યુષણમાં ચીવટાઈથી પર્વની આરાધના કરે છે. તેમાં તેના પરિવારજનો પણ તેનો પૂરેપૂરોે સહકાર આપે છે. તે પર્યુષણમાં બને તો મૌન રાખવું, જોડાનો ઉપયોગ ન કરવો, કપડા કે વાળ ન ધોવા, ટી.વી. ન જોવું, આખા ધાનનો ઉપયોગ ન કરવો, રોજ એકાસણા અને છેલ્લે દિવસે ઉપવાસ કરવો. રોજ બે સામાયિક, બે પ્રતિક્રમણ, રાત્રિ ભાવના વગેરે દરેકે દરેક આરાધના જે જૈન ધર્મમાં ઉપદેશાઈ છે. તેને આચરવાનો પૂરેપૂરો પ્રયત્નત કરે છે.
આજનો યુવક વર્ગ વધુને વધુ ધર્મ તરફ વળતો જાય છે અને ધર્મ પ્રત્યે સજાગ થતો જાય છે. પર્વ દરમિયાન તેઓ ખૂબ જ ભારપૂર્વક ધર્મની આરાધના કરે છે. રોજ સવારથી - સાંજે ખાધા-પીધા વગર ભગવાનની અંગરચના અને દેરાસરજીને શણગારવામાં મગ્ન થઈ જાય છે. રાત્રિ ભાવનામાં પણ શ્રધ્ધાપૂર્વક ભાગ લે છે. ઉઘાડા પગે ચાલતા પંચતિથિના દર્શન કરવા જાય છે, ધાર્મિક કાર્ય જેવા કે જીવદયા માટે ભંડોેળ એકઠું કરવું, ચૈત્રપરિપાર્ટીનું આયોજન કરવું વગેરે અને હવે તો જેમ હજારો જૈનો દર મંગળવારે અજૈન યુવામિત્રો સાથે પગપાળા કે વાહનમાં સિધ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જાય છે તેમ ઘમા અજૈન યુવક યુવતીઓ જૈન મતિરો સાથે મળી પર્યુષણ પર્વની આરાધનામાં જોડાય છે. અમુક જણ તો અઠ્ઠાઈ તપ અથવા તો પોતાને અનુકૂળ હોય તેવી નાની મોટી તપશ્ચર્યા પણ કરે છે. ચુસ્ત જૈન પરિવારની ફોેરમે જ્યારે વૈષ્ણવ યુવક સાથે લગ્ન કર્યા ત્યારે પોતાનો ધર્મ પાળવામાં કંઈ વધુ તકલીફ ન પડી પણ તેમના ધર્ને અનુસરતા થોડો સમય લાગ્યો. હમણાં જ જ્યારે શીતળા સાતમ ગઈ ત્યારે અસંમજસ ઊભી થઈ કારણ કે તે દિવસે આગલા દિવસે એટલે કે રાંધણ છઠ્ઠના દિવસે રાંધેલું જ ઠંડુ જ ખાવાનું ખાવું પડે તે દિવસો ચૂલો ન સળગાવાય અને જૈન ધર્મમાં તો વાસી ભોજન કરવું પાપ ગણાય આથી તેને વચલો માર્ગ કાઢ્યો તેને આગલા દિવસે એકલા દહીંમાં થેપલા બનાવી બીજા દિવસે દહીં સાથે થેપલા ખાધા કેમ કે જૈનોને એકલા દહીંમાં બનાવેલા થેપલા ચોવીસે કલાક સુધી ખપી શકે છે. આમ તેને બંને ધર્મનું પાલન કર્યું. પેલી કહેવત છે ને કે 'મન હોય તો માળવે જવાય'.
પાર્લામાં રહેતી શીતલ શાહનું કહેવું છે કે જેમ તિર્થોમાં શત્રુંજયનો તેમ પર્વોમાં પરમ પ્રભાવક પર્યુષણનો ખૂબ જ મહિમા છે. પણ તેની માટે તેને કંઈ ખાસ જુદુ નથી કરવું પડતું કેમ કે તે નિયમિત પૂજા, ગુરુવંદન, વગેરે બધું જ કરે છે. તે ઉપરાંત જીવવિચાર, અતિચાર, કર્મગ્રંથનું પણ અધ્યયન કરે છે અને મહારાજસાહેબોને તેનું જ્ઞાન આપે છે.









