Get The App

'પ્રેમ સંદેશો, ઉજાસ પાથરનાર નાતાલપર્વ'

Updated: Dec 18th, 2019

GS TEAM

Google News
Google News
'પ્રેમ સંદેશો, ઉજાસ પાથરનાર નાતાલપર્વ' 1 - image


માનવ ઉધ્ધારક તરીકે પ્રગટ થયેલા ભગવાન ઇસુ ખ્રિસ્ત સમગ્ર જગતના મસીહા શાંતિનો સંદેશો લઈ સારા વિશ્વમાં શ્રદ્ધા, વિશ્વાસ બની રહે તે હેતુએ અવતાર ધારણ કર્યો છે. એવું કહેવાય છે કે, પેલેન્સ્ટાઈનના કોઈ ગામમાં કોઈ એક સ્ત્રીને ગર્ભ રહેશે. અને તે બાળકનો જન્મ થશે, તે મહાન, જગત ઉદ્દારક, મસીહા ઐશ્વર્યગુણ- સભર દિવ્ય તેજોમય તરીકે પૂજાશે, ઓળખાશે તેની વાહ..વાહ..સારા જગમાં થશે. અને તે છે, ભગવાન ઇસુખ્રિસ્ત... આપણે દર ડિસેમ્બર માસની ૨૫મી તારીખે નાતાલ પર્વ ઉજવીએ છીએ.  કહેવાય છે કે ભગવાન 'ઇસુનો જન્મ થયો ત્યારે ચારેબાજુ ઉજાસ પથરાયો, ખેતર જંગલોમાં ઘોર અંધકાર હતો.

તે જગ્યાએ પણ એકાએક પ્રગટ થયેલા પ્રકાશ થકી, ખેતરમાં, વન વગડે કામ કરતા શ્રમજીવીઓ આશ્ચર્ય પામ્યા છે, શુભત્વ થાઓ, પાવન થાઓ. જીવનમાં મંહલમય વિચારો બક્ષો.. ત્યાર પછી આ સફેદ વસ્ત્ર પરિધાનમાં મહાનુભાવોનું વિશાળ મહેરામણનું આગમન થયું. તેઓએ ગૌરવભેર કે અસ્મિતા સારા આકાશ અને ધરતી પર ગુંજન કરવા લાગ્યા. સારું શ્રમજીવી, વનવાસી ઇસુ ભગવાન આગમન સ્થળે જન્મસ્થળે દર્શન માટે ઉમટી પડયા. ભગવાન ઇસુના બાળ સ્વરુપનાં દર્શન કર્યા. સૌ ભાવિકો પાવન થયા. દિવ્ય ભાવના ઉદિત થઈ. ઘણા ખરા ભાવિક ભક્તજનોએ સોનુ, ઝવેરાત, લોબાન, ઘૂષ, સુગંધિત પદાર્થો દ્વારા પૂજન અર્ચન કર્યું. નતમસ્તકે વંદન કર્યા. ભગવાન ઇસુના દર્શન થકી, જીવનમાં પ્રસન્નતા કે, ભાવુક બન્યા.

 ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઈબલના મતાનુસાર સમગ્ર જગતના ઉધ્ધારક કે, પ્રગતિકારક તરકકીનો સંતોષ વ્યકત કરી, આદર્શપૂર્ણ જીવન વ્યતિત કરે, વ્યવહારિક, ધાર્મિક, આર્થિકરીતિ રસમોને બા-અદબ નિભાવીને સારા માનવ સમુદાયમાં પ્રેમાળ, ભાઈચારા, એકતા પરસ્પર આત્મીયતા સભર વ્યકિતત્વ કે પ્રેરક વાતાવરણ બની રહે તે હેતુસર ભગવાન ઇસુનો ઘોર અંધકારમાં તેજસ્વીતા, ઉજાસનો ચમકતો સ્ટાર શુભત્વની શાહી સવારી લઈને નવા વર્ષમાં હર્ષોલ્લાસ, આધ્યાત્મિકતા, પ્રેમ, બાળકોને ચોકલેટ, મીઠાઈ, કેક વગેરે દ્વારા ખુશ રાખવાનો સુખાકારી, જીવનને શુભાષય બની રહે તેવો સંદેશો નાતાલ પર્વમાં મહિમા છે.

ક્રિસમસ વૃક્ષમાં ચમકતા સ્ટારની પ્રતિકૃતિ આકર્ષણનો ઉજાસ ટમટમતાં ઝગારાં મારતી મીણબત્તી- રોશની થકી, ભગવાન ઇસુના ઉજાસ પાથરવાનો મહિમા છે. સમગ્ર માનવસમુદાય, હર્ષોલ્લાસ ભર્યું, દિવાળુ સમું-વાતાવરણ, સમગ્ર વિશ્વ ' હું સુખ પામ્યો, તેવું સર્વ વિશ્વસુખ પામે.' એવો સંદેશો વિશ્વને મળે છે. સારા જગના ફિરસ્તા છે, ભગવાન ઇસુ પ્રેમ- ભાઈચારા, આત્મીયતાના ઉજાસ છે, ઝગારામાં ટમટમતી રોશનીમાં સારું જગ ઐશ્વર્ય, ગુણોથી સભર ધન્યતા, દિવ્યતાની અનુભૂતિ કે અહેસાસ વ્યકત કરે છે. આ રીતે ૨૫મી ડિસેમ્બર નાતાલ, વૃક્ષ, શાન્તાકલોઝની પ્રતિકૃતિનાં દર્શન કરી, નાના- ભૂલકાં તેમજ ગરીબોને તેમનું મનગમતું ભોજન , મીઠાઈ, કેકનું- વિતરણ કરી, ધન્યતા અનુભવે છે.

- પરેશ જે પુરોહિત

Tags :