આંતર સાધનામાં અત્યંત સાવધાન, અને અત્યંત જાગૃત જ રહેવાનું છે

- તમે માત્ર વાંસની ભૂંગળી બની જાવ. તેને જેમ વગાવડી હોય તેમ વગાડવા જ દ્યો. બીજા કહે તેમ ઢોલકિયું વગાડવી તે તો પરતંત્ર ચિત્તમાં સ્થિરતા છે, જે દુખ જ આપે છે,
આ સ્થિતિએ તમો સાધના દ્વારા પહોંચશો એટલે તમોને પોતાને જ તમારા સ્વભાવમાં રહેલી અશુધ્ધીઓ દેખાવા લાગશે.
તમોએ જે જીવનમાં દેખાવ માટે બીજાપાસે સારા લાગવા માટે જે ઢંઢેરા પીટયા હોય છે ખોટા ખર્ચા કર્યા હોય છે, તે અશુધ્ધી લાગે છે, સ્પષ્ટ દેખાય છે. જીવનમાં પાપ અને પુણ્યનો ખ્યાલ વારંવાર તમારા મન ઉપર ધસી જ આવે છે. આવે વખતે તમારે યાદ રાખવું કે તમે તમારી સમગ્ર જાત પરમાત્માના હાથમાં સોંપી જ દીધી છે.
એટલે હવે તે પોતે આ તમારી અશુધ્ધીઓ પણ દૂર કરી આપશે, તમારે માત્ર તેને સંપૂર્ણ સમર્પિત શુધ્ધ અંતરથી થવાનું છે. તમારું કઈ પણ બચવું જોઈએ જ નહિ આમ થતાં જ પાપ અને પુણ્ય બેમાંથી એકે સાથે તમો સંકળાયેલા નથી. માત્ર તમારે તમારી આંતર ધ્યાનની સાધનામાં અત્યંત સાવધાન જાગૃત સત્ય સ્વરૂપ થઈ વર્તમાનમાં જ સ્થિતિ રહેવાનું છે.
બાકી બધુ જ તે પરમાત્મા સાંભળી જ લેશે તમારે માત્રને માત્ર પરમાત્મા પર આત્મિક સત્ય સ્વરૂપ અંતરનો વિશ્વાસ રાખવાનો છે.
જે તેનો આત્મિક સત્યના આધારે ભક્ત બને છે. તેના સર્વ કર્મો તે જ ઉપાડી લે છે. તમારે કશું જ કરવા પણું રહેતું જ નથી.
તમારે તો તમારા આત્મિક સત્યના આધારે જીવીને કર્તા ભાવ અહંકાર અને ફળની આશા છોડી સત્યના આધારે પુરુષાર્થ કરી ધનોપાર્જન કરી તેનો ઉપયોગ જ કરવાનો છે.
બાકી બધું જ તેના પર છોડી જ દ્યો. બસ, તમે માત્રને માત્ર વાંસની ભૂંગળી બની જાવ તેને જેમ વગાવડી હોય તેમ વગાડવાજ દ્યો આનું નામ જ સત્ય સ્વરૂપ ભક્તિ છે એટલું જાણો. બીજા કહે તેમ ઢોલકિયું વગાડવી તેતો પરતંત્ર ચિત્તમાં સ્થિરતા છે, જે દુખ જ આપે છે, ને આજે ભોગવી રહ્યા છો, મન શુધ્ધ નથી ત્યાં દુ:ખ જ હોવાનું તે વાસ્તવિક સત્ય.
- તત્વચિંતક વી. પટેલ









