Magazines

આંતર સાધનામાં અત્યંત સાવધાન, અને અત્યંત જાગૃત જ રહેવાનું છે

By GS TEAM
8 Apr 20262 mins read
આંતર સાધનામાં અત્યંત સાવધાન, અને અત્યંત જાગૃત જ રહેવાનું છે

- જીવનમાં પછી તો એકમાત્ર અસ્તિત્વ કેવળ અસ્તિત્વમાં જ સ્થિત થશો, પછી તમો એમ નહિ જ કહી શકો કે હું કરું છું, પછી તો મારાંથી થઈ રહ્યું છે, એનો સ્પષ્ટ અનુભવ અને અનુભૂતિ થશે

આપણાં આખા જીવનનું યંત્ર કેવી રીતે ચાલે છે. જો તમો તમારા જ સત્યમાં સ્થિર થશો અને આંતર આધ્યાત્મિક ધ્યાનની સાંધના કરી અહંકારનું વિસર્જન કરશો. એટલે તમારા જ આત્માનું સમત્વ એક જ સરખાપણું બધે એક જ આત્મા છે, એક જ પરમાત્મા રહેલા છે, અને તે તમારામા જ બિરાજે છે.

આમ મારા જ આત્મા તરીકે આત્મ જ્ઞાન ઉપર રચાયેલો આત્મ ભાવ જેથી પ્રત્યેક વ્યક્તિ વસ્તુ અને જીવનમાં બનતા તમામ બનાવ પ્રત્યે રહેલો સમાંના ભાવમાં સ્થિત થશો.

જીવનમાં પછી તો એકમાત્ર અસ્તિત્વ કેવળ અસ્તિત્વમાં જ સ્થિત થશો, પછી તમો એમ નહિ જ કહી શકો કે હું કરું છું, પછી તો મારાંથી થઈ રહ્યું છે, એનો સ્પષ્ટ અનુભવ અને અનુભૂતિ થશે.

આ સ્થિતિમાં તમો જોઈ શક્શો અનુભવિ કરી શક્શો કે તમારામાં પ્રકૃતિના ગુણો કઈ રીતે કામ કરી રહ્યા છે, અને તમારું પોતાનું યંત્ર કેવી રીતે ચાલે છે, તે અનુભવી શક્શો.

આ અનુભવ પ્રાપ્ત કરવા પ્રથમ તમારે તમારા ચિત્તને સ્વતંત્ર શુધ્ધ એકાગ્ર કરવું પડશે, એટલે કે કોઈ પણની જોકમાં અને જોકના માલિકોમાં સ્થિત ચિત્ત હોય છે, ત્યાંથી હટાવી તો લેવું જ પડશે, તો જ તમો જાણી શક્શો.

અનુભવી શક્શો અને અનુભૂતિ કરી શક્શો, પછી તમો જ કહેશો કે એતો બધુ ગુણો જ કરી રહ્યા છે. ગુણોના આ કાર્યને તમો બરાબર જાણી શકો તે પહેલા આ બે ભૂમિકામાં એક ખાસ મુશ્કેલી ઉભી થાય છે.         

 (ક્રમશ:)

- તત્વચિંતક વી. પટેલ