Magazines

ઓલિવિયા કૂક હું અને મારાં ડ્રેગન .

By GS TEAM
18 Sep 20252 mins read
ઓલિવિયા કૂક હું અને મારાં ડ્રેગન                   .

'હાઉસ ઓફ ડ્રેગન'માં એલિસેન્ટ હાઈટાવર તરીકે પોતાના રોલથી પ્રસિદ્ધ થયેલી ૩૧ વર્ષીય ઓલિવિયા કૂકે  નમ્ર રહીને પણ વૈશ્વિક મનોરંજન ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. 

ઊંચાઈથી ડરતી હોવા છતાં 'હાઉસ ઓફ ડ્રેગન સીઝન ટુ' માટે એમ્પાયર સ્ટેટ લાઈટિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. .

માનચેસ્ટર નજીક જન્મેલી અને ઉછરેલી કૂક બાળપણથી જ સંગીતમય નાટકોની શોખીન હતી અને આઠ વર્ષની વયે જ તેણે થિયેટરમાં નસીબ અજમાવવાનું શરૂ કરી દીધું. તેનો પ્રારંભિક પ્રયાસ સઘન અભિનય તાલીમની બદલે આત્મવિશ્વાસ કેળવવા બાબતે હતો. ૧૮ વર્ષની વયે એક મિત્રએ તેને વ્યાવસાયિક રીતે ઓડિશન આપવાની સલાહ આપી, જેના પરિણામે તેણે એક એજન્ટ સાથે સહયોગ કર્યો. કૂકને બ્રેકથુ્ર ત્યારે મળ્યું જ્યારે કાસ્ટિંગ ડાયરેક્ટરે  'બ્લેકઆઉટ' અને 'બેટીસ મોટેલ' સહિતના રોલ મેળવવામાં સહાય કરી. ૨૧ વર્ષે અમેરિકી સીરીઝ માટે વેનકુંવર જવાની ઘટના તેના માટે એક મહત્વનો વળાંક સાબિત થઈ. પ્રથમ વાર એકલા રહીને તેને સ્વતંત્રતાનું મહત્વ સમજાયું અને સાથે 'મી એન્ડ અર્લ' તેમજ 'ડાઈંગ ગર્લ' (૨૦૧૫) અને સ્ટીવન સ્પીલબર્ગની 'રેડી પ્લેયર વન' (૨૦૧૮) જેવા પ્રોજેક્ટ સાથે પોતાની કારકિર્દી ધીમી પણ મક્કમ ગતિએ ઘડવાની શરૂઆત કરી. વીસ વર્ષની વયે ૨૦૧૯માં કૂકે ઓસ્કર નામાંકિત 'સાઉન્ડ ઓફ મેટલ'માં પણ અભિનય કર્યો હતો.

'હાઉસ ઓફ ડ્રેગન સીઝન ટુ'માં એલિસેન્ટ હાઈટાવરની ભૂમિકાથી કૂકના જીવનમાં નાટયાત્મક પરિવર્તન આવ્યું. આ ફ્રેન્ચાઈસીથી તેને ટીવી ઉદ્યોગમાં અત્યંત ઉત્સાહિત ચાહક વર્ગ મળ્યો.

સીઝન ટુની વિસ્ફોટક ફિનાલેને લગભગ ૯૦ લાખ અમેરિકી દર્શકોએ જોઈ. હાલ કૂક મિશેલ ફ્રાન્સેસની નવલકથામાંથી રૂપાંતરિત વીડિયો થ્રિલરમાં અભિનય કરવાની તૈયારી કરી રહી છે, જેમાં કૂક શેરી લેની ભૂમિકા નિભાવશે જે એક તીક્ષ્ણ, મહત્વાકાંક્ષી મહિલા છે, જેના બોયફ્રેન્ડના સમૃદ્ધ પરિવાર સાથેના સંબંધો મનોવૈજ્ઞાાનિક સંઘર્ષમાં પરિણમે છે.