જૂની ફેશન સ્ટાઈલ નવી
જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો છો, ત્યારે એક ચીજ લેવાનું ભાગ્યે જ ભૂલતા હશો, જી હા, અમે વાત કરી રહ્યા છીએ પર્સની, (આજે પર્સ એ આપણા જીવનનું સૌથી અગત્યનું અને જરૂરી હિસ્સો બની ગયું છે.) પોતાના પૈસા, મેકઅપ પ્રોડકટ્સ અને જરૂરિયાતનો અન્ય સામાન સાથે રાખવા માટે આપણને પર્સની જરૂર પડે છે, એટલું જ નહી, વ્યક્તિત્વને નિખારવામાં પણ પર્સ અગત્યની ભૂમિકા ભજવે છે, જે રીતે અલગ અલગ ફેશનનાં કપડાં આપણી સુંદરતા વધારે છે, તે રીતે અલગઅલગ ફેશનનાં પર્સ પણ આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
પર્સનું ચલણ પ્રાચીનકાળથી ચાલતું આવે છે, હા, તેને અંગ્રેજી નામ પર્સ અંગ્રેજોએ આપ્યું છે. જૂના જમાનામાં લોકો તેને બટવો કહેતા હતા.
પુરુષો પહેલાં પોતાનાં બનિયાનમાં જ એક મોટું ખિસ્સે બનાવડાવીને તેમાં બટવો રાખતા હતા અને ીઓ પોતાના પૈસા બટવા જેવી પોટલીમાં રાખતી અને તેને તે પોતાની કમરમાં ઝૂડાની બાજુમાં ખોસતી હતી.
મોટો સામાન એટલે કે કપડાં વગેરે સાથે લઈ જવા માટે પહેલાં પોટલાંનો ઉપયોગ થતો, પછી તેમાં થોડા ફેરફાર થયા અને પોટલાનું સ્થાન થેલાઓએ લઈ લીધું. થેલાને મોટેભાગે લોકો હાથમાં જ પકડતા હતા. ખભા પર લટકાવવામાં આવતા નહોતા.
આવી પોટલી, બટવા અને થેલા પર લોકો અલગઅલગ પ્રકારનું નકશીકામ અને એમ્બ્રોઈડરી કરીને તેને સુંદર રૂપ આપતા હતા. પછી ધીમે ધીમે થેલામાં પણ ફેરફાર થયા અને તેની જગ્યા પર્સે લઈ લીધી. આજે બજારમાં કેટલાય પ્રકારના ફેશનેબલ પર્સ ઉપલબ્ધ છે, જેમાં લેડીઝ શોપિંગ બેગ, ક્લચીસ બીડેડ કાર્ટુન પર્સ, ડિઝાઈનર ક્લચ બેગ, ફેન્સી ક્લચ બેગ અને વેડિંગ ક્લચ બેગ અલગઅલગ રંગો, ડિઝાઈનો અને સ્ટાઈલોમાં ઉપલબ્ધ છે.
પહેલાં ઉપયોગમાં લેવાતી પોટલીઓને પણ હવે મોડર્ન લુક આપવામાં આવે છે. પહેલાં પોટલી કમરમાં ખોસવામાં આવતી હતી, પણ આજકાલ સ્લિગ બેગના રૂપમાં છોકરીઓ અને મહિલાઓ તેનો ઉપયોગ કરે છે. મોડર્ન લુકની સ્લિગ બેગની સાથેસાથે એમ્બ્રોઈડરી અને નકશીકામવાળી સ્લિગ બેગ પણ બજારમાં ઉપલબ્ધ છે.
પ્રસિદ્ધ ક્લચીસ અને પર્સ જાણી ડિઝાઈનરના મતે આજકાલ બોક્સ ક્લચીસ, નિયોન ક્લચીસ અને બિગ સાઈઝ ક્લચીસ વધારે ફેશનમાં છે.
બોક્સ ક્લચીસ
સામાન્ય રીતે બોક્સ ક્લચીસ ચપટા, પરંતુ બોક્સ આકારના હોય છે, જેમાં પોતાના ક્રેડિટ કાર્સ, વિઝિટિંગ કાર્સ અને પૈસા રાખી શકાય છે.
નિયોન ક્લચીસ
પિંક, યલો, ઓરેન્જ જેવા બ્રાઈટ કલરના કપડાંમાં નિયોન ક્લચીસ તૈયાર કરવામાં આવે છે.
બિગ સાઈઝ ક્લચીસ
આ ક્લચીસ આકારમાં થોડા મોટા હોય છે, જેમાં આપણે મેકઅપનો સામાન, પૈસા તથા ક્રેડિટ અને વિઝિટિંગ કાર્સ વગેરે સરળતાથી મૂકી શકીએ છીએ, ઓફિસ જતી મહિલાઓ અને કોલેજ ગોઇંગ ગર્લ્સ તેનો વધારે ઉપયોગ કરે છે.
કાજલ જણાવે છે કે તેણે તાજેતરમાં ક્લચીસ ઓકેશન, પાર્ટી અને વેડિઝને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કર્યા છે,
પર્સોમાં પણ હવે એક વાર ફરી જૂની ફેશનની બહાર આવી છે અને જૂની ફેશનનું મોડર્નાઇઝેશન કરવાનું કામ કર્યું છે 'પર્સ'ના મેન્યુફેક્ય૨.
જૂની ફેશનને મોડર્ન બનાવવાનો ખ્યાલ તમારા મનમાં કઈ રીતે આવ્યો? આ સવાલ પૂછતાં તેમણે જણાવ્યું કે થોડાં વર્ષ પહેલાં કોઈક ગ્રાહકની માંગ પર તેમણે લેધરના બદલે સાડીની બોર્ડરમાંથી બનેલું પર્સ તૈયાર કર્ય હતું. તે પર્સ તેમને એટલું બધું ગમે છે. તેમણે નાના પાયા પર આવા પર્સનું મેન્યુફેક્યરિંગનું કામ શરૂ કરી દીધું. પણ પછી તેની માગ એટલી બધી વધી ગઈ કે તેમણે લેધર પર્સનું મેન્યુફેક્યરિંગ બંધ કરીને ફેબ્રિકના જ પર્સ બનાવવાનું શરૂ કરી દીધું. આજે દેશભરમાં તેમના દ્વારા બનાવાયેલા પર્સની ખૂબ ડિમાન્ડ છે.
તેઓ જણાવે છે કે તેમની પાસે ૬૦ કરતા વધારે પ્રકારના પર્સ તૈયાર થાય છે, જે આશરે ૫૦ રૂપિયાથી શરૂ કરીને ૮૦૦ રૂપિયા સુધી બજારમાં વેચાય છે. પરંતુ તેમાંથી પાંચ પ્રકારના પર્સ સૌથી વધારે પ્રચલિત છે - વારલી પ્રિન્ટ પર્સ, ફેન્સી પર્સ, પૈઠણી બોર્ડર (બ્રોકેડ) પર્સ, બનારસ ફેબ્રિક પર્સ અને ખંડ ફેબ્રિક પર્સ.
વારલી પ્રિન્ટ પર્સ
તે આ પ્રમાણેની સાઈઝોમાં ઉપલબ્ધ હોય છે - ઓફિસ બેગ, ક્લચીસ, સેક અને સ્મોલ પોકેટ પર્સ.
ફેન્સી પર્સ
ક્લચીસ, ઓફિસ, શોલ્ડર, વોકિંગ, ટ્રાવેલિંગ અને સ્લિગ બેગ તેમાં ઉપલબ્ધ છે.
પૈઠણી બોર્ડર ક્લચીસ
પૈઠણી ટિસ્યુ ફેબ્રિક અને જામવાર ફેબ્રિકથી બનેલા આ પર્સ વેડિંગ કે ફેસ્ટિવલમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફેબ્રિકમાં કપડાં સાથે મેચ' કરતા પર્સ મહિલાઓ વધારે વાપરે છે.
બનારસી ફેબ્રિક પર્સ
બનારસી ફેબ્રિક પર્સ ફેન્સી પર્સ જેવા જ હોય છે. તેનો પણ વેડિંગ અને ફેસ્ટિવલમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે.
ખંડ ફેબ્રિક પર્સ
ખંડ ફેબ્રિકથી બનેલા આ પર્સ જોવામાં ખૂબ આકર્ષક હોય છે. કોન્ટ્રાસ્ટ કે મેચિંગ , કપડાં સાથે તેનો વધારે ઉપયોગ થાય છે.
ફેશનેબલ લુક
ફેબ્રિકમાંથી બનેલા પર્સ જોવામાં તો સુંદર હોય છે જ, સાથે જ તમને ફેશનેબલ લુક પણ આપે છે. આપણે તેનો કેટલાય પ્રકારે ઉપયોગ કરી શકીએ છીએ થ
* લગ્નમાં રિટર્ન ગિફ્ટ તરીકે આપણે પર્સ ગિફ્ટ કરી શકીએ છીએ.
* રિટાયર્મેન્ટના સમયે સેન્ડ ઓફ કરતી વખતે આપણે પણ પોતાના ફ્રેન્ડને રિટર્ન ગિફ્ટ તરીકે પર્સ આપી શકીએ છીએ.
* મહિલાઓને પીઠી, ચાંલ્લા વગેરે વિધિઓ સમયે પણ નાનકડા બટવા કે ક્લચીસ ગિફ્ટમાં આપી શકાય છે.