હવે ઓફિસોમાં પણ બાગબાનીની ફેશન .

- શું વાત કરો છો?
બોનસાઈની કળાનાં જેમ પ્રચાર થતાં ગયા તેમ વધુ લોકો કુદરતપ્રેમી બની ગયા હોય તેમ તેમના ઘરમાં કુંડાની અંદર, પ્લાસ્ટિક અથવાચિનાઇમાટીના વાસણમાં નાના સુંદર છોડ ઉગાડતામાં થયા છે. પરંતુ હવે બેંકોમાં અને ઓફિસોમાં પણ નાનો બગીચો બનાવ્યો હોય તેવી રીતે છોડ ઉગાડવામાં આવે છે. મુંબઇની ઘણી ઓફિસોમાં રિસેપ્શન ખંડથી માંડી મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેનની કેબિ ન સુધી નાના-મોટા કુંડારૂપી બગીચાઓ બનાવવાનો વાચરો વાચો છે. વનસ્પતિનો મહિમા વધી ગયો છે. આધુનિક મેનેજમેન્ટ સિદ્ધાંતોમાં પણ લીલાછમ છોડવાને મહત્વ અપાયું છે.
મુંબઇની બહુમાળી ઇમારતોમાં અગાસીઓમા,છજામાં મોટાપ્રમાણમાં જાત- જાતના છોડ ઉગાડવાનો શોખ ઘણા લોકોને છે. રિલાયન્સવાળા ધીરુભાઇ અંબાણી રહેછે તે મકાનમાં પણ દરેક માળેબગીચા બનાવેલા છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે ઓફિસોમાં
જાત - જાતના છોડવા રાખવાથી શોભા વધે છે, એટલું જ નહીં પરંતુ વાતાવરણ વધુ અનુકુળ બનેછે. તરલીપ્રભાદેવી ખાતેના સિએટ ટાયરના મકાનમાં પણ દરેકમાળેબગીચાછે. બહીચાની લીલોતરી આંખને ઠારે છે. અને કાર્યક્ષમતા વધે છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફાઉન્ટનમાં આવેલી જૂની મુખ્ય ઇમારતમાં બીજેમાળે લગભગ સો જેટલા કુંડા ગોઠવી નાના બગીચા જેવું વાતાવરણ ખડુંકરવામાં આવ્યુંછે. એટલું જ નહીં, પરંતુ ઉપરની છતને ટેકો આપતા સ્તંભોની ફરતેીટી વેલો ઉગાડવામાં આવી છે. એક્સપ્રેસ ભોંયતળિયે સાઉદિયાની કચેરીનો બહાર પણ વિવિધ છોડના કુંડા ગોઠવી લાંબી કતાર બનાવવામાં આવી છે.
ઘણી ઓફિસોમાં તો નવેસરથી ડેકોરેશન કરાવતી વખતે કયા છોડના કુંડા ક્યા ગોઠવવામાં આવશે તે પણ અગાઉથી નક્કી કરવામાં આવેછે. અને તેને ધ્યાનમાં રાખીને જ ફનચર બનાવવામાં આવે છે મુંબઇમાં છેલ્લા કેટલાક સમયથી ફૂલ અને છોડના પુરવઠો પૂરો પાડતી નર્સરીની સંખ્યા વધતી જાય છે. મુંબઇમાં તો 'ફ્રેન્ડસ ઓફટ્રી' નામની સંસ્થાઓ આવી નર્સરી કયા આવી છે. તેની માહિતી આપતી ડીરેક્ટરી બનાવી નો છે. શહેરમાં ઘણી પેઢીઓ આવા છોડવા પૂરા પાડવાનો તેમજ વાવણી કરવાનો ધંધો ચલાવે વ છે. તેઓ કોન્ટ્રાક્ટ પધ્ધતિએ ઓફિસોમાં શોભે તેવા ફલ-છોડ આપે છે તેમજ તેમના કર્મચારીને નિયમિતપણે મોકલીને છોડને ખાતર પાણી આપો. પાણીછાંટીતેની કાળજી ( પણ લે છે. છોડને માફક આવે તેવી જંતુનાશક થ દવા, બિયારણ, કાટછાટ કરવાનો ધંધો પણ મોટા પાયે ચાલે છે. આવા છોડ ભાડું આપીને મેળવી શકાય છે.
અમુક નર્સરીવાળા નિર્ધારીત ૨કમ લઇને ઓફિસમાના છોડ પાનની માવજત કરે છે. આવી સેવા માટે મહિને ૨૦૦થી ૫૦૦ રૂપિયા ચાર્જ લવાય છે. કેટલીક ઓફિસોમાં તો દર અઠવાડિયે છોડના કૂંડા બદલી થતાં રહેતા વિવિધતા માણી શકાય છે. આવું કરવા માટે છોડવા આપતી કંપની એક કંપનીના છોડ બીજી કંપનીમાં અને બીજી કંપનીમાં આપેલા છોડ ત્રીજી કંપનીમાં ફેરવે છે.
વાંદરા ખાતેની વાંદ્રા ફ્લોરિસ્ટ નામની નર્સરીચલાવવા વેપારીએ મુંબઇની એકઝીમ ઉપરાંત બીજી પ્રતિતિ કંપનીઓ સાથે ઓફિસમાં બગીચા બનાવવાનો કોન્ટ્રક્ટ લીધો ઼ એ છે. ફ્રેન્ડસ ઓફ ટ્રી સંસ્થાની મેનેજિંગ કમિટિના સભ્ય પણ જણાવેછે કે સ્વચ્છ, સુંદર અને લીલાછમ છોડ ઓફિસનું વાતાવરણ બદલી નાખે છે. કેટલીક ધનવાન ઘરની શોખીન મહિલાઓ કફ પરેડ અને કોલાબા ખાતેના તેમના ઘરમાં જ નર્સરી ચલાવે છે અને ધંધાદારી ધોરણે ઓફિસમાં છોડ મોકલે છે. ઘણી કંપનીઓ દેખાદેખીમાં છોડના કુંડા લાવી ઓફિસમાં ઠોકી બેસાડે છે. પરંતુ, પાછળથી તેની કાળજી લેવાતી નથી. પરિણામે કુંડામાં સિગારેટના ઠૂંઠા ઓલવાય છે. તેમાં કચરો નંખાય છે, તેમજ પાનની પિચકારી મારનારા અને થૂંકનારાઓ પણ કુંડાનો ઉપયોગ થૂંકદાની તરીકે કરે છે. તો બીજી બાજુ અમુક કંપનીના ડાયરેક્ટરો કે મેનેજરો એટલા ચીકણા હોય છે કે તેઓ છોડ પરથી ધૂળ અને રજકણ હટાવવામાં અને પાણી છાંટવામાં જાતે કાળજી લે છે. એક એન્જિનિયરીંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તો તેમની
ઓફિસમાં તેમને ખર્ચે જ મનગમતા છોડલઇ જાય છે. એક કંપની બદલીને બીજી કંપનીમાં જોડાય તો આ કુંડા પણ સાથે જ લઇ જાય છે.
તાતા કંપનીના કેટલાક ડાયરેક્ટરો તેમના ટેબલ પર છોડનું કુંડુ રાખે છે. અકબર અલીઝની બાજુમાં આવેલા ફાઉન્ટન ખાતેના વિમલના રિટેલ સ્ટોર લાફાન્સમાં દુકાનની અંદર બગીચો બનાવવામાં આવ્યો છે. અને ઝરણાંની માફક ખળખળ કરતું પાણી પડે તેવી સગવડ પણ છે.
ઓફિસોમાં રખાતા છોડની સાથે જાત- જાતના વહેમો સંકળાયેલા છે. ઘણા એવું માને છે કે એરકન્ડિશન ઓફિસમાં ફુલોની રજકણ (પરાગકણ)થી એલર્જી થાય છે. કેટલાક છોડ એરકન્ડિશન વાતાવરણમાં ટકી નથી શકતા આ વાત સાચી પણ ઓફિસમાં મોટેભાગે ફુલ ન ઉગે તેવા 'કઠણ' પ્રકારના છોડ હોય છે. તેથી એલર્જી થવાની શક્યતા રહેતી નથી, કારણ કે આવા છોડને ફુલ થતાં જ નથી.
ભાયખલા ખાતે 'રતન સિંહદ નામની નર્સરી ધરાવતા એક ભાઇ જણાવે છે કે ઓફિસમાં મીલ્સ્ટરો ફિલો, ડેન્ડ્રાન, ફિક્સ, અરેકા પાચ, ડિફેનબચિયા, અલ્ગોનીમ, ડ્રાકેન્ના, સુંદર લાગે છે.
વડાલા ખાતે શ્રીમતી મણિયાર નામની એક મહિલા તેના મકાનની અગાસીમાં ગ્રીનહાઉસ ધરાવે છે, જ્યાં પ૦૦ જાતના છોડ થાયછે, કેકટી' અથવા 'કકત્સ' તરીકે ઓળખાતા આ છોડ રૂ. પચાસથી રૂ. બસોના ભાવે વેચાય છે. આ બહેન ઉત્સાહી લોકોને આવા છોડ,કેમઉગાડવા તેની તાલિમઆપેછે. બોનસાઇ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રીમતીલતા ઝવેરીના જણાવ્યા મુજબ મુંબઇના ઓફિસોમાં હજુ બોનસાઇ છોડ પ્રચલિત થયા નથી. કારણ કે આ પધ્ધતિએ છોડને ઉછેરવા કે ખૂબ કાળજી લેવી પડેથયા નથી. કારણ કે આ પધ્ધતિએ છોડને ઉછેરવા ખૂબ કાળજી લેવી પડે છે.
- અદિતી









