- ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દીયો બતાય
સિકંદર પોતાના ગુરુ સાથે જતો હતો.
રસ્તામાં એક નાળું આવ્યું. વરસાદ તરતમાં જ પડી ગયો હતો. અને નાળાનું પાણી દોડતું હતું. ક્યાં કેટલું પાણી છે, તેની કંઈ જ ખબર ન હતી.
સિકંદર આગળ જવા લાગ્યો તો ગુરુજી કહે : 'ઉભો રહે શિષ્ય, માર્ગ બતાવવાનું કામ ગુરુનું છે. પહેલાં મને આગળ જવા દે.'
'ના ગુરુજી, સિકંદરે નમ્રતાથી કહ્યું, 'આગળ મને જવા દો. નાળું અજાણ્યું છે અને ક્યાં કેટલું પાણી છે તેની કંઈ જ ખબર નથી.''
એ સંજોગોમાં 'ગુરુએ કહ્યું. આગળ મારે જ જવું જોઈએ. જ્યાં સુધી સાથે ગુરુ હોય ત્યાં સુધી શિષ્યે તેનું માર્ગદર્શન મેળવવું જ જોઈએ.'
'નહિ ગુરુજી,'સિંકદરે વધુ આગ્રહથી કહ્યું, 'આગળ ઉપર જોખમ છે અને જોખમમાં ગુરુજીને ન જ ધસી જવા દેવાય. આપને કંઈ થઈ જશે તો લોકો કહેશે કે સાથે સિંકદર હતો, તેણે પણ ગુરુને બચાવ્યા નહિ ?'''
ગુરુજીએ રોકડો જ પ્રશ્ન પૂછ્યો,'શું સિકંદર, તું ગુરુનો ય ગુરુ બનવા માગે છે ?'
'ના જી, સિકંદરે કહ્યું : આપની આગળ વધી જવાનો મારો કોઈ જ ઇરાદો નથી, પણ જ્યાં અજાણ્યું જોખમ હોય ત્યાં તો મારે તમારું રક્ષણ કરવું જ રહ્યું. જ્યારે ગુરુ-શિષ્ય સાથે હોય ત્યારે ગુરુને માટે માર્ગ ચોક્ખો કરવાનું કામ શિષ્યનું જ હોય છે. તે ઉપરાંત...'
સિકંદરે ગુરુ-વંદના સહિત આગળ કહ્યું, 'તે ઉપરાંત ગુરુદેવ. હું જો ડુબી જઈશ કે તણાઈ જઈશ, તો આપ મારા જેવા સો સિકંદર ઉભા કરી શક્શો. પણ આપને કંઈ થઇ જશે તો હું બીજા એક પણ એરીસ્ટોટલ નહિ ઉભા કરી શકું ?'
શિષ્યને પરિપક્વ અને જ્ઞાાની બનેલો જોઈ ગુરુજીને હંમેશા આનંદ જ થાય છે. સિકંદરની પ્રૌઢવાણી સાંભળી ગુરુદેવ એરીસ્ટોટલ ઉર્ફે અરસ્તુ ખરેખર રાજી થયા.


