Get The App

આઈસક્રીમનું અવનવું .

Updated: Nov 8th, 2019

GS TEAM

Google News
Google News
આઈસક્રીમનું અવનવું                                     . 1 - image


બાળકોથી માંડીને વૃધ્ધો સુધીનાને પ્રિય એવા આઈસક્રીમની શોધ કોઈ એક વ્યકિતએ કરી નહોતી અને તે ક્યારે થઈ તે કોઈ જાણતું નથી  પરંતુ તેની કેટલીક રસપ્રદ વાતો પ્રચલિત છે.

ઇસવી સનની પ્રથમ સદીમાં રોમન રાજવીઓ પર્વતો પરથી બરફ મંગાવી તેની ઉપર ફળોના ટૂકડા મૂકી વાનગી બનાવતા તેને આઈસક્રીમ ન કહેવાય પણ તેની શરૂઆત તો ખરી જ ! ચીનમાં સાતમી સદીમાં શાંગ પ્રાંતના રાજાએ દૂધ અને બરફ ભેળવીને વાનગી તૈયાર કરેલી. લોકોમાં આ ઠંડી વાનગી લોકપ્રિય થવા લાગી અને તે વધુને વધુ સારી બનાવવાના પ્રયત્નો થવા લાગ્યા.

ઇ.સ.૧૭૬૯માં લખાયેલા એક પુસ્તકમાં આઇસક્રીમ બનાવવાની રીત પ્રસિધ્ધ થયેલી. લંડનની એલિઝાબેથ રાફેલ નામની મહિલાએ દૂધ અને મલાઈને સતત હલાવતા રહીને થીજાવીને આઇસક્રીમ બનાવવાની રીત શોધેલી. ઇ.સ.૧૮૫૧ માં અમેરિકાના મેરીલેન્ડમાં આઈસક્રીમ બનાવવાની પ્રથમ ફેક્ટરી બની હોવાનું કહેવાય છે. કૂલ્ફીની શોધ સોળમી સદીમાં ભારતમાં થયેલી.

૨૦ મી સદીમાં રેફ્રિજરેટરનો ઉપયોગ વધવા લાગ્યો ત્યાર બાદ આઈસક્રીમના રૂપરંગ અને સ્વાદ પણ બદલાયા. આજે વિવિધ પ્રકારના આઈસક્રીમ પ્રચલિત થયાં છે. વિવિધ દેશોમાં આઈસક્રીમને ક્રિમ આઈસ કે ગેલાટો જેવા નામથી ઓળખવામાં આવે છે.

Tags :