ફળો અને શાકભાજીનું અવનવું...
સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત અને સફરજનની ૭૫૦૦ જાત હોય છે.
વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કોળું શાક નહીં, ફળ છે.
તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા પાણી હોય છે.
અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે.
દ્રાક્ષને માઈક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે.
સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.
કેળાં થોડા રેડિયોએક્ટિવ હોય છે.
જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે.
કાકડી એ શાક નથી, ફળ છે.
ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે.
વિશ્વનું સૌથી મોટું ફળ કોકો-દ-મેર ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલો વજનનું.
શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.
ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે.
કેળાં અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે.
વિદેશમાં ફળો પર ચોડાતાં સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલાં હોય છે અને ખાઈ શકાય છે.