રણપ્રદેશની નવી વાતો .
પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રણપ્રદેશો રોકે છે. એન્ટાર્કટિકા સૌથી મોટું રણ છે.
સહરાનું રણ તેની વિવિધતા માટે પ્રખ્યાત છે. અરબી ભાષામાં 'સહરા'નો અર્થ જ રણ થાય છે.
સહરાના રણમાં ૧૯૭૯માં બરફવર્ષા થયેલી.
સહરાના રણમાંથી ઊડતી રેતી એમેઝોનના જંગલો સુધી પહોંચે છે અને તેને વિવિધ ખનીજ દ્રવ્યોનું ખાતર પુરુ પાડે છે.
ચીલીના એટાકામા રણમાં કદી વરસાદ થતો નથી.
આજે ઊંટ પાલતુ પ્રાણી તરીકે જ જોવા મળે પરંતુ પુરાતન કાળમાં એરિઝોનામાં જંગલી ઊંટ વિચરતા હતા.
અલાસ્કાના રણમાં રેતીના ૪૫ મીટર ઊંચા ઢગલા જોવા મળે છે.
ઈરાનનું દશ્ત-એ-લુટ રણ વિશ્વનું સૌથી ગરમ રણ છે. ૭૦ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહે છે. આ રણ વિશ્વ વારસામાં સ્થાન પામ્યું છે. જોકે વિશ્વમાં સૌથી ગરમ સ્થળોના વિક્રમ દર વર્ષે બદલાતાં રહે છે. તેમાં લિબિયાનું અલ અઝિઝિયા અને અમેરિકાની ડેથ વેલીનો પણ સમાવેશ થાય છે.
સહરાના રણનો ૧૫ ટકા ભાગ જ સૌથી રેતીથી છવાયેલો છે.
ક્લાઈમેટ ચેન્જને કારણે પૃથ્વીની સપાટી પર રણપ્રદેશના વિસ્તાર વધતાં જાય છે.
મોજાવના રણમાં એક કલાકારે ભવ્ય સ્વિમિંગ પુલ બનાવ્યો છે. કેલિફોર્નિયાના ૨૫૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ ગુપ્ત જગ્યાએ પુલ બનાવ્યો છે. જે પ્રવાસીઓ તેને શોધી શકે તેને મફતમાં સ્નાન કરવા મળે છે.
વિશ્વના લોકો એક વર્ષમાં જેટલી સૂર્ય ઊર્જા વાપરે છે તેના કરતાં ય વધુ ઊર્જા રણમાં માત્ર છ કલાકમાં મળે છે.
સહરાના રણને સાયકલ ઉપર ૧૩ દિવસ અને પાંચ કલાકમાં પસાર કરી ૨૦૦૧માં એક બ્રિટિશરે વિક્રમ નોંધાવેલો.