'પ્રાણાયામથી આયુષ્ય અને આરોગ્ય વધે છે'
આજે કોઈ પાસે જરાપણ સમય નથી. માણસ પાસે અધિક ધનસંપત્તિ અને પૈસો પણ છે. પરંતુ તેમ છતાં માણસ પાસે સમય નથી. તથા શાંતિ પણ નથી. નોકરી વ્યવસાય અને અપડાઉન કરવાવાળી આ જિંદગીમાં માણસ ભગવાનની ભક્તિ પણ નિરાંતે બેસીને ક્યારે કરી શકે ?
પરંતુ આપણા ઋષિ મુનિઓએ આ માટે આપણને પ્રાણાયામનો સરળ રસ્તો બતાવ્યો છે. જેના દ્વારા તમે ભક્તિ પણ કરી શકો છો. અને આરોગ્ય તથા આયુષ્ય પણ વધારી શકો છો. આપણાં દૈનિક જીવનમાં આપણે શ્વાસ લેવાની ક્રિયા નીચે મુજબ કરીએ છીએ.
- ૧મિનિટમાં- ૧૫ શ્વાસ આપણે લઈએ છીએ.
- ૧ કલાકમાં- ૬૦ ટ ૧૫= ૯૦૦ શ્વાસ આપણેં લઈએ છીએ.
- ૧ દિવસમાં ૨૪કલાક ટ ૯૦૦ = ૨૧૬૦૦ શ્વાસ આપણેં લઈએ છીએ.
અષ્ટાંગયોગમાં પ્રાણાયામનું સ્થાન ચોથું છે. યમ- નિયમ એટલે કે મનને વશ કરો. ઇન્દ્રિયોને વશ કરો. અને ધીરે ધીરે આસનને સ્થિર કરો. આ ઋણવસ્તુઓ સ્થિર થયા પછી પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી થાય છે. પ્રાણાયામ થીજ મન અને ઇન્દ્રિયો વશમાં થાય છે. અને આસન પણ સ્થિર થઈ શકે છે. આમ દરેક વસ્તુ પર સ્થિરતા પ્રાપ્ત થઇ શકે છે. આ માટે ધીરજ ખૂબ જરૂરી છે.
આપણે જમવા બેસીએ ત્યારે અથવા નાસ્તો કરીએ ત્યારે જમવાનું અથવા નાસ્તો, કોરો કોરો એટલે કે લુખ્ખો ન લાગે તેમાટે આપણે ચા-દૂધ કે છાશનો ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે ભગવાનીં ભક્તિ જે મંત્ર દ્વારા કરીએ છીએ. તે મંત્ર પ્રાણાયામથી કરવામાં આવે તો ભક્તિ અને પ્રાણાયામ બન્ને થઈ શકે છે. એકલા પ્રાણાયામ કરવા માટે આપણને સમય મળતો નથી. પરંતુ આપણને જે મંત્ર ઉપર શ્રદ્ધા હોય તે મંત્રથી શ્વાસ લેવો, તે મંત્રથી શ્વાસ રોકવો અને શ્વાસ તે મંત્રથીજ ઉતારવો. આમ પૂરક- કુંભક અને રેચક પ્રાણાયામ થઈ શકે છે.
હવે આપણે પ્રાણાયામ દ્વારા આરોગ્ય અને આયુષ્યની વાત કરીએ તો પ્રાણાયામ દ્વારા ધીરે ધીરે મ્ઁ પણ મટી શકે છે. અને નાનામોટા રોગોમાં પણ ધીરેધીરે રીકવરી મળી શકે છે. આખા દિવસમાં ફક્ત ૧૫ શ્વાસ બચાવીએ તો આપણું ૧ મિનિટનું આયુષ્ય વધે છે. ખૂબ જ જરૂરી છે. ભગવાનની કથા સાંભળતી વખતે ભક્તિ- માળા કરતી વખતે- નામ જપ કરતી વખતે પણ શ્વાસ લેવા તથા મૂકવાની ગતિ ધીમે રાખવાથી
ધીરેદીરે પ્રાણાયમ દ્વારા મન ઉપર પણ કમાન્ડ( અંકૂશ) આવી શકે છે. અને આ ચંચળ મનને પણ પ્રાણાયામ દ્વારા વશ કરી શકાય છે.
- નૈષધ દેરાશ્રી