Magazines

આત્માની ઉપેક્ષા .

By GS TEAM
3 Jun 20263 mins read
આત્માની ઉપેક્ષા                                       .

- ગરીબ, અભણ, અજ્ઞાની અને દુ:ખીજનોને આપણા ભગવાન માનો. યાદ રાખો કે આવા લોકોની સેવા એ જ આપણો સાચો ધર્મ છે.

આજે ચારે તરફ ભૌતિક આકર્ષણ જોવામાં આવે છે. ઇમાનદારી અને ભલમનસાઈ કોઈની સમજમાં આવતી નથી. દરેક ક્ષેત્રમાં આડંબર જોવા મળે છે. સમય ઘણો જ વિક્ટ છે.

એક વખત એક શેઠના ઘરમાં આગ લાગી ગઈ શેઠના કહેવાથી નોકરો કીમતી સામાન, ધન, દાગીના, ચીજ વસ્તુઓ લઈને બહાર નીકળી ગયા. અચાનક શેઠને બાળકની યાદ આવી પણ ત્યાં સુધીમાં તો તે બાળક આગમાં બળીને મરી ગયું હતું. શેઠ પોક મૂકીને રડવા લાગ્યા અને બોલ્યા કે ધનનો વારસદાર તો મરી ગયો. સંતોએ કહ્યું આ જ રીતે લોકો સાંસારિક સુખોમાં આત્માને ભૂલી જાય છે.

- સાંસારિક જીવનમાં પ્રવેશ કરતા જતાં આપણે એ વાત ભૂલી પ્રકાર સમજી લેવી જોઈએ અને સમજીને ગાઠ બાંધી લેવી જોઈએ કે કેવળ જાગૃત અને બળવાન વ્યક્તિ જ આ દુનિયામાં આનંદમય જીવનના અધિકારી છે.

- નારી પરિવારની મુખ્ય ધરી છે. નારીની અનેક ભૂમિકાઓ છે, જેમ કે પુત્રી, બેન, માતા, પત્ની વગેરે નારીના આ ચારેય રૂપ પૂજનીય તથા સન્માનનીય છે. પુત્રીના રૂપમાં તે પોતાના માતા-પિતાનું ગૌરવ વધારે છે. બંનેના રૂપમાં તે પોતાના ભાઈને સહયોગ આપે છે. પત્નીરૂપમાં નારી પોતાના પતિના દરેક સુખદુ:ખમાં ભાગીદાર બને છે તથા પોતાના ધર્મનું પાલન કરે છે. માતાના રૂપમાં તે અનેક કષ્ટો તથા પીડા સહન કરીને પણ પોતાના સંતાનને જન્મ આપે છે, તેમજ પોતાના સંતાનને ઉછેરે છે.

- વર્તમાનમાં જીવીએ એ જ સાચું જીવન છે. વર્તમાનની દરેક પળ આપણી સાથે જ છે. વર્તમાન સમય વહેતી નદી જેવો છે. વહેતી નદીમાં આપણે ઉભા હોઈએ તો આપણી પાસેથી જે પાણી વહી ગયું તે ફરી આપણી પાસે આવવાનું નથી. વર્તમાન સમયરૂપી નદીની દરેક ક્ષણ નવીન હોય છે. વર્તમાન સમય એ આપણને ભગવાને આપેલી તક છે, જેનો સદુપયોગ કરીને આપણે આપણા જીવનને સુરક્ષિત તથા શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. વર્તમાનની ક્ષણને આપણે પકડશું નહિ તો તે આપણાથી દૂર ચાલી જશે.

- ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરના સંબંધ નકામા, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત્રિ નકામી, પૈસા વગરનું પર્સ નકામું અને એના (સ્ત્રી) વગરનું ઘર નકામું.

- બધા જ ગરીબ, અભણ, અજ્ઞાની અને દુ:ખીજનોને આપણા ભગવાન માનો. યાદ રાખો કે આવા લોકોની સેવા એ જ આપણો સાચો ધર્મ છે.

- કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. માણસ ભલે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા ઇચ્છતો હોય તેણે સખત મહેનત તો કરવી જ પડે છે. સૂતેલા સિંહના મુખમાં હરણો એમની જાતે આવીને પ્રવેશી જતાં નથી. શિકાર કરવા માટે સિંહે સખત દોડ લગાવવી પડે છે. ખેડૂત તેના ખેતરમાં ટાઢ, તાપ, વરસાદમાં કઠોર પરિશ્રમ કરે છે. એની સાથે સાથે તે ખાતરપાણીનું પૂરતું ધ્યાન રાખે છે ત્યારે જ તે સારો પાક પકવી શકે છે. દુનિયામાં સખત પુરૂષાર્થ કરનારા લોકો જ સુખી તથા શ્રીમંત બને છે.

- વિશેષજ્ઞાોનું માનવું છે કે ખોરાકમાં પોષકતત્વોના રક્ષણ માટે શાકભાજીને વધારે સમય સુધી રાંધવા જોઈએ નહિ અને એમાં વધુ પડતા મસાલા નાંખીને એમની પૌષ્ટિકતાનો નાશ કરવો જોઈએ નહિ.

- ભારતીય સંસ્કૃતિની અમરતાનું કારણ તેનો સર્વધર્મ સમભાવ અને ઉચ્ચ અધ્યાત્મ, તેના અમરગ્રંથો જેવા કે વેદો, ઉપનિષદો, સ્મૃતિઓ, ષડદર્શન, રામાયણ, મહાભારત વગેરે છે.

- સમગ્ર વિશ્વમાં એક જ પરમાત્મા છે અને લોકો તેમને જુદા જુદા સ્વરૂપે પૂજે છે. આવી માન્યતા માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે.

- જયેન્દ્ર ગોકાણી