Get The App

અમેરિકાની અવકાશ સંસ્થા નાસા: એક વિરાટ મિશન

Updated: Mar 13th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકાની અવકાશ સંસ્થા નાસા: એક વિરાટ મિશન 1 - image


અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ટૂંકમાં નાસા અને તેના મિશનો વિશે આપણે ઘણું બધું જાણીએે છીએ. આવા વિરાટ મિશન પાર પાડનાર નાસા સંસ્થા પણ એટલી જ આશ્ચર્યજનક છે. તે કેવી છે અને તેમાં શું શું છે તે જાણવું પણ રસપ્રદ છે.

નાસાનું કામ ઈ.સ. ૧૯૫૮ના ઓક્ટોબરની પહેલી તારીખે શરૂ થયેલું.

નાસાના લોન્ચ વ્હિકલ તૈયાર કરવા માટેનું બિલ્ડિંગ એટલું ઊચું છે કે ચોમાસાના દિવસોમાં તેની છત નજીક વરસાદના વાદળો બંધાય છે. આ બિલ્ડિંગમાં વિશ્વનું સૌથી મોટું એરકંડિશનર લગાવાયું છે.

નાસાએ આજ સુધીમાં જીવજંતુઓ, ડુક્કર, વાનર, ઉંદર, સસલા  અને કરોળિયા સહિતના લગભગ ૨૨૦૦ જેટલા જીવ અવકાશમાં મોકલ્યા છે.

નાસાનું પ્રથમ અવકાશયાન કોલંબિયા તેની ૨૮મી સફરમાં પૃથ્વી પર પાછા ફરતી વખતે ૨૦૦૩માં તૂટી પડેલું.

અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પૂરા કદની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

નાસામાં ૧૦ ઓલિમ્પિક સ્વીમિંગ કરતાં મોટા કદનો સ્વીમિંગ પૂલ છે. નેચરલ બ્યુઅન્સી લેબોરેટરી તેના તળિયે આવેલી છે જેમાં અવકાશયાત્રીઓને તાલીમ અપાય છે.

નાસાના જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં ૬૬૦ હેક્ટરમાં ૧૦૦ ભવ્ય બિલ્ડિંગ ધરાવે છે. તેમાં આગળ સલામતી વ્યવસ્થા છે.

જાણીને નવાઈ લાગશે પણ યેમેનના ત્રણ નાગરિકોએ મંગળ ગ્રહ ૩૦૦૦ વર્ષ અગાઉ તેમના પૂર્વજોની માલિકીનો હતો તેવો દાવો કરીને નાસાને મંગળ પર જવા બદલ કેસ કર્યો હતો.

નાસા નવા સ્પેસ શટલનું નામ નક્કી કરવા પ્રાથમિક શાળાના બાળકો વચ્ચે સ્પર્ધા યોજે છે તેમાં વિજેતા થયેલું નામ નક્કી થાય છે.

Tags :