દેશ વિદેશમાં રંગો વિશેની માન્યતાઓ
લાલ:
લાલ રંગ વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય રંગ છે. વિશ્વના ૭૭ ટકા દેશોના રાષ્ટ્રધ્વજમાં લાલ રંગ જોવા મળે છે.
દરેક દેશમાં લાલ રંગને ભયસૂચક કે ચેતવણી માટે ઉપયોગમાં લેવાય છે.
એશિયાના દેશોમાં લાલ રંગને શુભ અને શુકનવંતો ગણવામાં આવે છે.
પીળો:
પીળો તેજસ્વી અને આકર્ષક રંગ છે.
પીળો રંગ આશાવાદ, સર્જનાત્મકતા અને જ્ઞાાનોદયનું પ્રતીક છે.
જાપાનમાં પીળો રંગ હિંમતનું પ્રતીક છે.
રશિયામાં પાગલખાનાને 'યલો હાઉસ' કહે છે.
મેક્સિકોમાં પીળો રંગ મૃત્યુ કે શોકનું પ્રતીક છે.
ભૂરો:
ભૂરો રંગ પ્રકૃતિનું પ્રતીક છે. ભૂરો રંગ વિશ્વાસ અને સત્તાનો સૂચક છે.
આકાશી ભૂરો સ્વચ્છતા, નમ્રતા અને વિશાળતા સૂચવે છે.
વિશ્વના ૫૩ ટકા દેશોના રાષ્ટ્રધ્વજમાં ભૂરો રંગ જોવા મળે છે.
સમગ્ર વિશ્વમાં લોકપ્રિય પોષાક જીન્સ ભૂરા રંગના છે.
પ્રાચીન ગ્રીસમાં ભૂરા રંગને મેલી વિદ્યા સાથે સાંકળવામાં આવતો.
કોરિયામાં ભૂરો રંગ શોકનું પ્રતીક છે.
ઈટાલી અને સ્પેનમાં રાજકુમારને 'બ્લ્યુ પ્રિન્સ'ના હુલામણા નામે ઓળખતાં.
લીલો:
લીલો રંગ હરિયાળીનું પ્રતીક છે.
ઇસ્લામનો પવિત્ર રંગ લીલો છે.
વિશ્વભરમાં ટ્રાફિક લાઈટમાં સલામતીની સૂચનામાં લીલાં રંગની લાઈટ છે.
પશ્ચિમના દેશોમાં લીલા રંગને સારા નસીબ કે શુકન ગણવામાં આવે છે.
કેસરી:
કેસરી રંગ હિંમત, શૌર્ય અને સાહસનો રંગ છે.
દુકાનોમાં ગ્રાહકોને આકર્ષવા માટે સૌથી વધુ કેસરી રંગનો ઉપયોગ થાય છે.
અમેરિકામાં કેદીઓને કેસરી ગણવેશ પહેરાવાય છે.