Get The App

મેરા ભારત મહાન .

Updated: Mar 20th, 2020

GS TEAM

Google News
Google News
મેરા ભારત મહાન        . 1 - image


ભારત સૌથી જૂની, મોટી અને ચાલુ રહેલી સંસ્કૃતિનો દેશ છે.

ભારતમાં ઈ.સ. પૂર્વે ૭૦૦માં સ્થપાયેલી તક્ષશિલા વિશ્વની પ્રથમ યુનિવર્સિટી હતી. જેમાં ૬૦ જેટલા વિષયો શિખવાતા.

ભારતમાં સ્થપાયેલા હિન્દુ, બૌધ્ધ, જૈન અને શીખ ધર્મને વિશ્વના ૨૫ ટકા લોકો પાળે છે.

આજે પણ વસતિ હોય તેવું વિશ્વનું સૌથી પ્રાચીન શહેર ભારતનું વારાણસી છે.

વહાણવટાની શોધ ૬૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થયેલી. અંગ્રેજી નેવી શબ્દ ભારતના 'નૌ' એટલે નોકા ઉપરથી બન્યો છે અને નવગતિ એટલે નેવિગેશન.

શૂન્યની શોધ ભારતમાં થયેલી.

બીજગણિત અને ત્રિકોણમિતિનો અભ્યાસ ભારતમાં શરૂ થયેલો.

ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલાં આચાર્ય સુશ્રુતે શસ્ત્રક્રિયાની શોધ કરેલી તે જમાનામાં મોતિયા, પથરી, ફ્રેક્ચરની સારવાર અને કૃત્રિમ અંગો પણ બેસાડાતાં.

૧૭મી સદી સુધી ભારત વિશ્વનો સૌથી સમૃધ્ધ દેશ હતો.

ભારતે છેલ્લા ૧૦૦૦૦ વર્ષથી અન્ય કોઈ દેશ પર હુમલો કર્યો નથી.

Tags :