Get The App

માનો કાગળ .

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
માનો કાગળ                      . 1 - image


ડૉક્ટરે કહ્યું તમારા દીકરાને આંખ આપવી પડશે નહીં તો તમારા દીકરાની આંખની રોશની જતી રહેશે. એ સમયે મેં મારી આંખ તને આપી દીધી. તેથી મારી એક આંખ જતી રહી

એક ગામ હતું. આ ગામમાં એક માને દીકરો રહેતા હતા. તેઓ ગરીબ હતા. એ પે'લી ખડકીવાળી ઝુંપડીમાં રહેતા હતા. માને એક આંખ ન હતી. તેથી તેનો ચહેરો ખરાબ લાગતો હતો. દીકરો ખૂબ નાનો હતો. દીકરાનું નામ વરૂણ હતું. વરૂણ નાનો હતો એટલે તે તેની માથી ખૂબ પ્યાર કરતો.

જ્યારે વરૂણ મોટો થવા લાગ્યો. ત્યારે તે સ્કૂલે જતો હતો. વરૂણને જાણ થઈ કે માંની એક આંખ ન હોવાથી તેનો ચહેરો ખૂબ ખરાબ લાગે છે. તેથી તે તેની મા સાથે ક્યાંય જતો નહિ. તેને શરમ આવતી હતી. તેથી તે તેની માંને કહેતો, 'માં, તારે મારી સાથે ક્યાંય આવવું નહિ.' એકવાર વરૂણ શાળાએ જવા માટે તેનો લંચબોક્સ સાથે ન લઈ ગયો. માના પ્રેમ માટે તેની માં તેને લંચબોક્સ આપવા શાળાએ ગઈ.

માંએ વરૂણને લંચબોક્સ આપ્યો. ઘરે આવીને વરૂણ માંને ખૂબ જ બોલ્યો, 'માં, મેં તને કેટલી વાર કહ્યું છે કે તારે મારી શાળાએ ન આવવું. તારો ખરાબ ચહેરો જોઈને મને મારા મિત્રો ખીંજવે છે અને મને શરમ આવે છે.'

આ બધું સાંભળી તેની માં કશું જ બોલતી નહીં. તેની મા બધું જ સાંભળી લેતી અને મનોમન રડતી હતી. વરૂણ હવે મોટો થવા લાગ્યો હતો. વરૂણ તેની માં સાથે ક્યાંય જતો નહિ. માંને ખૂબ એકલતા વેઠવી પડતી. આ બધું જોઈ તેની માં ને ખૂબ રડવું આવતું પણ બિચારી કરે પણ શું ? વરૂણ હવે મોટો થઈ ગયો હતો તે તેની માંને કહેતો 'મા રોજ રોજ તારું આ ખરાબ મોંઢુ જોઈને હું પરેશાન થઈ ગયો છું. મારે હવે તારાથી અલગ જ થવું પડશે. હવે હું તારાથી કંટાળી ગયો છું એમ કહી વરૂણ તેનો સામાન લઈને ચાલ્યો ગયો. વરૂણની માં વૃદ્ધ થઈ ગઈ હતી. હવે તે ઘરમાં સાવ એકલી નિરાધાર થઈ ગઈ હતી. હવે તે કરે પણ શું ? માં વૃદ્ધ પણ થઈ ગઈ હતી.'

વરૂણે ત્યાં તેનાં લગ્ન કરી લીધા અને બંને દંપતિ શાંતિથી રહેવા લાગ્યા. આ બાજું માને તેનું મૃત્યુ નજીક જણાયું. થોડા મહિના પછી જ્યારે વરૂણ ઘરમાં હતો ત્યારે તેને એક કાગળ આવ્યો જે પ્રધાને આપ્યો હતો. અને કહ્યું 'આ તમારી માનો કાગળ આવ્યો છે. તમારી માતા અવસાન પામી છે. આ સાંભળી વરૂણ હેબતાઈ જ ગયો. તેણે કાગળ વાંચ્યો, કાગળમાં લખ્યું હતું બેટા ! તને જાણવું હતું ને કે મારી એક આંખ કેમ નથી ? તો બેટાં જ્યારે તું નાનો હતો ત્યારે તું ટ્રેનનાં પાટા આગળ રમતો હતો. ટ્રેન આવતી હતી અને મેં તને ત્યાંથી ઝડપથી ઉઠાવ્યો અને તને આંખમાં લાગ્યું. હું તને ડૉક્ટર પાસે લઈ ગઈ.'

ડૉક્ટરે કહ્યું તમારા દીકરાને આંખ આપવી પડશે નહીં તો તમારા દીકરાની આંખની રોશની જતી રહેશે. એ સમયે મેં મારી આંખ તને આપી દીધી. તેથી મારી એક આંખ જતી રહી. વરૂણનાં હાથમાંથી કાગળ પડી ગયો અને તે તેના ઘરે જવા દોડયો. તેને પશ્ચાતાપ થયો પણ હવે તે કરે પણ શું? જબ ચિડિયા ચુગ ગઈ ખેત ! તેને તેના પશ્ચાતાપનો ઘણો જ અફસોસ થયો તો વાચક મિત્રો આપણે આ પરથી એક શીખ લેવી જોઈએ કે પુત્ર કપુત થાય પણ માતા કદી કુમાતા થતી નથી તમે હવે તમારી માતાને ખૂબ પ્યાર કરજો.

Tags :