ગુણકારી હળદર .
હળદર એન્ટીસેપ્ટિક અને સૌંદય પ્રસાધન તરીકે ઉપયોગી છે. લગ્ન જેવા શુભ કાર્યોમાં પણ વર-કન્યાને પીઠી ચોળવાનો રિવાજ ઘણા સમાજમાં જોવા મળે છે. તોવળી બાજુ લાગેલા ઘા પરથી લોહી વહેતુ ંહોય તો પણ હળદર દાબી દેવામાં આવતી હોય છે. તેમજ શર-ી-ઊધરસમાં પણ હળદરયુક્ત દૂળ ફાયદાકારક સાબિત થયું છે. રસોડામાં રોજ વપરાતી હળદરમાં સમાયેલા ઔષધી અને સુંદરતા નિખારવાના ગુણ છે.
લગભગ ૨૮ ગ્રામ જેટલી હળદરમાં ૨૬ ટકા મેગ્નેશિયમ અને ૧૬ ટકા આર્યન હોય છે. જે રોજિંદા જીવન માટે જરૂરી છે. હળદરને ફાઇબર, પોટેશિયમ, વિટામિન બી૬, વિટામિન સી એન્ટીઇફ્લેમેન્ટરી તથા એન્ટી ઓક્લિડન્ટનો મુખ્ય સ્ત્રોત છે.
હળદરમાં કર્યુમિન નામનો પદાર્થ હોય છે. જે આર્થરાઇટસ તથા કેન્સર જેવા રોગથી આપણને રક્ષણ આપે છે.
હળદરનું સેવન શરીરને સુડોળ બનાવે છે. નિયમિત એક હ્લાસ દૂધ સાથે સવારના સમયમાં હળદર ભેળવી પીવાથી શરીર સુડોળ થાય છે. હુંપાળા દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીર પરનો વધારોનો મેદ ધીરે ધીરે ઓછો થાય છે. તેમાં સમાયેલ કેલશિયમ અને અન્ય તત્વો વજન ઘટાડવામાં સહાયક સાબિત થાય છે.
હળદરનું સેવન રક્તને શુદ્ધ કરે છે. રક્તમાં સમાયેલા વિષ તત્વો બહાર કાઢવામાં ઉપયોગી છે. તેમજ તેના સેવનથી રક્ત ભ્રેમણ સારું થાય છે. લોહી પાતળુ ંતથા ધમયિયોમાં પ્રવાહ વધી જાય છે, જેથી હૃદયરોગ થવાની શક્યતા ઓછી થાય છે.
હળદર અને ચૂનાનું મિશ્રણ ઇજા પર લગાડવાથી તે દુખાવાને ખેંચી લે છે. આ ઉપરાંતદૂધમાં ભેળવીને પાવાથી કાનના દુખાવા જેવી સમસ્યા પણદૂર થાય છે. હળદરના સેવનથી રક્ત સંચાર વધે છે પરિણામે દુખાવામાં ઝડપી રાહત મળે છે.
જખમને રૂઝાવાનો ગુણ પણ હળદરમાં છે. માર વાગ્યા પર તરત જ હળદર દાબી દેવી. લોહી પણ વહેતુ ંહશે તો બંધ થઇજશે.
શરદી-ઊધરસની તકલીફ પર હળદર ભેળવેલુ ંદૂધ પીવાથી રાહત થાય છે. તેમજ ગરમ દૂધના સેવનથી ફેંફસામાં જામી ગયેલો કફ બહાર નીકળી આવે છે.
દૂધમાં હળદર ભેળવીને પીવાથી હાડકા મડબૂત થાય છે. દૂધમાં સમાયેલ કેલશિયમ હાડકાઓને મજબૂત કરે છે. તેમજ હળદરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારનો ગુણ છે. જેથી હાડકા સંબંધિત તકલીફમા ંરાહત ાપે છે.
અનિંદ્રાની તકલીફ હોય તો રાતના ગરમ દૂધમાં હળદર ભેળવીને પીવાતી લાભ થાય છે. રાતના ભોજન બાદ સૂવાના અડધો કલાક પહેલા હળદરયુક્ત દૂધનું સેવન કરવું.
રક્તમાંની સાકરનું પ્રમાણ ઓછું કરવા માટે હળદરયુક્તદૂધનું સેવન કરવું.જોકેએક વાતનું ધ્યાન રાખવું વધતુ સેવન બ્લડ સુગરની નિર્ધારિત મ ાત્રાને પણ ઓછી કરી શકે છે.
પાચનક્રિયા સુધારે છે. ઘણા સંશોધનના આધારે સાબિત થયું છે કે, હળદરનું સેવન કરવાથી ખોરાકનું પાચન બરાબર થાય છે.
હળદર એન્ટી ઓક્સિડન્ટ હોવાથી કેન્સર ઉત્પન્ન કરનારી કોશિકાઓ સામે લડે છે.
સવારે ગરમ પાણી સાથે હળદર ભેળવીને પીવાથી મગજ માટે લાભદાયી છે.
હળદરમાં સમાયેલ કર્યૂમિને કારણે સાંધાના દુખાવા તેમજ સોજો ઓછો કરવાનો ગુણ છે.
હળદરનું પાણી નિયમિત પીવાથી ફ્રી રેડિકલ્સ સાથે લડવાની ક્ષમતા મળે છે.
બોડીને ડિટોક્સ કરવા માટે ગરમ પાણીમાં લીબું, હળદર અને મધ ભેળવી પીવું. આ પીણું શરીરના વિષેલા પદાર્થને બહાર કાઢવામાં મદદગાર છે.
હળદરમાં મોજૂદ એન્ટીબેકટેરિયલ ગુણ ખીલના ઉપચાર માટે સહાયતા કરે છે. હળદર તૈલીયત્વચા માટે ગુણકારી છે. આ માટે હળદર યુક્ત દૂધનું સેવન કરી શકાય.
એક ચમચો હળદર, ત્રણ ચમચા દૂધ, બે ચમચા લોટ અને મધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી ૨૦ મિનિટબાદ ધોઇ નાખવાથી ત્વચા મુલાયમ બને છે તેમજ વાન નિખરે છે.
- મીનાક્ષી