વિવિધ સંપ્રદાયોમાં પૂજાની પદ્ધતિઓ .

૧) હિંદુ/ સનાતન ધર્મ: નમસ્કાર/ પ્રણામ/ સાષ્ટાંગ દંડવત પ્રણામ/ અભિષેક / થાળ દીપમાળા, આરતી તથા શણગાર.
૨) મુસ્લીમ: નમાઝઃ માથું ઢાંકવું / ટોપી / અત્તર ગુલાબ તથા ચાદરની પ્રથા-કલમા પઢવા.
૩) સીંધી / પંજાબી / શીખ: ટોપી અથવા રૂમાલથી માથું ઢાંકવું- ગ્રંથના પાઠ: કીર્તન લંગર.
૪) પારસી: પારસી અગિયારીમાં અગ્નિની પુજા.
૫) ખ્રીસ્તી: ચર્ચમાં ઇસુને પ્રાર્થના-પુજા ચર્ચને નાતાલમાં શણગાર-બાઈબલનું વાંચન પ્રવચન સાંભળવું. બે ખભા, હૃદય તથા માથાંને ક્રોસ જેવો સ્પર્શ કરવો.
૬) પીર/ દરગાહ: રૂમાલ કે ટોપીથી માથું ઢાંકવું. દરગાહને ચાદર ચઢાવવી- ધુપ- લોબાન- અગરબતી કરવાં- અત્તર તથા ગુલાબ અને ફુલો ચઢાવવાં.
૭) જૈન: દહેરાસમાં મુક્તિ પહેરીને તથા માત્ર ધોતી પહેરીને મૂર્તિની પુજા-આંગી કરવી ચંદનનું તિલક કરવું. ગ્રંથનું વાંચન- પ્રવચન સાંભળવું. ચૌવિહાર કરવું. ક્ષમાપના માગવી.
૮) બૌદ્ધ: ધ્યાન જ્ઞાનનો મહિમા વિશેષ લાકડામાંથી બનતી ચીજોનો ઉપયોગ, મૌન ઉપાસના.
૯) સ્વામી નારાયણ: સાષ્ટાંગ દંડવત પ્રણામની પ્રથા સભાઓમાં જવું, દિવ્ય શણગાર તથા હીંડોળાનાં દર્શન- અન્ય સામાજિક પ્રવૃત્તિઓ, અન્નકૂટ ધરવો.
૧૦) પ્રણામિ સંપ્રદાય: કૃષ્ણ ભગવાનની મોરલી તથા મુકુટની પુજા કરવી, સત્સંગ, ધ્વજારોહણ કરવું.
૧૧) હવેલી પંથ: દર્શન, શણગાર, કીર્તન, ધોળ, પદનું ગાન, હીંડોળા તથા અન્નકૂટ પ્રભાતફેરી.
- ભરત અંજારિયા








