પુરુષો જાણે અજાણે પણ આટલી ભૂલો કરે જ છે

- કેટલીક ફેશન-મિસ્ટેક્સ એવી છે જે સ્ત્રીઓને જરાય પસંદ નથી આવતી, જોકે પુરુષો એને અવગણીને એ ટ્રેન્ડ ફોલો કરતા જ રહે છે
સ્ત્રીઓ પર પોતાની પર્સનાલિટીની છાપ છોડવા માટે પુરુષોએ સ્ત્રીઓ સાથે સ્માર્ટ વાતો કરવી પડે છે, ગિફ્ટ આપવી પડે છે અને રોમેન્ટિક ડેટના આઈડિયા પણ આપવા પડે છે. આ સિવાય બીજી કોઈ સૌથી મહત્ત્વની વાત હોય તો એ છે ડ્રેસિંગ અને ઓવરઓલ દેખાવ. પુરુષોની ગુ્રમિંગ માટેની કેટલીક આદતો એવી છે જે સ્ત્રીઓને જરાય પસંદ નથી. એ કઈ છે એ જાણી લો.
ઢીલું જીન્સ
મહિલાઓને લો-વેસ્ટ જીન્સ જેટલું સારું લાગે છે એટલું જ ખરાબ એ પુરુષો પર લાગે છે. લો-વેસ્ટ જીન્સ વધુ પડતું ઢીલું-ઢાલું અને ફિટિંગ ન હોય એવું લાગે છે. વધુમાં જેમનું બૉડી પ્રપોર્શનેટ અને સુડોળ ન હોય તેમણે આવું લૂઝ જીન્સ પહેરવાની ટ્રાય ન કરવી. આ સિવાય નાભિથી ઉપર હોય એવું જીન્સ પણ હવે આઉટ ઓફ ફેશન છે. જીન્સના રંગ પ્રત્યે પણ સાવધાની રાખો અને ત્યાર બાદ એની સાથે શર્ટ પણ સ્માર્ટ બનીને સિલેક્ટ કરો.
ટી-શર્ટની ભૂલો
પુરુષો ભલે કંઈ પણ વિચારતા હોય પરંતુ ટાઈટ ફિટિંગ ટી-શર્ટ પહેરીને પોતાના મસલ્સનું પ્રદર્શન કરતા પુરુષો સ્ત્રીઓનો પસંદ નથી. ભલે તમે આ રીતે છોકરીને ઈમ્પ્રેસ કરવા માગતા હો, પરંતુ તમારા આવા લુકને કારણે તેને તમે ઓવર-કોન્ફિડન્ટ લાગી શકો છો. ટી-શર્ટ અને શર્ટની પસંદગી ખૂબ ધ્યાનથી કરો. એવાં કપડાં પહેરો જેમાં તમારા પ્રોબ્લેમ-એરિયા ઢંકાય. આ સિવાય વધુ પડતા રમૂજી અથવા ડબલ મીનિંગવાળાં સ્લોગન લખેલાં હોય એવાં ટી-શર્ટ પહેરવાનું પણ ટાળો.
ફૂલ વોકિંગ
આ વાત મોટા ભાગે યંગ પુરુષો માટે છે. જ્યારે કોઈ સ્ટાઈલની વાત આવે ત્યારે પુરુષોની ચાલમાં થોડો ફેરફાર આવી જતો હોય છે. આ ચાલ ફૂલ અને સ્ટાઈલિશ લાગવા માટેની હોય છે. જોકે ફૂલ અને સ્ટાઈલિશ લાગવું જ હોય તો એટિટયુડ દ્વારા છલકાવું જોઈએ. એની માટે ચાલ બદલવાની જરૂર નહીં પડે.
ગર્લી પિન્ક
પુરુષોને પિન્ક શોભે છે. પરંતુ એ પિન્કનો કયો શેડ છે એ જાણવું વધુ જરૂરી છે. સ્ત્રીઓને પિન્ક પ્રિય હોય છે, પરંતુ ફક્ત તેમનાં પૂરતો જ. ગર્લિશ બેબી પિન્ક શેડનું ટી-શર્ટ કે કેઝ્યુઅલ શર્ટ તેમ જ પિન્ક વૉચ, મોબાઈલનું પિન્ક કવર, ટાઈ વગેરે ડ્રેસિંગ-ડિઝેસ્ટર બની શકે છે. આ કલરને મોટા ભાગની સ્ત્રીઓ ફેમિનિટી સાથે સરખાવે છે. માટે હવે જો વોર્ડરોબમાં એકાદ પિન્ક હોય તો પણ જ્યાં સુધી તમારી પાર્ટનર એને અપ્રૂવ ન કરે ત્યાં સુધી પહેરવાનું અવોઈડ કરો.
ચહેરા પરના જરાય ન શોભતા વાળ
માન્યું કે રફ લુક મેચો લાગે છે, પરંતુ જો ડેટ પર જવાના હોય તો આવા રફ લૂક કરતાં ક્લીન શેવ્ડ લુક જ વધુ સૂટ થશે. યોગ્ય રીતે મેન્ટેઈન ન કરી શકો એવી ફ્રેન્ચ કટ, દાઢી પાસે ઉગાવેલા વાળ, ગોટી સ્ટાઈલની બિયર્ડ અને બન્ને ગાલ પર વધેલી દાઢી સ્ત્રીઓ માટે ટર્ન-ઓફ છે. આ સિવાય મૂછોનો ભલે ટ્રેન્ડ હોય પરંતુ 'રાઉડી રાઠોડ' જેવી મૂછો ફક્ત ફિલ્મમાં અને એ પણ ફક્ત અક્ષય પર જ સારી લાગે છે. સ્ત્રીઓ પોતાના પાર્ટનર પર આવી મૂછો જોવાનું જરાય પસંદ નથી કરતી.
વધુ પડતું હેર-સ્ટાઈલિંગ
વાળને સેટ કરવા માટે જેલ લગાવો એ વાત માન્ય છે, પરંતુ આખો ડબ્બો વાળમાં ઢોળી દેવો એ નહીં. આ એક કોમન મિસ્ટેક છે જે સ્ત્રીઓને પસંદ નથી. જ્યારે પણ વાળમાં જેલ લગાવો ત્યારે એ ધ્યાનમાં રાખો કે ઓછા પ્રમાણમાં હોય અને એ લગાવ્યા બાદ તમારી હેર-સ્ટાઈલ પણ સિમ્પલ હોય.








