ડ્રેસ સાથે મેચિંગ નેઇલ આર્ટ-બોડી આર્ટ

નેલ આર્ટ અને બોડી આર્ટનું ચલણ ધીરેધીરે વધી રહ્યું છે. તેને મહિલાઓ પોતાના ડ્રેસ સાથે મેચિંગ જ બનાવવા કે બનાવડાવવાનું પસંદ કરે છે. પ્રસ્તુત છે, તેને બનાવવાની સરળ રીતો વિશે કેટલીક માહિતી.
નેલ આર્ટ
સાવચેતી નેલ આર્ટ બનાવતાં પહેલાં : નેલ્સને સ્ક્વેર કે ઓવલ શેપમાં કાપી લો. પછી નેલ ફાઈલરથી નેલ્સને ફાઈનલ શેપ આપો. જોકે આજકાલ નેલ્સનો સ્ક્વેર કે ઓવલ શેપ જ ફેશનમાં છે.
કોઈપણ નેલ પેઈન્ટ લગાવતાં પહેલાં નેલ્સ પર ટ્રાન્સપરન્ટ નેલ પેઈન્ટનો બેઝ કોટ અચૂક લગાવો. તેનાથી નેલ્સ સલામત રહે છે. નેલ્સ સિવાય સ્કિન પર એક્સ્ટ્રા નેલ પેઈન્ટ લાગી જાય તો તેને કોટનથી સાફ ન કરો. નહીં તો તેના રેસા નેલ પેઈન્ટ પર ચોંટી જશે. નેલ પેઈન્ટ હંમેશાં સારી બ્રાન્ડના જ લો અને નેલ પેઈન્ટને રિમૂવ કરવા માટે ટિસ્યૂ પેપરનો જ ઉપયોગ કરો. તેનાથી નેલ્સ ખરાબ નથી થતા.
- નેલ આર્ટ બનાવવાની રીત : સૌથી પહેલાં હાફ નેલ્સ પર કોઈ પણ ડાર્ક કલરનો નેલ પેઈન્ટ લગાવો. પછી તે જ રંગના નેલ પેઈન્ટનો બીજો કોટ પૂરા નેલ્સ પર લગાવો. નેલ પેઈન્ટનો ત્રીજો કોટ પૂરા નેલ્સ પર લગાવો. નેલ પેઈન્ટના ૩ કોટ લગાવ્યા પછી આ નેલ પેઈન્ટ પાતળા થઈ જશે. હવે આ ભીના નેલ પેઈન્ટ પર ડિફરન્ટ કલરનો નેલ પેઈન્ટ લગાવો.
પછી બેઝ કલરથી અલગ કલરના નેલ પેઈન્ટના ૩ મોટા ડોટ્સ નેલ્સના સેન્ટરમાં એક પછી એક લગાવો. હવે તે મોટા ડોટ્સ પર બીજા કલરના નેલ પેઈન્ટના નાના-નાના ડોટ્સ લગાવો. હવે ભીના નેલ પેઈન્ટમાં જ ટૂથપિકની મદદથી ધીરેથી તે પહેલાંના ડોટથી થોડો રાઉન્ડ કરીને નેલ્સની ઉપરવાળા ડોટ સુધી લાવો. એવું કરવાથી ૩ કલરવાળી સુંદર ડિઝાઈન નેલ્સ પર બની જશે.
- બેઝ કલર : બેઝ બનાવવા માટે કોઈપણ બેઝ કલર લઈ શકાય છે. જેમ કે, રેડ, પિંક, બ્લેક, વ્હાઈટ કે પછી તમારી પસંદગીનો, જો લાઈટ શેડ પસંદ હોય તો લાઈટ કલર સાથે ડાર્ક શેડની પસંદગી પણ કરી શકો છો.
- નેલ આર્ટના પ્રકાર : નેલ આર્ટ બનાવતાં પહેલાં એ જાણવું પણ જરૂરી છે કે તે કેટલા પ્રકારના હોય છે. કયું નેલ આર્ટ કઈ ઈવેન્ટ માટે પરફેક્ટ રહે છે. નેલ આર્ટ ૫ પ્રકારના હોય છે.
* બેઝિક નિડલ નેલ આર્ટ.
* માર્બલ નેલ આર્ટ.
* ફેંકી નેલ આર્ટ.
* બ્રાઈડલ નેલ આર્ટ.
* બ્રશ નેલ આર્ટ.
- બેઝિક નિડલ નેલ આર્ટ : આ એડવાન્સ નેલ આર્ટ પણ કહેવાય છે. તેમાં બેઝના ૩ કોટ લગાવ્યા પછી નેલ્સના સેન્ટરથી શરૂ કરીને આગળ સુધી બેઝ કલરથી અલગ શેડના ૩ ડોટ્સ લગાવવામાં આવે છે. પછી તે ડોટ્સ પર તેનાથી ડિફરન્ટ કલરના ૨ કે ૩ ડોટ્સ લગાવવામાં આવે છે.
તેમાં જેટલી વચ્ચેથી ડિઝાઈન બનાવશો, એટલી જ સારી ડિઝાઈન બનશે. તેમાં બટરફ્લાઈ, પિકોક, ડ્રેગન, હોમ વગેરે બનાવી શકાય છે.
પિકોકની ડિઝાઈન બનાવતી વખતે નેલ્સ પર બેઝ લાઈટ કલરનો જ લગાવો. પછી નેલ્સના સેન્ટરથી એક ઉપર એક ૩ ડોટ્સ યલો, બ્લેક, ઓરેન્જ કે મેટલિક ગ્રીન કલરના લગાવો. નેલ્સની બાજુમાં એક ડોટ બીજું લગાવો.
હવે આ ડોટ્સને પિકની મદદથી હળવા હાથથી ફેરવતા જાઓ. તે પિકોક જેવું બની જશે, સાઈડના ડોટ્સથી પિકોકનું મોં દોરો. આ ડિઝાઈન કોઈપણ ડ્રેસ સાથે બનાવી શકાય છે.
- માર્બલ નેલ આર્ટ : નેલ્સ પર બેઝ કલરના ૩ કોટ લગાવીને આંગળીઓ પર સેલો ટેપ કે ડોક્ટર ટેપ લગાવીને તેને કવર કરી લો, હવે એક બાઉલમાં પાણી લઈને તેમાં ૩ જુદા-જુદા કલરના નેલ પેઈન્ટના ડ્રોપ્સ એકની ઉપર એક નાખો, પછી બેઝ કલર લગાવેલી આંગળીને એક-એક કરીને તે નેલ પેઈન્ટવાળા પાણીમાં ડિપ કરો.
આવું કરવાથી પાણીમાં તરતા કલરફુલ નેલ પેઈન્ટથી ફિંગર્સ પર સુંદર ડિઝાઈન બની જશે. એક્સ્ટ્રા નેલ પેઈન્ટને ટૂથપિકની મદદથી દૂર કરો. ડિઝાઈન બનાવ્યા પછી ફિંગર્સ પરથી સેલો ટેપ કાઢી લો. તેનાથી ફિંગર્સ ચોખ્ખી રહે છે. તેની પર નેલ પેઈન્ટ નથી લાગતો. આ ડિઝાઈન જાણે માર્બલ પર હોય એવી લાગે છે.
- ફંકી નેલ આર્ટ : તેમાં મલ્ટિકલરના નેલ પેઈન્ટનો ઉપયોગ કરીને કલરફુલ સ્માઈલી પાંડા, કાર્ટૂન કે લેધર આર્ટ બનાવી શકો છો.
- બ્રાઈડલ નેલ આર્ટ : નેલ્સ પર બેઝ કલર લગાવ્યા પછી તેની પર કોઈ સુંદર ડિઝાઈન બનાવીને મેચિંગ સ્ટોન કે ગ્લિટરથી સજાવો કે સ્ટોનવાળી બિંદીને ટૂથપિકથી લઈને નેલ્સ પર ચોંટાડી દો. આ ડિઝાઈન બ્રાઈડ પર જ સારી લાગે છે. તેમાં તમારી ઈચ્છા પ્રમાણે કંઈપણ ક્રિએટિવિટી કરી શકાય છે.
જો દુલહનના નેલ્સ નાના હોય તો આટફિશિયલ નેલ્સ લગાવીને પણ તેની પર નેલ આર્ટ બનાવી શકાય છે.
- બ્રશ નેલ આર્ટ : તેમાં નેલ પેઈન્ટ સિવાય ફેબ્રિક કલરથી પણ બ્રશ દ્વારા કોઈપણ ડિઝાઈન બનાવી શકાય છે. તેમાં બેઝ કોટ લગાવ્યા પછી બ્રશમાં કલર લઈને નેલ્સ પર એક બાજુથી કે સેન્ટરથી કોઈપણ ચિત્ર બનાવી શકાય છે.
બોડી આર્ટ
નેલ આર્ટ સિવાય આજકાલ બોડી આર્ટનો ખૂબ ક્રેઝ છે. તેને તમે કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં પોતાના ડ્રેસ પ્રમાણે બનાવડાવી શકો છો. બોડીનો જે ખુલ્લો ભાગ વધારે દેખાતો હોય, ત્યાં તમારી ક્રિએટિવિટીથી કોઈ ચિત્ર કે ફ્લાવર બનાવી શકાય છે.
તેમાં ગળું, હાથ, બેક કે નાભિ પર કોઈપણ ડિઝાઈન પેન્સિલથી ડ્રો કરીને તેને કલરફુલ લિપ પેન્સિલથી કલર કે ફિલઅપ કરવામાં આવે છે.
કલર પેન્સિલ સિવાય દરેક કલરના ફાઉન્ડેશનથી પણ બોડી આર્ટ બનાવી શકો છો. તેને જુદા-જુદા કલરથી ફિલઅપ કરવામાં આવે છે.








